પ્રાણાયામ=પ્રાણ+આયામ
"પ્રાણ" નો અર્થ છે-શરીર ની અંદરની જીવન-શક્તિઓ અને "આયામ" નો અર્થ છે કાબૂમાં લેવી.
પ્રાણાયામ-ના-રેચક (શ્વાસને છોડવો)-પૂરક (શ્વાસ ને લેવો) અને કુંભક (શ્વાસ ને થોભાવવો) -એવા વિભાગ છે.
દરેક વખતે ॐ કે ગાયત્રી-મંત્ર -કે ઈશ્વર ના કોઈ પણ પવિત્ર નામ નો ઉચ્ચાર કરવો-તે વધુ સારું છે.
--કે જે અવસ્થા માં ઇન્દ્રિયો બાહ્ય વિષયો માંથી મુક્ત થઇ અંતર્મુખી બને છે
૬--ધારણા --ચિત્ત ને કોઈ એક જગ્યાએ (હૃદય કે લલાટ ની મધ્યમાં) સ્થિર કરવું --કેન્દ્રિત કરવું
૭--ધ્યાન --ધારણા ને સતત ચાલુ રાખી ને લંબાવવી.
મન ને એક જ જગ્યા-પૂરતા મર્યાદિત રાખવાથી-એક વિશિષ્ટ પ્રકાર ના "માનસિક-તરંગો" ઉઠે છે.અને આ તરંગો-એ બીજા કોઈ પ્રકારના તરંગોમાં સમાઈ જતા નથી,પણ ક્રમેક્રમે પ્રબળ થાય છે.એટલે
બીજા પ્રકારના તરંગો ધીમે ધીમે પાછા હટતા જઈ ને લય (નાશ) પામે છે.
ત્યાર પછી એ "વિશિષ્ટ-પ્રકારના તરંગો" જોડાઈ જઈ ને -મનમાં માત્ર તે "એક" જ તરંગ રહે છે.
આને "ધ્યાન કહેવામાં આવે છે.
૮--સમાધિ --એ ધ્યાન ની ચરમ સીમા છે.
જયારે કશા જ "આધાર" ની જરૂર ના રહે,જયારે સમગ્ર મન એક જ તરંગ-રૂપ બની ગયું હોય,
વૃત્તિઓ એકાકાર થઇ ગઈ હોય,ત્યારે તેને "સમાધિ" કહે છે.
કે જે અવસ્થામાં બાહ્ય સ્થાનો અને આંતર-કેન્દ્રો માંથી આવતી સઘળી સહાય વગર કેવળ -
"વિચાર" નો અર્થ -માત્ર જ વિદ્યમાન (હાજર) હોય છે.
--મન ને જયારે કોઈ એક જગ્યાએ (હૃદય કે-લલાટ ની મધ્યે) જો- ૧૨ સેકંડ સુધી સ્થિર કરી શકાય તો-
તે એક "ધારણા" કહેવાય છે.
--આવી ૧૨ "ધારણા" નું એક "ધ્યાન" કહેવાય છે.
--અને આવાં ૧૨ "ધ્યાન" ની એક "સમાધિ" કહેવાય છે.
જ્યાં અગ્નિ (ગરમી) હોય,બહુ જળ ભરેલું હોય,સૂકાં પાંદડાં થી છવાયેલી જમીન હોય,ઉધઈ ના રાફડા હોય,
જંગલી જાનવરો હોય,બહુ ભય હોય,ચાર રસ્તા ભેગા થતા હોય,દુષ્ટ લોકો વસતા હોય,અને ઘોંઘાટ હોય-
ત્યાં યોગસાધના કરવી નહિ.
જયારે શરીરમાં ખૂબ આળસ આવતી હોય,શરીર અસ્વસ્થ હોય,અને મન ઘણું દુઃખી કે શોકમાં હોય,
ત્યારે યોગ નો અભ્યાસ ના કરવો.
એવી જગ્યાએ જવું કે જે સારી રીતે ગુપ્ત હોય,અને જ્યાં લોકો આવી ને ખલેલ ના પહોંચાડે.
ગંદા સ્થાનો પસંદ ના કરવાં.તેના કરતાં સુંદર દૃશ્ય વાળી જગા કે પોતાના ઘરનો જે ઓરડો સુંદર હોય,
તે યોગાભ્યાસ માટે પસંદ કરવો.અને
પ્રથમ પ્રાચીન યોગીઓ,ગુરૂ,ઈશ્વર ને પ્રણામ કરી -યોગ સાધના નો આરંભ કરવો જોઈએ.
શરીર અને મન -સુખમાં રહે તેવું આસન લગાવી,ટટ્ટાર બેસી,નાકના ટેરવા પર દૃષ્ટિ ને સ્થિર કરવી.
(આ કોમન -સામાન્ય-રીત છે-બીજી ગમતી કે અનુકૂળ રીત પણ ઉપયોગમાં લઇ શકાય)
આંખની સાથે સંબંધિત,બે જ્ઞાનતંતુઓ (કે જે - આંખ જયારે નાકના ટેરવા પર સ્થિર કરવા જાય છે ત્યારે ખેંચાય છે) પર -ધીરે ધીરે કાબુ મેળવવાથી -તે મન ની પ્રતિક્રિયા ના ક્ષેત્ર કાબૂ મેળવવામાં સહાય થાય છે.
ચિત્ત ને કોઈ પણ એક જગ્યાએ (સ્થાને) ચોંટાડી ને ધ્યાન કરી શકાય છે.
દરેક ને એક જ જગ્યાએ ધ્યાન કરવું તેવી કોઈ સલાહ નથી.પણ -
કોઈ લલાટ ની મધ્યે -જ્યોતિ ની કલ્પના કરી ને ધ્યાન કરે..(આ બહુ કોમન છે)
તો કોઈ હૃદય ની અંદર અવકાશ ની કલ્પના કરી,એ અવકાશ ની મધ્યમાં એક "આત્મા-રૂપી-અગ્નિશિખા"
બળી રહી છે,એવી કલ્પના કરે છે.
અને તે "આત્મા-રૂપી-અગ્નિશિખા" ની અંદર ના ભાગમાં -એક બીજી ઝળહળતી જ્યોતિ ની કલ્પના કરી,
એ જ્યોતિ એ આત્મા નો યે આત્મા (પરમાત્મા-ઈશ્વર) છે તેવી કલ્પના કરે છે.ને તેના પર ધ્યાન કરે છે.
વળી કોઈ, મસ્તક ના શિખર પર -કેટલાક તસુ ઉંચે એક કમળ ની કલ્પના કરે છે,કે જે
કમળ ની અંદરના ભાગમાં -સુવર્ણ ના રંગનું,સર્વ-શક્તિમાન,ઇન્દ્રિયાતીત,ॐ જેનું નામ છે,એવું,
અવર્ણીનીય,ચારેકોર તેજ ના અંબર થી ઘેરાયેલું,પ્રકાશમય તત્વ-રહેલ છે એમ-ચિંતન કરીને -
તેના પર ધ્યાન કરે છે.
બ્રહ્મચર્ય,અહિંસા,દુશ્મન પ્રત્યે પણ ક્ષમા,સત્ય,ઈશ્વરમાં શ્રદ્ધા-વગેરે-જુદીજુદી વૃત્તિઓ છે.
આ બધી વૃત્તિઓમાં ભલે કોઈ સંપૂર્ણ ના હોય તો પણ ડર્યા વગર પ્રયત્ન કરવાથી,
તે બધી આપોઆપ આવે છે.
જેણે,ઈશ્વરનું "શરણ" લીધું છે અને જેનું હૃદય પવિત્ર થયું છે- તે ગમે તે ઈચ્છા લઇ ઈશ્વર પાસે જશે,
તો તેને ઈશ્વર પૂર્ણ કરે છે.માટે,જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય દ્વારા -અતિ ધીરજ,ખંત અને શ્રદ્ધા થી,
ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ.
રાજયોગ -સમાપ્ત
સ્વામી વિવેકાનંદ ના "રાજયોગ" પુસ્તક પર આધારિત.
End-Rajyog
|
Go to Yog-Sutra Of Patanajali