More Labels

Apr 2, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-127સરસ્વતી કહે છે કે-હે,સુંદરી,હું કોઈનું કંઈ પણ કરી આપતી નથી.જીવ પોતાની મેળે જ પોતાની સઘળી
"ધારણા" ઓને તરત સંપાદન કરે છે.હું બોધ-રૂપ સંવિતમાત્ર ની દેવી છું.
હું તો પ્રાણીઓનું જે ભવિષ્ય શુભ હોય તેને વરદાન થી પ્રગટ કરું છું.
પરંતુ  તેમાં ફળ ઉત્પન્ન કરવામાં તો પ્રત્યેક જીવ ની જે "ચૈતન્ય શક્તિ "છે તે જ સમર્થ છે.

જે જીવની "શક્તિ" જે રીતે ઉદય  પામે છે,તે જીવની તે "શક્તિ" તે રીતે સદા ફળ આપે છે.
તેં લાંબા કાળ સુધી મારું આરાધન કર્યું હતું,તારો સંકલ્પ તે વખતે " હું મુક્ત થાઉં તો ઠીક"  એવી ઇચ્છારૂપ હતો.તેથી મેં તને તેવા પ્રકારથી સમજાવી છે.અને જેથી મુક્તિ મળે એવી યુક્તિથી તને નિર્મળ બનાવી છે.
મેં તને લાંબા કાળ સુધી બોધ આપ્યો,
કે જેનાથી તું પોતાની "ચૈતન્ય-શક્તિ" થીજ ધારેલા નિર્મળ-પણા ને પ્રાપ્ત થઇ છે.

જે જે જીવનો જે "સંકલ્પ" લાંબા કાળ સુધી જે જે રીતે ઉદય પામે છે,તે તે જીવને તે સંકલ્પ જ  
કાળે (અમુક સમયમાં) કરીને તે રીતનું જ ફળ આપે છે.પોતાના સંકલ્પ વિના બીજું કોઈ કદી પણ ફળ
આપતું નથી.એટલા માટે હવે તારી ઈચ્છા હોય તેમ  તરત કર.

સૃષ્ટિ ની અંદર રહેલા ચૈતન્યની સત્તા-રૂપ "અંતરાત્મા" (જીવ) જે રીતે મનમાં ચિંતવે છે,અને
જે રીતે સારો કે નઠારો પ્રયત્ન કરે છે,તે પ્રમાણે જ તેનું ઉત્તર-કાળમાં ફળ થાય છે.
માટે વિચાર કર ને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને -તેની અંદર જ રહે.

(૪૬) સૈન્યનું,રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન
(૪૭) સિંધુરાજા સાથે નું યુદ્ધ અને રણભૂમિ નું વર્ણન
(૪૮) વિદુરથ અને સિંધુરાજ નો સંગ્રામ-જુદા જુદા અસ્ત્રો નું વર્ણન
(૪૯) પર્વતાસ્ત્ર,વજ્રાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્ર નું વર્ણન
(૫૦) વિદુરથ રાજાનું મરણ
(૫૧) રાજા વિનાના દેશની ભયાકુળ દશા અને પુનઃસ્વસ્થતા

પ્રકરણ ૪૬ થી ૫૧ સુધી -ઉપર મુજબ -યુદ્ધ નું વર્ણન પાન નંબર -૨૩૪ થી ૨૪૮ કરવામાં આવ્યું છે.
જેમાં તત્વજ્ઞાન ને લગતી બહુ કોઈ વાત નહોતાં અહીં લખવાનું ટાળ્યું છે.
(જિજ્ઞાસુએ તે બુકમાં વાંચવું હોય તો  મહેરબાની કરી ને અહીં ક્લિક કરવાથી તે પાન પર જઈ શકાશે)

(૫૨) વિદુરથ રાજાનું મરણ,સંસાર નું મિથ્યાપણું,લીલા નું વાસનાપણું

વશિષ્ઠ કહે છે કે-પોતાની સન્મુખ રહેલા પોતાના પતિને મૂર્છા માં રહેલો જોઈ ને
લીલા એ સરસ્વતીને કહ્યું કે-હે,દેવી,મારો પતિ દેહત્યાગ કરવા તત્પર થયો છે.

સરસ્વતી કહે છે કે-હે,લીલા,આ પ્રમાણે આખા દેશને સંભ્રમ કરનાર સંગ્રામ ઉત્પન્ન થયો અને પાછો બંધ
થયો,તો પણ વિચિત્ર રીતે આરંભાયેલા આ દેશનો કે આ પૃથ્વીનો કંઈ પણ નાશ થયો નથી.-
કેમકે "આખું જગત" સ્વપ્નાત્મક છે.
હે,નિર્દોષ,લીલા,"આખો દેશ"  તારા પતિના જીવ ના "શબાકાશ" (શબ ના આકાશ)માં,તેં પ્રથમ જોયેલા મંડપમાં,"વશિષ્ઠ" નામના બ્રાહ્મણને ઘેર -અંતઃપુર માં રહેલો છે.એટલે કે-
શબ-ગૃહ-રૂપી (શબના ઘર-રૂપી ) "જગત " "વશિષ્ઠ" બ્રાહ્મણ ના ઘેર રહેલું છે.અને તેની કૂખમાં,
આ "આખું જગત" રહેલું છે.
પહાડી ગામ-રૂપી "દેહ" ના મધ્યમાં "આકાશ-રૂપી" કોશમાં -તારા,મારા,આ બીજી લીલા અને તારા પતિથી
યુક્ત એવી આ સમુદ્ર પર્યંત ની પૃથ્વી રહેલી છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE