Aug 19, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-18

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.તેથી તેમાં થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની અંદર વહેતા કરી શકાય છે.

જયારે એક સંવેદનને મગજના જે તે કેન્દ્રમાં પહોંચાડવામાં આવે છે,ત્યારે
--"સ્વયંસંચાલિત કેન્દ્રો"માં ગતિ ઉભી થઇ ને તે પ્રત્યાઘાત કરે છે-અને ક્રિયા રૂપે તે સંદેશ પાછો મોકલે છે.
--"સભાન કેન્દ્રો" માં પ્રથમ તેને અનુભવ થાય છે -પછી ગતિ ઉત્પન્ન થઇને તે પ્રત્યાઘાત કરે છે-
  અને ક્રિયા-રૂપે સંદેશો પાછો મોકલે છે.
આમ સર્વ પ્રકારનો"અનુભવ" એ બહારથી થયેલ સંવેદનાત્મક ક્રિયાના  પ્રત્યાઘાત રૂપેની ક્રિયા છે.

તો પછી,સ્વપ્નના અનુભવો કેવી રીતે થાય છે? તે વખતે તો -બહારથી કશી ક્રિયા હોતી નથી.
એટલે શરીરમાં જ ક્યાંક "સંવેદનાત્મક-ક્રિયાઓ" ગૂંચળું વળીને પડી રહેલી હોવી જોઈએ.
ઉદાહરણ તરીકે આપણે કોઈ શહેર જોઈએ ત્યારે તેની સ્મૃતિ રહે છે અને ઘણા લાંબા કાળ પછી,
તે શહેરના નામથી એ શહેરની તે સ્મૃતિ -એ બરાબર પહેલાના અનુભવ જેવી જ ઘટના છે,
માત્ર તે થોડા ઝાંખા સ્વરૂપમાં છે.
તો આવા ઝાંખા પ્રકારનાં કંપનો જગાડનારી ક્રિયા આવે છે ક્યાંથી?

એટલું તો ચોક્કસ છે કે-શહેર નજર સામે નથી,એટલે તે સંવેદનો "પ્રાથમિક" (જયારે શહેર નજર સામે જોયું હતું ત્યારના જેવા) નહોતા (માત્ર તે સ્મૃતિ હતી) તો એટલું તો ચોક્કસ હોવું જોઈએ કે-
એ સંવેદનો ક્યાંક ગૂંચળું વાળીને પડ્યાં છે,અને તેઓ તેમની પોતાની ક્રિયા વડે ઝાંખી પ્રતિક્રિયા
પેદા કરે છે.અને જેને આપણે "સ્વપ્ન નો અનુભવ" કહીએ છીએ.

જે કેન્દ્રમાં આ બધાં અવશિષ્ટ (વધારાનાં) સંવેદનો,જાણે કે,સંઘરાઈ રહે છે-તે કેન્દ્રને મૂળાધાર
(તળિયાનું પાત્ર) કહે છે.અને
ગૂંચળું વળીને પડેલી, "ક્રિયા-શક્તિ" ને કુંડલિની" (કુંડાળું વાળીને પડેલી) કહેવામાં આવે છે.
એ ઘણું જ સંભવિત છે કે-અવશિષ્ટ (વધારાની) "ચાલક-શક્તિ" પણ એ જ કેન્દ્રમાં સંઘરાયેલી હોય !!
કારણકે ઊંડા અભ્યાસ કે બાહ્ય વિષયોના ધ્યાન બાદ શરીરના જે ભાગમાં મૂળાધાર કેન્દ્ર આવેલું છે-
તે ભાગ-કદાચ (કવચિત) ગરમ થઇ જાય છે.

આવે જો આ કુંડાળું વળીને પડી રહેલી શક્તિ (કુંડલિની) ને જગાડીને ક્રિયાશીલ કરવામાં આવે-અને તેને સમજ-પૂર્વક ઉપર સુષુમ્ણા નાડીમાં વહેતી કરવામાં આવે,તો જેમ જેમ એક પછી એક કેન્દ્ર (ચક્ર) પર
આઘાત કરે -તેમતેમ એક પ્રચંડ પ્રતિક્રિયા શરુ થઇ જાય છે.

ઉપર -આગળ જણાવ્યું તેમ-જયારે શક્તિનો એક અતિ સૂક્ષ્મ -અંશ જ્ઞાનતંતુઓમાં થઇ વહેવા લાગે
અને કેન્દ્રોમાં જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે-ત્યારે તે અનુભવ સ્વપ્ન-રૂપ કે કલ્પના-રૂપ થાય છે,

પરંતુ,જયારે લાંબા ગાળાના (કાળના) આંતરિક ધ્યાનને પરિણામે -
સંઘરાઈ રહેલ શક્તિનો વિશાળ જથ્થો,સુષુમ્ણા માર્ગ દ્વારા ઉપર ચડે છે-અને કેન્દ્રો (ચક્રો) પર આઘાત કરે છે,
ત્યારે તેનો પ્રત્યાઘાત પણ અતિ પ્રચંડ હોય છે.
(તે સ્વપ્ન કે કલ્પના-રૂપ -થયેલા પ્રત્યાઘાત કરતાં અત્યંત ઉંચા પ્રકારનો હોય છે)

ઇન્દ્રિયોથી થતા અનુભવો કરતાં પણ ઉચ્ચ અને અત્યંત તીવ્ર એવો આ "ઇન્દ્રિયાતીત-અનુભવ"-
જયારે સર્વ સંવેદનોના મુખ્ય મથક-સમા-મગજમાં પહોંચે છે-
ત્યારે આખું મગજ જાણેકે -એક પ્રત્યાઘાત કરી ઉઠે છે અને -
પરિણામે થાય છે-પ્રકાશનો સંપૂર્ણ ઝળહળાટ.-કે- આત્માનો સાક્ષાત્કાર.

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે-જેમજેમ આ કુંડલિની એક કેન્દ્રથી બીજે કેન્દ્રે (ચક્રે) ચઢતી જાય છે,
તેમ તેમ મનના એક પછી એક થરો -જાણેકે ઉઘડતા જાય છે.અને-
યોગી આ વિશ્વને સૂક્ષ્મ અને "કારણ" સ્વરૂપમાં અનુભવે છે.અને
કેવળ-ત્યારેજ-આ વિશ્વનાં "કારણો"- "સંવેદન અને પ્રતિક્રિયા રૂપે" -તેમના સાચા-સ્વરૂપમાં જણાય છે.
અને તેથી સર્વ (કારણોનું અને કાર્યોનું) જ્ઞાન થાય છે.

આમ,કુંડલિની ને જાગ્રત કરવી એ જ દિવ્ય-જ્ઞાન પ્રાપ્ત કરવાનો-કે- અતીન્દ્રિય અનુભવ મેળવવાનો-કે-
આત્માના સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે.
જેને -સાધારણ રીતે અલૌકિક શક્તિ-કે-જ્ઞાન કહેવામાં આવે છે-

તેનું પ્રાગટ્ય થયેલું જોવામાં આવે ત્યાં -કુંડલિની નો જરાતરા પ્રવાહ સુષુમ્ણા પ્રવેશેલો હોય જ છે.
આવા કિસ્સાઓમાં -મોટા ભાગના લોકોમાં અજાણ-પણે કોઈક પ્રક્રિયા હાથ આવી ગઈ હોય અને
જેનાથી કુંડલિની નો લગારેક અંશ ક્રિયાશીલ બન્યો હોય છે.(તેમણે આ કારણની ખબર હોતી નથી)

સઘળી ઉપાસનાઓ જાણ્યે કે અજાણ્યે-આ લક્ષ્યે જ લઇ જાય છે.
જે મનુષ્ય એમ ધારે કે પોતાની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે,તો તે જાણતો નથી કે-
એ પૂર્તિ -તેના પોતાના સ્વ-રૂપમાંથી જ આવે છે.એટલે કે-
પ્રાર્થનાની મનોવૃત્તિથી તે પોતાની કુંડલિનીમાં રહેલી અનંત શક્તિનો લગારેક અંશ જગાવવામાં
સફળ થયો છે.

આ કુંડલિની શક્તિને સંપૂર્ણ રીતે કેવી રીતે જગાવવી? એ માટે નું "રાજયોગ"  એ  વિજ્ઞાન છે.
કુંડલિની એ અનંત સુખની જનેતા છે.અને-
સઘળી ઉપાસનાઓનો-સઘળા આચાર-વિચારોનો-સઘળી પ્રાર્થનાઓનો-સઘળા વિધિવિધાનો નો-
અને સઘળા ચમત્કારોનો -આ બુદ્ધિ-પૂર્વકનો ખુલાસો (સમજ) છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE