Sep 10, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-મુમુક્ષુ પ્રકરણ-૨૫

મુમુક્ષુ પ્રકરણ

(૧) જનકરાજા ના વચનથી શુકદેવને મળેલ વિશ્રામ
વિશ્વામિત્ર બોલ્યા-હે,રામ.તમે તમારી સૂક્ષ્મ બુદ્ધિથી  સઘળું જાણી જ ચુક્યા છો,
એટલે તમારે જાણવાનું બીજું કંઈ બાકી રહ્યું નથી.
તમારું- “બુદ્ધિ-રૂપી દર્પણ”-સ્વાભાવિક રીતે જ નિર્મળ છે,માત્ર તેને ઉપરથી સહેજ લુછી નાખવાની જ
જરૂર છે.વેદ-વ્યાસ ના પુત્ર શુકદેવની બુદ્ધિની પેઠે,તમારી બુદ્ધિએ પણ,
જે જાણવાનું છે તે જાણી ચૂકી છે,છતાં તે બુદ્ધિ,ને અંદર –વિશ્રામ- મળવાની અપેક્ષા છે.

શ્રીરામ બોલ્યા-શુકદેવજી ની બુદ્ધિ જ્ઞેય (જે જાણવાનું છે તે સત્ય) તત્વમાં કેમ પહેલાં વિશ્રામ-યુક્ત ના થતાં,કેમ પાછળથી વિશ્રામ-યુક્ત થઇ?

વિશ્વામિત્ર બોલ્યા-શુકદેવજી નો વૃતાંત તમારા જેવો જ છે.તે પણ તમારી જેમ જ,મનમાં આ “જગતની સ્થિતિ” નો અત્યંત વિચાર કરતા હતા, ને પોતાના વિવેકથી લાંબા કાળ સુધી વિચાર કર્યા બાદ,તેમણે સત્ય વસ્તુ મેળવી, અને આમ એમને આપમેળે જ (પોતાની બુદ્ધિ થી જ) પરમ વસ્તુ (સત્ય) પ્રાપ્ત થવા છતાં, તેમનું મન વિશ્રામ પામ્યું નહોતું.”પરમ-સત્ય વસ્તુ એ જ છે” એવો તેમને “વિશ્વાસ” આવ્યો નહોતો. જેથી તેમનું  મન અત્યંત દુઃખી રહેતું હતું,

એક વખત તેમણે પોતાના પિતા વ્યાસજી ને પૂછ્યું-કે-
હે,મુનિ,આ “સંસાર-રૂપી આડંબર” કેવી રીતે ઉત્પન્ન થયો છે?કોણે તેને ઉત્પન્ન કર્યો છે?તે કેટલો મોટો છે?
અને તે કેવી રીતે શાંત થાય છે?
ત્યારે વ્યાસજીએ તેના સંદર્ભ માં જે કંઈ ઉપદેશ કરવાનો હતો તે કર્યો.
પણ “આ તો હું પ્રથમ થી જ જાણતો હતો” 
એમ સમજી ને શુકદેવજીએ પિતાના વાક્યથી સંતોષ થયો નહિ,
વ્યાસજીએ આ જોયું કે પુત્ર ને સંતોષ થયો નથી,એટલે તેમણે કહ્યું કે-તારે જે જાણવું છે,તેને હું
(તારી દ્રષ્ટિએ) યથાર્થ રીતે જાણતો નથી.પણ જનક કરીને એક રાજા છે,તે જ આ જાણવા –યોગ્ય
વસ્તુ ને યથાર્થ રીતે જાણે છે,માટે તું એમની પાસે જા,તેમની પાસેથી તું સઘળું સમજી શકીશ.

શુકદેવજી મિથિલા નગરીમાં જનકરાજા ને મળવા આવ્યા,ત્યારે તેમની પરીક્ષા કરવા,જનકરાજા એ
સાત દિવસ મહેલ ની બહાર,અને પછી સાત દિવસ દરબારમાં રાહ જોવડાવી,પછી પંદરમા દિવસે,
પોતાના અંતઃપુર માં પ્રવેશ કરાવડાવ્યો,જ્યાં,બીજા સાત દિવસ સુધી,યુવાની ના મદવળી અને કામાતુર
સ્ત્રીઓ દ્વારા,અનેક જાતના ભોજન થી અને બીજા અનેક ભોગવવાના પદાર્થો દ્વારા શુકદેવજી ને લલચાવી જોયા,પણ તે કોઈ પણ ભોગો શુકદેવજી ને ચલાયમાન કરી શક્યા નહિ.

આનંદ થી ભરપૂર મન વાળા,સ્વસ્થ અને સુખ-દુઃખ માં સમ-બુદ્ધિવાળા,
શુકદેવજી કશું બોલ્યા-ચાલ્યા વગર,પોતાનું નિર્મળ-પણું રાખી ને અડગ ચિત્તે ઉભા રહ્યા.
ત્યારે જનકરાજા એ શુકદેવજી ને પોતાની પાસે બોલાવ્યા,અને તેમને પ્રણામ અને આગતા-સ્વાગતા કરીને પુછ્યું કે-કહો તમારી શી ઈચ્છા છે?

ત્યારે શુકદેવજી એ પિતાને પૂછ્યો હતો તે જ પ્રશ્ન પૂછ્યો-કે આ સંસાર-રૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે?તે કેવી રીતે શાંત થાય છે તે મને યથાર્થ-રૂપે કહો.

ત્યારે જનકરાજા એ પણ વ્યાસજીએ આ પ્રશ્નનો  જે જવાબ આપ્યો હતો તે જ જવાબ કહ્યો.


     INDEX PAGE
      NEXT PAGE