Sep 7, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-31

રાજયોગ-સંક્ષિપ્તમાં
યોગ-રૂપી અગ્નિ -એ મનુષ્યના આસપાસ રહેલું પાપનું પિંજર બાળી કાઢે છે.યોગથી ચિત્ત શુદ્ધ થાય છે અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.યોગથી જ્ઞાન આવે છે અને એ જ્ઞાન -પાછું યોગીને -નિર્વાણના પંથમાં સહાય કરે છે.જે મનુષ્ય પોતામાં યોગ અને જ્ઞાન -એ બંનેનો સમન્વય કરે છે,તેના પર ઈશ્વર કૃપા કરે છે.જેઓ,દિવસમાં ઓછામાં ઓછા એકવાર-અથવા તો બે-કે-ત્રણ વાર-હંમેશા આ "મહાયોગ" (રાજયોગ) નો અભ્યાસ કરે છે-તેઓને દેવ-સમાન જ સમજવા.

યોગના બે વિભાગ છે -
(૧) અભાવ-યોગ ---કે જ્યાં પોતાના "આત્મા"નું  "શૂન્ય કે નિર્ગુણ-રૂપે" ધ્યાન કરવામાં આવે છે.
(૨) મહાયોગ--------કે જ્યાં "આત્મા" ને આનંદ-પૂર્ણ,સર્વ-દોષ-રહિત અને ઈશ્વરથી અભિન્ન જોવામાં આવે છે.

આ બંનેમાંથી -ગમે તે યોગ દ્વારા -યોગી પોતાના આત્માનો સાક્ષાત્કાર કરે છે.
પણ રાજયોગને મહાયોગ કહેવામાં આવ્યો છે-કે જેમાં યોગી પોતાને અને વિશ્વને ઈશ્વર-રૂપ જુએ છે.
જુદા જુદા યોગમાર્ગમાં રાજયોગ ને રાજમાર્ગ કહ્યો છે.અત્યારે હાલના સંજોગોમાં રાજયોગ વધુ પ્રચલિત છે.

રાજયોગ ને "અષ્ટાંગ-યોગ"  (આઠ અંગવાળો- યોગ) પણ કહે છે.
શરીર,મન.બુદ્ધિ,અહંકાર અને પ્રાણની શુદ્ધિ અને પરમાત્માની પ્રાપ્તિ માટે આઠ અંગ વાળો-  
આ યોગનો રાજમાર્ગ  (હાઈ-વે) છે.યોગના જુદા જુદા માર્ગો કોઈને કોઈ જગ્યાએ અહીં આવીને મળે છે.

પહેલાં- પાંચ અંગો- ને- બહિરંગ યોગ- કહે છે. અને
બીજા -ત્રણ-અંગો-ને -અંતરંગ યોગ -કે-સંયમ કહે છે.
૧ --યમ                   ૬ --ધારણા
૨---નિયમ               ૭--ધ્યાન
૩--આસન                ૮--સમાધિ
૪--પ્રાણાયામ
૫--પ્રત્યાહાર

૧--યમ --નો અર્થ  છે-નિગ્રહ -કે જેના પાલનથી ચિત્ત (મન) શુદ્ધ થાય છે.
          --યમ પાંચ છે.અને બધા મન,વચન અને કર્મ -ત્રણેને લાગુ પડે છે.

          ૧ --અહિંસા -કોઈ પણ પ્રાણીને કષ્ટ-દુઃખ  ના પહોંચાડવું.
          ૨  --સત્ય --સત્યનો આગ્રહ રાખવો.હકીકતને જેવી હોય તેવી જણાવવી -તે સત્ય
          ૩---અસ્તેય--ચોરી કરવી નહી -બીજાની વસ્તુની લાલચ નહી રાખવી-નિર્લોભીપણું
          ૪--બ્રહ્મચર્ય--બધી ઇન્દ્રિયો પર સંયમ-વિચાર,વાણી અને ક્રિયા-માં હંમેશા ઇન્દ્રિય સંયમ -તે-
          ૫--અપરિગ્રહ--ભોગ સામગ્રીનો ત્યાગ -સંગ્રહ ના કરવો-ગમે તે સંજોગોમાં કોઈનું દાન ના લેવું-

૨--નિયમ--એટલે નિયમિત તેવો અને વ્રતો- નિયમ -પણ પાંચ છે.
          ૧--શૌચ----------શરીર (બાહ્યિક) અને મનની (આંતરિક) પવિત્રતા
          ૨--સંતોષ ------અનુકુળ કે પ્રતિકુળ સ્થિતિમાં આનંદ માનવો
          ૩--તપ----------તન ( ઉપવાસ વગેરે) અને મન (વેદમંત્ર-જપ-વગેરે)ની સાધના
          ૪--સ્વાધ્યાય --વિચાર શુદ્ધિ માટે -જ્ઞાન માટે વિચારોનું આદાન -પ્રદાન-અને પવિત્ર ગ્રંથનો સત્સંગ
          ૫--ઈશ્વર પ્રણિધાન---સર્વ કર્મો ઈશ્વરને સોંપવા અને કોઈ પણ રીતે ઈશ્વરની ભક્તિ કરવી

૩--આસન --શરીર સ્થિર રહે અને મન સુખમાં રહે તેવું આસન
               --છાતી,ખભા અને (ડોક) માથું-સીધાં ટટ્ટાર રાખીને શરીરને મોકળું રહેવા દેવું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE