More Labels

Jan 6, 2015

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-17


હવે આપણે આ વસ્તુ ને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાન માંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.
પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકાર ની "ગતિ" છે.

વિશ્વમાં બીજી પણ વિવિધ પ્રકાર ની ગતિ ઓ રહેલી છે-તો તે ગતિઓ અને વીજળી માં તફાવત
એ છે કે-વીજળી (ઈલેક્ટ્રીસીટી)  ની ગતિ એ પદાર્થ ના પરમાણુઓને એક જ દિશામાં વહેતા કરે છે.
એટલે જો કલ્પના કરવામાં આવે કે-એક ઓરડામાંની હવાના સઘળા પરમાણુઓને -જો એક જ
દિશામાં વહેતા કરવામાં આવે તો-તેણે પરિણામે ઓરડો વીજળી ની એક વિરાટ બેટરી જેવો બની જાય.

શરીર વિજ્ઞાન નો એક છેલ્લો મુદ્દો -પણ અહીં જાણવો જરૂરી છે કે-
મગજ નું -જે કેન્દ્ર શ્વાસોશ્વાસ ની ક્રિયા નું નિયમન કરે છે-તે જ કેન્દ્ર -નાડી-પ્રવાહો ની વ્યવસ્થા પર-
"એક પ્રકારનો કાબૂ" ધરાવવા જેવું કાર્ય પણ કરે છે.

ઉપરની વાતો સમજી ને હવે આપણે-"પ્રાણાયામ" ક્રિયા ની સાધના કેમ કરવામાં આવે છે?  તે જોઈશું.

તાલબદ્ધ શ્વાસોશ્વાસ લેવાથી,શરીરના સઘળા પરમાણુઓમાં -એક જ દિશામાં વહેવાનું વલણ પેદા થાય છે.
અને,એવી જ રીતે,જયારે મન નું "ઈચ્છા-શક્તિ" માં રૂપાંતર થાય છે,ત્યારે,જ્ઞાનતંતુઓના પ્રવાહો પણ
વીજળીને મળતી આવતી એક પ્રકારની -એક દિશામાં વહેતી "ગતિ" માં ફેરવાય છે.
અને આમ શરીર ની સઘળી ગતિઓ સંપૂર્ણ-રીતે તાલબદ્ધ થઇ જાય છે ત્યારે -
શરીર એ જાણે કે (ઉપર બતાવ્યા મુજબ)  ઈચ્છા શક્તિ ની એક જબરદસ્ત બેટરી થઇ જાય છે.
અને યોગી જે ઈચ્છે છે તે આ પ્રચંડ "ઈચ્છા-શક્તિ" (વિલ-પાવર) છે.

પ્રાણાયામ ની ક્રિયા નો "શરીર-શાસ્ત્ર" ની દૃષ્ટિ એ -આ ખુલાસો (સમજ) છે .

શ્વાસોશ્વાસના તાલબદ્ધ પણા થી શરીર માં તાલબદ્ધ પણું આવે છે,અને શ્વસનતંત્ર ના કેન્દ્ર દ્વારા -
બીજાં કેન્દ્રોને -કાબૂમાં રાખવા માં તે મદદગાર થાય છે.
અહીં,પ્રાણાયામ નો હેતુ,-મૂળાધાર માં ગૂંચળું વાળીને પડેલી કુંડલિની નામની શક્તિ ને જગાડવાનો છે.

--આપણે આપણી આસપાસ ના અવકાશ (આકાશ) માં દૃષ્ટિ થી-જે કંઈ જોઈએ,
તે વસ્તુ ને જે અવકાશ (આકાશ) ની અંદર અનુભવવી પડે છે-તેને -સામાન્ય કે મહાકાશ કે ભૂતાકાશ કહે છે.
--યોગી જયારે બીજા મનુષ્ય ના વિચાર વાંચે કે-અતિન્દ્રિય પદાર્થો નો જ્યાં અનુભવ કરે-તેને-
"માનસિક આકાશ"  કે "ચિત્તાકાશ" કહે છે.
--અને જયારે અનુભવ -કોઈ વિષય-રહિત નો હોય અને જયારે આત્મા પોતાના "સ્વ-રૂપ" માં પ્રકાશે છે-
ત્યારે તે અવકાશ (આકાશ) ને "ચિદાકાશ" કે "જ્ઞાનાકાશ" કહે છે.

હવે, જયારે કુંડલિની જાગે છે અને સુષુમણા નાડી માં પ્રવેશ કરે છે,
ત્યારે બધા અનુભવો "ચિત્તાકાશ"  (માનસિક-આકાશ) માં થાય છે.
જયારે કુંડલિની,સુષુમણા નાડીને ઉપરના છેડે મગજમાં પહોંચે છે,
ત્યારે "પદાર્થ-રહિતતા"નો અનુભવ "ચિદાકાશ" (જ્ઞાનાકાશ) માં થાય છે.

ફરીથી,વીજળી ની ઉપમા લઈને જોઈએ તો-
મનુષ્ય વીજળી નો પ્રવાહ તારમાં થઈને જ મોકલી શકે છે,પણ,કુદરત ને પોતાને પોતાના પ્રચંડ પ્રવાહો
મોકલવા માટે કોઈ તારની જરૂર નથી.(સુષુમણા એ પોલી નાડી છે)
આથી સાબિત થાય છે કે-તારની ખરેખર કોઈ જરૂર નથી પણ તેના વગર ચલાવી શકવાની આપણી
અશક્તિ -જ -આપણને તાર વાપરવાની ફરજ પાડે છે.

જો કે-શરીરનાં સઘળાં સંવેદનો મગજ ની અંદર લઇ જવા અને તેની પ્રતિક્રિયાઓ-મગજ ની બહાર લઇ જવા,જ્ઞાન-તંતુઓના તાર ના સમૂહો -એ ઈડા અને પિંગલા નામની -બે મુખ્ય નાડીઓ છે.(સુષુમણા પોલી નાડી છે)
હવે પ્રશ્ન એ છે કે-તાર વિના (ઈડા અને પિંગલા ના) સંદેશા કે પ્રતિક્રિયાઓ મોકલી શકાય?
યોગીઓ કહે છે કે-પ્રકૃતિ માં જો આમ થતું હોય તો તે જો આપણા શરીરમાં કરી શકાય તો,
જડ-પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઇ શકાય.તો પછી આમ કરવું કેવી રીતે?

જો સંવેદન ના પ્રવાહ ને કરોડ ની મધ્યમાં આવેલી પોલી નાડી સુષુમ્ણા માં થઈને વહેતો કરી શકાય
તો આ (તાર વગર સંદેશો મોકલવાના) પ્રશ્ન નો ઉકેલ આવી જાય.
અને એમ થાય કે કરી શકાય તો-પછી-સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ  રહે નહિ.

જ્ઞાનતંતુ -રચના અને તેની જાળ-ગૂંથણી -એ આપણા "મને" (મન) બનાવી છે.અને
તેણે (મને) જ એ જાળ-ગૂંથણી ને તોડવાની છે."મન" જયારે તે જાળ-ગૂંથણીને તોડે,
ત્યારે- સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ  રહે નહિ.

અને ત્યારે જ સર્વ જ્ઞાન આવે છે,અને ત્યારે જ શરીર નું બંધન જરાયે રહેતું નથી.
આ,કારણસર-સુષુમ્ણા પર કાબુ મેળવવો -એ કેટલું બધું અગત્ય નું છે? તે સમજી શકાય છે.
યોગીઓ કહે છે કે-જો આપણે-કોઈ પણ જ્ઞાન-તંતુ ને તારનું કામ કરવા દીધા વિના-પોલી નળીમાં
(સુષુમ્ણામાં) થઈને -જો માનસિક પ્રવાહ ને વહાવી શકીએ તો -પ્રશ્નો ના ઉકેલ આવી જાય છે.
અને એમ કરી શકાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE