Aug 19, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-વૈરાગ્ય પ્રકરણ-૩

(૧) વૈરાગ્ય પ્રકરણ

(૧) વાલ્મીકિ અને રાજા અરિષ્ટનેમિ નો સંવાદ

પૂર્વે, અરિષ્ટનેમિ નામના એક રાજાને વૈરાગ્ય થવાથી,પુત્રને રાજ્ય સોંપી દઈને ગંધમાદન પર્વતમાં તપ કરવા ચાલ્યો ગયો હતો.એના તપના પુણ્યના કારણે સ્વર્ગ ના રાજા ઇન્દ્રે તે રાજાને સ્વર્ગમાં લઇ આવવા તેના દૂતને મોકલ્યો,ત્યારે રાજા દૂત સાથે સ્વર્ગમાં જવા માટે ‘ના’ પાડી દે છે.

કારણકે –દૂત મારફતે તેણે જાણ્યું કે-જેવું પુણ્ય કર્યું હોય,તે અનુસાર સ્વર્ગમાં સુખ ભોગવવા મળે છે,અને પુણ્ય ખતમ થતાં જ સ્વર્ગમાંથી ધકેલી મુકવામાં આવે છે,પાછો મનુષ્ય નો અવતાર લેવો પડે છે.

એટલે રાજા,દૂતને કહે છે કે-આવા સ્વર્ગ ને હું ઇચ્છતો નથી,સર્પ જેમ જૂની કાંચળી ને છોડી દે છે,તેમ,હજી હું મહા-ઉગ્ર તપ કરીને,પાપ-કર્મ નો સમૂળ નાશ કરી,અનાસક્ત થઈ,આ અશુદ્ધ શરીર ને છોડી દઈશ.મારે પુણ્યો ભોગવવા નથી,મારે ફરી ફરી જન્મ લેવો નથી.

રાજાની,આવી વાત દૂત મારફત સાંભળી,ઇન્દ્રે દૂતને કહ્યું કે-
તું ત્યાં ફરીથી જા,અને તે વૈરાગ્યવાન રાજાને ‘આત્મ-સ્વ-રૂપ’ નો બોધ કરાવવા,
તત્વ-વેતા –વાલ્મીકિ- ના આશ્રમે લઇ જા.અને વાલ્મીકિ ને મારો સંદેશો કહેજે-કે-
આ વૈરાગ્યવાન અને નમ્રતાવાળો રાજા સ્વર્ગને ઇચ્છતો નથી,તો, હે,મહામુનિ,તમે તેને આત્મજ્ઞાન આપો,એટલે સંસારનાં દુઃખોથી કાયર થયેલો,આ રાજા ‘ક્રમ-પૂર્વક’ મોક્ષ પામશે.

ત્યારે ઇન્દ્રનો દૂત.અરિષ્ટનેમિ રાજાને વાલ્મીકિ પાસે લઇ જાય છે,ત્યારે રાજા વાલ્મીકિ ને પૂછે છે-કે-
હું શી રીતે સંસાર-રૂપ બંધનથી થતાં દુઃખો ની પીડામાંથી છુટો થાઉં ? તે આપ મને કહો.

વાલ્મીકિ કહે છે કે-હે,રાજન સાંભળ,હું તને વશિષ્ઠ અને શ્રીરામ ના સંવાદ-રૂપે થયેલી,મોક્ષના ઉપાયોવાળી,શુભ કથા કહું છું,તે તું એકાગ્ર-ચિત્ત થઈ સાંભળ,અને તે સાંભળી ને યત્ન-પૂર્વક, મનમાં ધારણ કરીને,તું જીવન-મુક્ત થઈશ.તું નિઃસંશય થા, મને “પર-બ્રહ્મ” ના સાચા સ્વરૂપ નું જ્ઞાન છે.

(૨) અધિકારી,ગ્રંથ-રચના,અને જીવન-મુક્ત ની સ્થિતિ

વાલ્મીકિ કહે છે-કે-
આ શાસ્ત્ર નો (યોગ વાસિષ્ઠ-મહારામાયણ નો) ‘અત્યંત અજ્ઞાની’ કે ‘અત્યંત જ્ઞાની’ અધિકારી નથી.
પણ,જે મનુષ્યને ‘હું આ સંસારમાં બંધાયો છું,અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ’
એવો નિશ્ચય હોય તે જ –આ શાસ્ત્ર નો અધિકારી છે.

જે વિવેકી પુરુષ,પ્રથમ “પૂર્વ રામાયણની” કથાઓનો વિચાર કરી,(પૂર્વ રામાયણ=રામજન્મ થી રાવણ વધ) તેમાં કહેલા,નીતિ અને ધર્મ પ્રમાણે ચાલે છે.અને પછી,
મોક્ષના ઉપાયરૂપ-ઉત્તર-રામાયણ (આ યોગ-વાસિષ્ઠ) નો વિચાર કરે છે,તેનો પુનર્જન્મ થતો નથી.

પ્રથમ,પૂર્વ-રામાયણમાં રાગ-દ્વેષ-આદિ દોષો પર વિજય કરવામાં પ્રબળતા ધરાવનાર,
રામચંદ્ર ની કથાઓ-રૂપ “ઉપાયો” રચ્યા હતા, અને તે ભરદ્વાજમુનિ નામના શિષ્યને આપ્યા હતા,
ભરદ્વાજે તે બ્રહ્માની આગળ બોલી દેખાડ્યા હતા,ત્યારે સંતોષ પામેલા બ્રહ્માએ ભરદ્વાજ ને વર માગવાનું કહ્યું.

ભરદ્વાજે માગ્યું કે-જે ઉપાય થી લોકો સંસાર-રૂપી દુઃખમાંથી,મુક્ત થાય તે ઉપાય કહો.
ત્યારે બ્રહ્મા કહે છે કે-આ માટે,તું તારા ગુરૂ,વાલ્મીકિ ને જ પ્રાર્થના કર,તે જે મહા-રામાયણ હમણાં રચી રહ્યા છે તે તે પુરુ કરે.એ રામાયણ પુરુ થયા પછી તેને જો સાંભળવામાં આવશે તો લોકો,સઘળા મોહ ને પાર કરી જશે, અને સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થશે.

આમ કહે ને બ્રહ્માજી પણ ભરદ્વાજ સાથે જ વાલ્મીકિ ના આશ્રમે આવ્યા,અને વાલ્મિકીને તેમણે કહ્યું-કે-
હે,મહામુનિ,તમે શ્રીરામ ના સ્વભાવનું વર્ણન કરવા જે ઉત્તમ ગ્રંથ રચવા માંડ્યો છે,તે કાયર થઇ વચ્ચે છોડ્યા વિના,લોક-હિતાર્થે, એને સત્વરે સમાપ્ત કરવો જોઈએ.આ ભલામણ કરવા જ હું અહીં આવ્યો છું.
આમ કહી તે અદશ્ય થઇ ગયા.  

બ્રહ્મા નું આવવું અને અદશ્ય થવું-એ જોઈ,વાલ્મીકિ ને અતિ આશ્ચર્ય થયું,
તેમણે ભરદ્વાજ ને પૂછ્યું કે-બ્રહ્માજી એ આ શું કહ્યું? અને તને શું કહ્યું હતું તે મને સત્વરે કહે.

ભરદ્વાજે કહ્યું કે-તમે જેમ પૂર્વ-રામાયણ પુરું કરીને ઉત્તર-રામાયણ લખવાનું જે ચાલુ કર્યું છે,તે પૂર્ણ કરવાથી,અને તેના,વાંચન થી સંસારના લોકો નો મોહ દૂર થઇ સંસાર-સાગર ને તેઓ પાર કરશે.મુક્ત થશે.આપ મને પણ અત્યારે એ કથા કહો કે,શ્રીરામ-વગેરે સૌ સંસાર-રૂપી સંકટમાં કેવા વ્યવહારથી વર્ત્યા હતા? તેઓ કેવી રીતે નિર્દુખ-પણું પામ્યા હતા? કે જેથી હું પણ બીજા લોકો ની સાથે તેવી સ્થિતિને પામું.


    INDEX PAGE
     NEXT PAGE