Aug 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-05

યોગની આ સાધનાની પદ્ધતિઓમાં જે કંઈ "રહસ્ય-મય કે ગુહ્ય" કહેવામાં આવે છે તેનો સત્વરે ત્યાગ કરવો જોઈએ.જીવન નો ઉત્તમ માં ઉત્તમ માર્ગ-દર્શક (ભોમિયો) છે -સામર્થ્ય (તાકાત) "રહસ્યમયતા" નો શોખ મનુષ્યના મગજ ને નબળું બનાવે છે,માટે તેની સાથે સંબંધ ના રાખવો જોઈએ.

યોગ-વિદ્યા કે-જે એક ભવ્યમાં ભવ્ય વિજ્ઞાન છે,તેનો ;રહસ્યમયતાના નામ; પર નાશ થઇ ગયો છે.
ચારેક હજાર વર્ષ પહેલા જયારે તેની શોધ થઇ ત્યારથી ભારતમાં તેનું વર્ણન અને વર્ગીકરણ થયું છે.
પણ આધુનિક લેખકો અને ટીકાકારો-એ તેને સાચી રીતે નહિ સમજીને -માત્ર તરેહ તરેહ રહસ્યોની
વાતો કરે છે.અને યોગ વિદ્યા એવા લોકોના હાથમાં આવી પડી છે કે-તેમણે-
તેના પર બુદ્ધિનો ઝળહળતો પ્રકાશ પાડવાને બદલે,તેને એક રહસ્ય-રૂપ બનાવી મૂકી.
આમ,કરવા પાછળ નો તેમનો હેતુ એ છે કે-તેમની સિદ્ધિઓ તેમની પાસે જ રહે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે-"સહુથી પહેલાં હું જે  (રાજયોગ) શીખવું છું તેમાં રહસ્ય જેવું કશું જ નથી.
જે થોડું-ઘણું હું જાણું છું તે હું તમને કહી બતાવીશ.જ્યાં સુધી મારી બુદ્ધિ પહોંચશે ત્યાં સુધી હું તેને,
બુદ્ધિ-ગમ્ય બનાવીશ.પણ જે હું જાણતો નહિ હોઉં,તેને વિષે શાસ્ત્રો જે કહે છે તે હું ક્હી બતાવીશ.
"અંધ-શ્રદ્ધા" રાખવી તે ખોટું છે,તમારે તમારી પોતાની બુદ્ધિનો અને ન્યાય-શક્તિનો ઉપયોગ કરવો.
તમારે સાધના કરી જોવી,અનુભવ લેવો કે શાસ્ત્રમાં જે લખાયું છે તે બરોબર-સાચું- છે કે નહિ.
જેવી રીતે તમે બીજી કોઈ વિદ્યાનો અભ્યાસ કરો છો,તેવી જ રીતે તમારે આ યોગ-વિદ્યાનો અભ્યાસ કરવો.
તેમાં કશું ગુપ્ત નથી કે કશો ભય નથી.આમાં જે સાચું છે તેનો ખુલ્લે-ખુલ્લો પ્રચાર કરવો જોઈએ,પણ,
આ બાબતોને રહસ્ય-મય બનાવવાનો પ્રયત્ન એ મોટું જોખમ ઉભું કરે છે."

હવે આગળ વધતાં પહેલાં -રાજયોગ જેના આધાર પર રચાયો છે-તે સાંખ્ય -દર્શન વિષે થોડુંક જરૂરી છે.
સાંખ્ય-દર્શન મુજબ-"જ્ઞાન" ની ઉત્પત્તિ નો પ્રકાર (જ્ઞાન કેવી રીતે મળે છે?) -નીચે મુજબ છે.

બહારના પદાર્થોના "સંવેદનો" ને -બાહ્ય-સાધનો (કાન,નાક,આંખ-વગેરે-જ્ઞાનેન્દ્રિયો) દ્વારા,
તેમની સાથે જોડાયેલા મગજ માંહેના-તે- ઇન્દ્રિયોના કેન્દ્રો પાસે લઇ જવામાં આવે છે,કે જે સંવેદનો ને
મન પાસે મોકલે છે,મન તે બુદ્ધિ ને સોંપે છે અને બુદ્ધિ તેને પુરુષ (આત્મા) પાસે રજુ કરે છે.
ત્યારે "જ્ઞાન" થાય છે.ત્યાર પછી પુરુષ તે સંવેદનોનો યોગ્ય અમલ કરવા કર્મેન્દ્રિયોને પાછો હુકમ મોકલે છે.

એક પુરુષ (આત્મા) ના સિવાય આ બધાં (ઇન્દ્રિયો-મન-બુદ્ધિ-વગેરે) છે તો ભૌતિક,પણ,
મન -એ કર્મેન્દ્રિયો કરતાં ઘણા જ "સૂક્ષ્મ-દ્રવ્ય" નું બનેલું છે.અને,
જે સૂક્ષ્મ-દ્રવ્યનું મન બનેલું છે તે સૂક્ષ્મ દ્રવ્ય  -એ સૂક્ષ્મ-"તન્માત્રાઓ" (પરમાણુઓ?)માંથી બનેલું છે.
અને આ જ "તન્માત્રાઓ" જયારે સ્થૂળ સ્વરૂપે હોય ત્યારે તે "બાહ્ય-પદાર્થ" બને છે.

અને આ જ હિસાબે,મન-બુદ્ધિ (સૂક્ષ્મ-દ્રવ્ય) અને બહારના સ્થૂળ પદાર્થો (સ્થૂળ-દ્રવ્ય) વચ્ચેનો તફાવત-
માત્ર "પ્રમાણ" નો જ છે.  "પુરુષ (આત્મા) જ એક એવો પદાર્થ છે કે જે -જડ-દ્રવ્ય (સૂક્ષ્મ કે સ્થૂળ) નથી.
આ પ્રમાણે,મન,એતો જાણે આત્મા ના હાથમાં ના હથિયાર જેવું છે,કે- જેના વડે,
તે આત્મા બહારના પદાર્થો ને ગ્રહણ કરે છે.

મન નિરંતર બદલાતું રહે છે.ડોલાયમાન રહ્યા કરે છે,પણ તે મન જયારે શુદ્ધ થાય છે-ત્યારે-
તેને એક જ ઇન્દ્રિય સાથે કે એક સાથે ઘણી ઇન્દ્રિયો સાથે જોડી શકાય છે.કે જોડાયા વિનાનું પણ રાખી શકાય.

દાખલા તરીકે-જો કોઈ ઘડિયાળના ટકોરા એક-ચિત્તથી સાંભળતો હોય,તો -એવું પણ બને કે તેની આંખો ખુલ્લી હોવા છતાં,તે ઘડિયાળને જોઈ શકતો (કે જોતો) ના હોય.......
તે બતાવે છે કે-મન જયારે શ્રવણેન્દ્રિય (કાન) પર ચોંટેલું હતું ત્યારે દર્શનની ઇન્દ્રિય (આંખ) સાથે જોડાયેલું
નહોતું. પણ જો તે જ મનને તાલીમ આપી સંપૂર્ણ બનાવવામાં આવે તો,
સઘળી ઇન્દ્રિયો સાથે -એકસાથે -પણ જોડાઈ શકે છે.

આમ, તે મનમાં -તેના પોતાના ઊંડાણમાં પાછું વાળીને જોવાની શક્તિ રહેલી છે.અને
યોગી મનની (પાછું વળી ને જોવાની ) શક્તિ ને મેળવવા માગે છે.કે જેનાથી તે,
"અંદર શું ચાલી રહ્યું છે?" તે જાણી શકે. અહીં "માન્યતા" નો પ્રશ્ન જ ના હોઈ શકે,અનુભવ કરવાનો છે,
અને અમુક દાર્શનિકો એ કરેલું આ પૃથક્કરણ છે.

આધુનિક શરીર-શાસ્ત્રીઓ પણ કહે છે કે-આ આંખ એ જોવાની ઇન્દ્રિય નથી,પણ દર્શનની ઇન્દ્રિય તો -
મગજ માંહે આવેલું -જ્ઞાનતંતુનું એક કેન્દ્ર છે.(એ પ્રમાણે બીજી ઇન્દ્રિયોનું પણ સમજવું)
અને આ જ્ઞાનતંતુના કેન્દ્રો-એ જે પદાર્થનું મગજ બનેલું છે -તે જ પદાર્થમાંથી બનેલાં છે.
સાંખ્ય-વાદીઓ એ આજ વસ્તુ કહેલી છે.પણ તેમનું વિધાન એ મનોવિજ્ઞાન બાબતમાં છે.
જયારે શરીર-શાસ્ત્રીઓનું વિધાન શરીરની બાબતમાં છે-અને આમ છતાં બંને એક જ છે.

પણ અહીં તો યોગીનું ક્ષેત્ર એ આનાથી યે આગળ રહેલું છે.
યોગી અનુભવની એ સૂક્ષ્મ અવસ્થાને પહોંચવા માગે છે કે-જેમાં તે મનની સઘળી અવસ્થાઓને
પારખી શકે.એને બધી અવસ્થાઓનો માનસિક અનુભવ કરવો છે.
સંવેદનો કેવી રીતે અને ક્યાં જાય છે?મન તેને કેવી રીતે ગ્રહણ કરે છે? બુદ્ધિ પાસે તે કેવી રીતે જાય છે?
અને બુદ્ધિ તે સંવેદનોને પુરુષ (આત્મા) પાસે કેવી રીતે રજુ કરે છે? તે બધું અનુભવી શકાય છે.

પણ તેને માટે,જેમ દરેક વિજ્ઞાનમાં -તેની આગવી પદ્ધતિ મુજબ-તેને માટે તૈયારી કરવી પડે છે,અને
તે પદ્ધતિઓ નું અનુસરણ કરવાથી,જ તે વિજ્ઞાન સમજી શકાય છે-
તેમ રાજયોગની પદ્ધતિ મુજબ-તેની તૈયારી અને તેનું અનુસરણ કરવું પડે,

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE