Aug 16, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-15

જેવી રીતે,આપણે દુરબીનથી આપણી દૃષ્ટિનું ક્ષેત્ર વધારી શકીએ છીએ,તેવી રીતે,યોગ વડે આપણે આપણી જાતને બીજી ભૂમિકાના કંપનની સ્થિતિમાં લાવી શકીએ છીએ.અને એ રીતે,ત્યાં (બીજા કંપનની ભૂમિકાવાળા ક્ષેત્રમાં) શું થઇ રહ્યું છે તે જાણવા શક્તિમાન થઈએ છીએ.

ઉદાહરણ તરીકે-ધારો કે-જેમને આપણે દેખી શકતા નથી,તેવા જીવોથી એક ઓરડો ભરેલો છે,
તેઓ પ્રાણ શક્તિના કંપનની અમુક સ્થિતિ રૂપે છે અને આપણે બીજી સ્થિતિ-રૂપે છીએ.
પણ જે ઉપાદાનમાંથી તેઓ અને આપણે -રચાયેલા છીએ તે છે "પ્રાણ".
સૌ કોઈ આ પ્રાણ-શક્તિના એક જ મહાસાગરના અંશ છે.તફાવત માત્ર તેમના કંપનના પ્રમાણમાં છે.
હવે જો આપણે,આપણી જાતને એ કંપનની સ્થિતિમાં લઇ જઈ શકીએ કે જે કંપનની સ્થિતિ
જે દેખાઈ શકતા નથી તે જીવો ની છે--તો આપણે તેમને જોઈ શકીએ,પણ સાથો સાથ
આપણે અદ્રશ્ય થઇ જઈએ!!!

આ બધું,કે જે મનને કંપનની વધુ ઉચ્ચ (મનનાં અતિન્દ્રિય કંપનો) કે અમુક સ્થિતિએ પહોંચવું -વગેરે ને
યોગ-શાસ્ત્રે એક જ શબ્દમાં સમાવી લીધું છે-અને તે શબ્દ છે "સમાધિ"
આ સમાધિની નીચલી કક્ષાઓમાં -જીવો નાં દર્શન થાય છે-જયારે-
સર્વોચ્ચ સમાધિ ત્યારે કહેવાય કે-જયારે આપણે ખરી વસ્તુ (ઈશ્વર) ને દેખી શકીએ.
અને જયારે આપણે આ "જીવો"ની કક્ષા,જે ઉપાદાનમાંથી બનેલી છે તે ઉપાદાન (સત્) ને જોઈએ,
ત્યારે સર્વનું જ્ઞાન (સર્વજ્ઞતા-પૂર્ણતા) થાય.

આમ હવે સમજી શકાય છે કે-જ્યાં-ક્યાંય -કોઈ સંપ્રદાય,કે લોકોનું મંડળ-કંઈ પણ જાદુઈ,રહસ્યમય,
ગુપ્ત વિદ્યા-વાળું કે પ્રેતાવાહન વિદ્યા વાળું-શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે-
ત્યાં  તેઓ જે ખરેખર કરી રહ્યા છે તે-બીજું કશું નહિ પણ આ "યોગ-સાધના" અને પ્રાણશક્તિ પર
કાબૂ મેળવવાનો પ્રયત્ન.

જ્યાં જ્યાં "શક્તિ" નું  જરાય અસાધારણ પ્રદર્શન હોય છે,ત્યાંત્યાં આ પ્રાણ-શક્તિની જ અભિવ્યક્તિ છે.
ભૌતિક વિજ્ઞાનનો પણ આ પ્રાણાયામમાં સમાવેશ કરી શકાય.
સ્ટીમ એંજીન (વરાળ-યંત્ર) ને ગતિ આપનાર  એ વરાળ દ્વારા કાર્ય કરતી પ્રાણશક્તિ છે.
ભૌતિક વિજ્ઞાન એ બહારનાં ભૌતિક સાધનો દ્વારા વ્યક્ત થતું,પ્રાણાયામનું જ વિજ્ઞાન છે.

પ્રાણાયામનો જે વિભાગ-પ્રાણ-શક્તિના ભૌતિક પ્રકારો પર ભૌતિક સાધનો દ્વારા કાબુ મેળવવાનો
પ્રયત્ન કરે છે તે ભૌતિક વિજ્ઞાન-અને-
પ્રાણાયામનો જે વિભાગ પ્રાણ-શક્તિના માનસિક બળ-રૂપે પ્રગટ થતા પ્રકારો પર -
જે માનસિક સાધન દ્વારા કાબૂમાં મેળવવાનો પ્રયાસ કરવાનું શીખવે છે તે -રાજયોગ (રાજ યોગનું વિજ્ઞાન)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE