Sep 17, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૨

(૬) દૈવ (પ્રારબ્ધ) ની દુર્બળતા અને પુરુષાર્થ ની સબળતા

વસિષ્ઠ કહે છે કે-આવાં કારણો ને લીધે,પૂર્વ જન્મ ના પુરુષાર્થથી દૈવ (પ્રારબ્ધ) ને જુદું ગણવું નહિ.
મનુષ્યે “હું સ્વતંત્ર નથી પણ દૈવ ને આધીન છું” એવી “ભાગ્ય” ની વિચારસરણી નો ત્યાગ કરી,
સત્સંગ (ગુરૂ-વગેરે) અને ઉત્તમ એવા શાસ્ત્ર-ગ્રંથો વાંચી ને “બળ-પૂર્વક” પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ.

આ પ્રમાણે નો જે પુરુષાર્થ છે તેને જ દૈવ (પ્રારબ્ધ) કહો.
દૈવ બીજી કોઈ વસ્તુ નથી પણ પૂર્વજન્મમાં કરેલાં કર્મો (પુરુષાર્થ) એ જ દૈવ છે.
જેમ, પ્રબળ પુરુષ પોતાના બળથી નાનાં બાળકો ને કે તેનાથી ઓછા બળવાળા ને હરાવે છે,
તેમ, પુરુષ પોતાના પ્રબળ પુરુષાર્થ થી તે દૈવનો પરાજય કરી શકે છે.

જે લોકો દૈવ ને આધીન થઇને, તથા નજીવા લોભ માં લંપટ થઈને,દૈવ ને જીતવા માટે નો પ્રયત્ન કરતા નથી,તેઓ ને દીન અને મૂર્ખ જ સમજવા જોઈએ.
આપણે પુરુષાર્થથી કર્મ કરીએ પણ જો તેનું ફળ નાશ પામ્યું હોય તો (એટલે કે તેનું ફળ ના મળે તો)તેમાં પોતાના કાર્ય ને નાશ કરનારા,સામે-વાળા (બીજા) પુરુષ નો પુરુષાર્થ વધારે પ્રબળ છે તેમ સમજવું.

સમર્થ મનુષ્યોમાં પણ જે મનુષ્ય વધારે બળવાન હોય,તે બીજાઓનો અધિષ્ઠાતા બનીને,
તેમના પર સત્તા ચલાવે છે,એ વાત જાણીતી છે,એટલે “દૈવ” (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ.
કોઈ વખતે -પૂર્વ જન્મ માં કરેલો પુરુષાર્થ- નો- આ જન્મમાં કરેલા પુરુષાર્થ- થી નાશ થાય છે,તો,
કોઈ વખતે તેનાથી ઉલટું,પૂર્વજન્મ નો પુરુષાર્થ આ જન્મ ના પુરુષાર્થ નો નાશ કરે છે.

એટલે તેમાં સર્વદા પુરુષાર્થ (પ્રયત્ન) એ જ બળવાન છે.
માટે ઉત્સાહ થી પ્રયત્ન કરનારો મનુષ્ય જ વિજયી થાય છે.
આ જન્મ નો પુરુષાર્થ એ “પ્રત્યક્ષ” હોવાથી તેને જેવો બળવાન બનાવવો હોય તેવો તે બની શકે છે.



     INDEX PAGE
      NEXT PAGE