Aug 15, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-14

આમ રાજયોગનું સઘળું ક્ષેત્ર -એ ખરી રીતે,પ્રાણ-શક્તિ પરનો કાબૂ -અને-જુદીજુદી ભૂમિકાઓ પર તેની દોરવણી-એ શીખવાનું છે.એટલે કે-મનુષ્યે,જયારે પોતાની શક્તિઓને એકાગ્ર કરી હોય છે,ત્યારે તે પોતાના શરીરમાં રહેલી પ્રાણશક્તિ પર કાબૂ મેળવે છે.અને મનુષ્ય જયારે ધ્યાન કરતો હોય છે ત્યારે તે પ્રાણ-શક્તિને એકાગ્ર કરતો હોય છે.

જેવી રીતે,મહાસાગરની મધ્યે પહાડ જેવડાં મોટાં મોજાં હોય છે,તે ક્રમશઃ નાનાં થઇ ને કિનારે આવતાં
સુધીમાં પરપોટા જેવડાં થઇ જાય છે.પણ એ બધાં મોજાંની પાછળ તો અનંત મહાસાગર જ રહેલો હોય છે,
ભલે એક છેડે તે પરપોટા અને બીજે છેડે વિશાળ મોજા તરીકે દેખાતો હોય.
તેવી રીતે,એક વ્યક્તિ ઘણી જ મહાન હોય અને બીજી -વ્યક્તિ-નાના પરપોટા જેવડી હોય,
પણ એ બંને જોડાયેલી છે,પ્રાણ-શક્તિના અનંત મહાસાગર સાથે-કે જે-
પ્રાણ-શક્તિ પ્રાણી માત્રનો સર્વ-સામાન્ય (કોમન) જન્મસિદ્ધ હક્ક છે.

જ્યાં જ્યાં ચેતના છે,ત્યાં ત્યાં અનંત શક્તિનો ભંડાર તેની પાછળ રહેલો જ છે.
સૂક્ષ્મદર્શક-યંત્રથી પણ માંડ-માંડ દેખાય તેવો અતિ બારીક બુદ (કણ-કે પરમાણુ) -
એ શક્તિના અનંત ભંડારમાંથી "શક્તિ" ને સતત ખેંચતો ખેંચતો-કોઈ આકાર બને છે,અને
તે આકાર પણ ધીમે ધીમે અને મકકમ-પણે પરિવર્તન પામતો જાય છે -અને-
કાળ-ક્રમે-તે વનસ્પતિ પછી તે પશુ,પછી તે મનુષ્ય અને અંતે ઈશ્વર બને છે.

અને આ સ્થિતિએ પહોંચતાં તેને લાખોના લાખો યુગો લાગે છે.
પણ,યોગી કહે છે કે-જે બાબતને સિદ્ધ કરવામાં સ્વાભાવિક રીતે લાંબો કાળ લાગે તેને-
કાર્યમાં વેગ લાવીને ટૂંકો કરી શકાય.
ઉપર પ્રમાણે કહેલ વિશ્વની અનંત શક્તિમાંથી,શક્તિ ખેંચીને જો વિકાસની ઝડપ વધારવામાં આવે,
અને પુરતો પ્રયત્ન કરવામાં આવે તો છ વર્ષ કે છ મહિનામાં -પૂર્ણત્વ પામવાનું અશક્ય શા માટે હોય?
બધા જીવો,આખરે તો તે ધ્યેયે પહોંચવાના જ છે,તે આપણે જાણીએ છીએ તો-પછી,
લાખો વર્ષની રાહ શામાટે જોવી? એ ધ્યેયે અત્યારે જ,આ મનુષ્ય શરીરમાં જ,શા માટે ના પહોંચવું?
એ અનંત જ્ઞાન અને એ અનંત શક્તિ -શા માટે અત્યારે જ ના મેળવવાં?

સમગ્ર યોગ-વિજ્ઞાનનો આદર્શ એ -શક્તિ ને તીવ્ર બનાવી,
પૂર્ણત્વે પહોંચવાનો સમય કેવી રીતે ટૂંકો કરવો? તે શીખવવાના ધ્યેય તરફ દોરવાનો છે'

જગતના જે પયગંબરો,સંતો અને ઋષિઓએ એક જન્મના ગાળા માં જ -
માનવ-જાતિનું સમગ્ર જીવન જીવી લીધું.
સામાન્ય માનવીને જે પૂર્ણત્વે પહોંચતા જે અનેક જન્મ જેટલો -સમય લાગે,
તેટલો તેમણે એક જન્મના ગાળામાં જ કાપી નાખ્યો,અને પૂર્ણત્વે પહોંચ્યા.

અને પૂર્ણત્વે પહોંચ્યા સિવાયની કોઈ બાબતોનો તેમણે વિચાર જ કર્યો નહિ,બીજી કોઈ ભાવના માટે
તેમણે જીવનની એક ક્ષણ પણ ખર્ચી નથી-અને એ રીતે તેમનો રસ્તો ટૂંકો થઇ જાય છે.

એકાગ્રતાનો અર્થ આ છે,કે-સમરસ કરવાની શક્તિને વધારીને સમય ને ટૂંકો કરવો.
અને એ એકાગ્રતા કેવી રીતે મેળવવી? તે શીખવાનું વિજ્ઞાન છે -રાજયોગ.

જો કલ્પના કરવામાં આવે કે-આ વિશ્વ (બ્રહ્માંડ) એ "આકાશ-તત્વ" નો મહાસાગર છે,અને,
તેની અંદર પ્રાણ-શક્તિની ક્રિયાને પરિણામે-થતા કંપનની જુદીજુદી -માત્રાઓમાં રહેલા -
થર ઉપર થર બનેલાં છે.
મધ્ય-બિંદુથી દૂર આવેલાં કંપનો ધીમાં હોય છે અને તે
મધ્યબિંદુની નજીક આવતા વધુ ને વધુ વેગ-વાળાં બને છે.

આ ધીમાં,મધ્યમ  અને વેગવાળા -એમ કંપનોની કક્ષાઓમાં વિભાજીત થયેલાં થરોની કલ્પના
કરવામાં આવે તો -
અમુક લાખ માઈલ સુધી ધીમાં,અમુક લાખ માઈલ સુધીનાં મધ્યમ અને અમુક લાખ માઈલ સુધીનાં
ઉચ્ચ કક્ષા ઓનાં (એવાં વગેરે વગેરે) કંપનોના ભૂમિકા વાળાં અનેક થર છે.
તેથી એ સંભવિત છે કે-જે જીવો કંપનોની અમુક સ્થિતિવાળી ભૂમિકામાં રહે છે-તેઓમાં એક બીજાને
પિછાનવાની શક્તિ હશે.પણ તેમની ઉપરના થરના (કે ભૂમિકાના) જોવો ને તે ઓળખી(જોઈ) શકે નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE