More Labels

May 1, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-147


રામ કહે છે કે-વિદુરથરાજાના ગામનાંમાણસોએ તથા સર્વ કારભારીઓએ તેના કુળનો ક્રમ
એક જ જાણ્યો-તેનું શું કારણ તે કહો.

વશિષ્ઠ કહે છે કે -જેમ થોડા વાયુ ની (લેખા) એ  મહાન (મોટા) વાયુ ને અનુસરે છે, તેમ,સામાન્ય-જ્ઞાન એ  
મુખ્ય જ્ઞાન (સંવિત-કે સત્ય જ્ઞાન) ને અનુસરે છે.આમ તે મુખ્ય જ્ઞાનને "પરસ્પર નું એક-રૂપ" અદ્રષ્ટ
(જોઈ ના શકાય તેવું) હોવાથી તેમ-તે  રાજા,પ્રજા ને કારભારીઓને એક બીજાનો અનુભવ થયો.

ત્યાં વિદુરથ ના નગરમાં રહેવાવાળા લોકોને જાણે એવું જ્ઞાન થયું કે-આ રાજા અમારા કુળમાં.અમુક-રૂપે
ઉત્પન્ન થયો છે.ચિંતામણી(રત્ન) માં થી કિરણો પ્રગટ થવાં અને તે કિરણો ને જોતાં મનુષ્યો માં -
તેમના મનોરથ અનુસાર વિચિત્ર પદાર્થો થવા-તે સર્વ ચિંતામણી નો સ્વભાવ જ છે.
તેમાં કારણ-વિચારની અપેક્ષા નથી.

રત્નમાંથી જેમ કિરણો બહાર નીકળે છે-તેમ વિદુરથ રાજા ના સંવિત (જ્ઞાન) રૂપી રત્ન માંથી,
"હું આવી રીતના કુલાચારમાં રાજા થાઉં" એવો મનોરથ થયો.
જેમ,કોઈ સ્થળે સર્વત્ર અરીસાઓ હોય તો તેમાં એકબીજામાં પ્રતિબિંબ પડે છે,
તેમ,ચૈતન્ય-રૂપી અરીસો સર્વ ઠેકાણે સામાન્ય છે અને સૃષ્ટિમાં જેટલાં જેટલાં જંતુઓ (પ્રાણીઓ) છે,
તેમનું એકબીજાનું એક-બીજામાં પ્રતિબિંબ પડે છે.

કદાપિ કહો કે-ચૈતન્ય-રૂપી અરીસામાં નિત્ય પ્રતિબિંબ હોવાથી મોક્ષમાં વિઘ્ન આવશે-
તો તેના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે-અરીસામાં ચલ પદાર્થ નું પ્રતિબિંબ ચલ જણાય છે અને
સ્થિર પદાર્થ નું પ્રતિબિંબ સ્થિર જણાય છે-
તે જ પ્રમાણે માણસ ની સંસારમાં ની "તીવ્ર વેગ-વાળી ભાવના" (ચલ) -
જયારે ચૈતન્ય-રૂપી દર્પણ માં "સ્થિર: થાય છે,ત્યારે મોક્ષ થાય છે.

જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી,બીજી નાની નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે,
તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર-સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી,સંસારિક જ્ઞાન ને જીતે છે.અને ઈશ્વરમાં મેળવી દે છે.તે જ રીતે બીજા અજ્ઞાની માણસો માં પણ જ્ઞાન ઉત્પન્ન  કરે છે.
પણ જો બે સામાન્ય (સરખા) જ્ઞાનવાન હોય તો તેમાંથી ચિત્ત-સ્વભાવ ને લીધે-
એક નો જય થાય છે અને બીજો ડૂબે છે.

આવી રીતે હજારો સર્ગ માં ઉત્પન્ન થતા,નાશ પામતા તથા વર્તમાન માં રહેલા પ્રત્યેક માણસ માં
વિચિત્રતા રહેલી છે પણ ખરેખરું જોતાં,કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી.તેમ-
કોઈ કોઈના આધારે રહેલું પણ નથી.માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે.

આ જે પ્રત્યક્ષ જોવામાં આવે છે-તે-સ્વપ્ન ની પેઠે છે.અને જાગ્રત અવસ્થામાં વિવેક-દૃષ્ટિ વિનાનું સ્વપ્ન છે.
જેવી રીતે ઝાડ,પાંદડાં,ફળ,પુષ્પ વગેરે તેના રૂપ થી જણાય છે,તેવી રીતે અંનત શક્તિમાન અને
સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે.
દેશ,કાળ,ક્રિયા તથા દ્રવ્ય-રૂપે જણાતું આ જગત એ જુદા જુદા તરંગોવાળા જળની જેમ -
શુદ્ધ ચૈતન્ય-રૂપ જ છે.અને તેમાં ઉદય અને અસ્ત રૂપ વિકાર નથી.

તે (ચૈતન્ય) અજ્ઞાન-રૂપી અંધકાર માં પ્રકાશ કરે છે,અનાદિ શુદ્ધ છે,અને આદિ-મધ્ય-અંત રહિત છે.
આકાશના કોશ માં જેમ શૂન્યતા જણાય છે,તેમ સંકલ્પ-વિકલ્પ-રૂપી મન વડે શુદ્ધ બોધ-રૂપી પરમાત્મા નો
પ્રકાશ અહંતા-મમતા-રૂપી જગતના સ્વરૂપ-રૂપે ભાસે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE