Apr 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-143સરસ્વતી કહે છે -કે-હે,લીલા,દેહમાં તારી જે વાસના હતી-તેવો જ તારો આકાર છે,
માટે તારું રૂપ પૂર્વના રૂપ જેવું જ પ્રગટ્યું છે.
જેમ,બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દેખે છે-
તેમ,દરેક માણસ પોતાની વાસના-અનુસાર જુએ છે.

હે,સુંદરી,તે પૂર્વ નો દેહ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂર્ણ વિહીન થયો નહોતો.એટલે,
એ વાસનાને લીધે તારું આ  આતિવાહિક શરીર ઉત્પન્ન થયું છે.
શરદ-ઋતુમાં આકાશમાં રહેલ વાદળ જેમ જોવામાં આવતાં નથી,તેમ જ્ઞાની ને આતિવાહિક શરીર
'થયા પછી આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી.આતિવાહિકપણા ને પામેલ દેહ,જળવિનાના મેઘ જેવો,
તથા સુગંધી વિનાના પુષ્પ જેવો થઇ જાય છે.આતિવાહિક "જ્ઞાન" થયા પછી દેહનું સ્મરણ રહેતું નથી.
આજે એક્ત્રીસમેં દિવસે આપણે પાછાં આવ્યા છીએ-એટલે સંકલ્પ થી આપને દૃશ્ય-રૂપ થઈએ.

વશિષ્ઠ કહે છે કે-દેવી સરસ્વતીએ ચિંતન કરી સંકલ્પ કર્યો કે"અમને બંને ને લીલા (નવી) ભલે જુએ"
એટલે બંને દૃશ્ય થયાં.અને તે મંદિરમાં પ્રકાશ થયો.રાજા પાસે બેઠેલી લીલા (નવી) તે તેજ ના પ્રકાશ થી
આકુળ થઇ જોવા લાગી અને લીલાદેવી અને સરસ્વતી દેવીને જોઈ  ગભરાઈને ઉભી થઇ,બંને ના
પગમાં પડી જઈ ને કહેવા લાગી કે-તમારો જય હો,તમે મારું કલ્યાણ કરવા અર્થે જ આવેલાં છો અને તમારા
માર્ગ ને શોધનારી હું અહીં પ્રથમ થી જ આવી છું. પછી ત્રણે યુવતીઓ એ આસન ગ્રહણ કર્યા.

સરસ્વતી લીલા (નવી) ને પૂછે છે કે-હે,પુત્રી,આ દેશમાં તું કેવી રીતે આવી?
માર્ગમાં કોઈ આશ્ચર્ય થયું હોય તો તે ક્યાં થયું? અને તેં શું જોયું?એ બધું આરંભથી મને કહે.

લીલા (નવી લીલા - મૂળે-વિદુરથ ની લીલા) કહે છે કે-હે,દેવી,વિદુરથરાજાના ગૃહ-પ્રદેશમાં મને મૂર્છા આવી ગઈ હતી,અને મૂર્છા મટી ત્યારે હું જોવા લાગી તો મેં મારો દેહ ભૂતાકાશ,ઉડતો જોયો.-તે ભૂતાકાશ માં હું
વાયુ-રૂપી રથમાં બેઠી હતી,અને તે રથમાં "ગંધ-લેખા"ની પેઠે આ મંદિરમાં આવી છું.અને મારા પતિ
વિદુરથ ને હું અહી પુષ્પ માં સૂતેલો જોઉં છું,હે દેવેશ્વરી,રણ-સંગ્રામ ના શ્રમથી તે અહીં સુખથી
સૂતા છે એમ ધરીને હું તેમણે ઊંઘમાંથી જગાડતી નથી.પછી હાલ મેં આપ બે દેવીઓ ને અહીં જોયાં.
સરસ્વતી કહે છે-હે,બંને લીલાઓ,ચાલો,હવે આપણે પુષ્પ ની શૈયા માં સૂતેલા આ રાજાને જગાડીએ.

વશિષ્ઠ કહે છે કે-સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું અને પછી પદ્મિની જેમ સુગંધ નો ત્યાગ કરે,તેમ તેણે,
પ્રથમથી રોકી રાખેલા,વિદુરથ રાજાના તે જીવ ને છોડી મુક્યો.
એટલે તે જીવ " વાયુના અદૃશ્ય આકારથી" તે રાજા (પદ્મ) ની નજીક ગયો, અને પવન જેમ પોલા વાંસમાં
પ્રવેશ કરે,તે જીવે રાજા (પદ્મ)ના  દેહમાં પ્રવેશ કર્યો.રાજાનું મુખ કમળ પ્રફુલ્લિત થયું.
અને રાજાના સર્વે અંગો ક્રમે કરીને પ્રકાશ પામવા લાગ્યા.અને ધીરેથી રાજાએ આંખો ખોલી.
અને ધીરેથી આળસ મરડી રાજા ઉભો થયો.અને મેઘ જેવી ગંભીર વાણીથી બોલ્યો-કે-"અહીં કોણ છે?"

તે સમયે પાસે રહેલી બંને લીલા એ કહ્યું કે-"આજ્ઞા કરો."રાજાએ ત્યાં સમાન આચારવાળી,સમાન આકારવાળી,સમાન રૂપવાળી,સમાન સ્થિતિવાળી,વચનવાળી,ઉદ્યોગવાળી,ઉદયવાળી અને સમાન આનંદવાળી-બે લીલાદેવીઓ ને જોઈને કહ્યું કે-તું કોણ છે?આ કોણ છે અને તે ક્યાંથી આવી છે?

એટલે પ્રથમની લીલાએ કહ્યું કે-હે,દેવ, હું જે કહું છું તે તમે સાંભળો.તમને અનુસરનારી સહધર્મિણી એવી
હું તમારી પૂર્વ ની સ્ત્રી છું અને આ બીજી લીલા છે.તે શુભ મહિલા મેં રમતથી તમારા ઉપયોગ માટે
"પ્રતિબિંબ-રૂપે" ઉત્પન્ન કરી છે.હે,દેવ રક્ષણ કરો.આ સુવર્ણ ના સિંહાસન પર બેઠેલાં છે-તે
દેવી સરસ્વતી છે.તેમને આપણા પુણ્ય ના યોગથી દર્શન દીધાં છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE