More Labels

Apr 3, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-128સરસ્વતી કહે છે-જેનો કોઈ દિવસ નાશ થતો નથી તેમ ઉત્પત્તિ પણ નથી,તે જ પરમ-પદ છે એમ તું સમજ.
પોતાની મેળે પ્રકાશતું તે શાંત પદ,તે મંડપ-રૂપી ઘરમાં પોતાના "ચૈતન્ય-મય-સ્વ-ભાવ" થી
"આત્મા" ના વિષે (માટે) પ્રકાશ પામે છે.

આ રીતે આરંભમાં "ઘન-રૂપ એવા તે મંડપ"ની વચ્ચે પણ "શૂન્ય-આકાશ" રહેલું છે.
તેમાં જગતની પ્રતીતિ થતી નથી.અને જે પ્રતીતિ થાય છે તે ભ્રમ-રૂપ છે.
ભ્રમ નો કોઈ પણ દ્રષ્ટા નથી તો તે ભ્રમ માં "બ્રહ્મતા" કેમ ઘટે? માટે ભ્રમની સત્તા છે જ નહિ.
અને જે (જેની સત્તા) છે તે "જન્મ-રહિત-ઉત્તમ-પદ" ની (બ્રહ્મની) છે.

વળી ભ્રમ અદૃશ્ય અને અસત્ય છે,તેથી તેને "દ્રષ્ટા અને દૃશ્ય-પણા" નો સંબંધ નથી.
આમ દ્રષ્ટા અને દૃશ્ય-પણું ન હોવાથી -કેવળ "અદ્વૈત-પણું" જ છે,
"નાશ અને ઉત્પત્તિ" રહિત જે સ્થાનક છે તે "પરમ-પદ" કહેવાય છે.અને તે,
"સ્વયં-પ્રકાશ,શાંત,આદિ" છે તેમ તું જાણ.

મંડપ-રૂપી ઘરમાં સર્વ લોકો-પોતપોતાના વ્યવહારને અનુકૂળ-એવી વ્યવસ્થાથી ચૈતન્ય-રૂપ આત્માના
વિષે (માટે) વિહાર કરે છે.પણ તેમાં જગત નો કે તુષ્ટિ નો કંઈ પણ અનુભવ થતો નથી.તેમ છતાં,
અજ્ઞાની મનુષ્ય-અહંકાર ના સાક્ષી-ભૂત ચૈતન્ય (આકાશ) ને જ "જગત-રૂપે" માને છે.(કે જે ખોટું છે)
સર્વ લોકો કંઠ થી હૃદય સુધીના ભાગમાં -(સ્વપ્ન ની જેમ) લાખો જગતનાં આકાશ ને જુએ છે.
તે જ પ્રમાણે એક અણુ માં પણ (કેળના પડની જેમ) ઘણાં જગત જોવાની સંભાવના કરે છે.
હે,શુભા,તે જગતોમાં ના જે જગતમાં આ પદ્મરાજા શબ-રૂપે રહેલ છે,તેમાં તારી આ (બીજી) લીલા
પ્રાપ્ત થઇ છે.જે સમયે આ (બીજી) લીલાદેવી મૂર્છા (મરણ) પામી ગઈ,તે જ સમયે તે પોતાના પતિ
પદ્મરાજા ના શબ પાસે જઈને ઉભી છે.

લીલા પૂછે છે -હે,દેવી,તે દેહધારી (બીજી) લીલાદેવી ત્યાં કેમ કરીને ગઈ? શોકના ભાવને ધારણ કરીને ત્યાં
કેમ કરીને રહી? પદ્મરાજા ના ઘરમાં રહેનારા મનુષ્યો તેનું કેવું રૂપ જુએ છે? તેના માટે શું કહે છે?
સરસ્વતી કહે છે કે-હે,લીલા તમે જે પ્રશ્ન  કર્યો તેનો ઉત્તર હું તમને ટૂંકમાં કહું છું.તે સાંભળ
આગળ કહ્યું તેમ આ આખો સંસાર સ્વ્પનની પેઠે ભ્રાંતિ-રૂપ છે.અને એ પ્રમાણે (નવી) લીલા,તું,હું ,
બંને રાજાઓ (પદ્મ અને વિદુરથ) અને આ જગત ની શોભા પણ સ્વપ્ન-રૂપ જ છે.

તે જગત "દૃશ્ય" કહેવાય છે,પણ સંપૂર્ણ જ્ઞાન થયા પછી તે "દ્રશ્ય" શબ્દ ના અર્થ નો ત્યાગ કરે છે.
આત્મા ની સર્વ-વ્યાપકતા ને લીધે આત્મામાં બધા સત્ય-પણા ને પામેલ છે.
અને આ સર્વ-વ્યાપકતા (સર્વાત્મપણા) થી આ રાજા અને આપણે-એક બીજા ની પ્રેરણા થી અહીં આવેલા
છીએ અને તે જ પ્રમાણે (નવી) લીલા ત્યાં રહેલી છે.તે લીલા નવ-યૌવન થી શોભી રહેલી છે.

જયારે તારા "સંકલ્પ-રૂપ" પતિ ની વાસના (મનોવૃત્તિ) તારા વિષે થઇ -ત્યારે તે વાસના-રૂપ (નવી) લીલા,
પણ "ચૈતન્ય-રૂપ-ચમત્કાર" માં તારા આકારે થઈને રહી.
પણ તારા પતિ નું મરણ થયું,એટલે તરત જ પછી તારા પતિએ તારા સંકલ્પથી તે લીલા ને પોતાની
આગળ દીઠી.
જયારે મનુષ્ય નું ચિત્ત (મન) અભ્યાસ ની દૃઢ વાસનાથી આધિભૌતિક વ્યવહાર નો અનુભવ કરે છે,
ત્યારે તે અનુભવ થી દૃશ્ય પદાર્થ -અસત્ય હોવા છતાં સાચો હોય તેવો જણાય છે.અને પછી,
જયારે વિવેક અને જ્ઞાન ના અભ્યાસથી આ આધિભૌતિક ભાવ ખોટો છે તેમ જાણવામાં આવે છે,
ત્યારે પ્રપંચમાં રહેલા દૃશ્ય-પદાર્થો પણ બધા ખોટા છે,એમ નિર્ણય થાય છે.

આ પ્રમાણે-તારા પતિએ -મરણ સમયે -પુનર્જન્મમય ભ્રમમાં વાસના-રૂપ લીલા ને સાચી જાણી અને
તારી સાથે સમાગમ થયો.આવી રીતે તારી દૃષ્ટિ માં તારો પતિ આવ્યો અને પતિ ની દૃષ્ટિમાં તું આવી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE