Jun 21, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-198


શુભ-લોકના આશ્રયવાળી તથા શુભ કાર્ય ને અનુસરનારી તે ઇદમ-પ્રથમતા-જાતિ ને વિચિત્ર સંસારની
વાસનાઓ ને લીધે ભોગો ભોગવે અને તે વાસનાનો ક્ષય થયા પછી દશ-પંદર જન્મ થયા પછી,
જયારે તેને મોક્ષ થાય છે-તે જાતિને “ગુણ-પીવરી” કહે છે.
પૂર્વ-કલ્પમાં કરેલાં પાપ-પુણ્ય ને લીધે સુખ-દુઃખ –આ કલ્પ માં ભોગવ્યા બાદ જેનો
સો જન્મ પછી મોક્ષ થાય છે તેને “સસત્વા” કહે છે.
પૂર્વ-કલ્પમાં કરેલા ઘણાં દુષ્કર્મોને લીધે,કોઈમાં અત્યંત મલિન-પણું હોય છે,અને પૂર્વ-કલ્પમાં કરેલા
ધર્મ-અધર્મ ને લીધે આ કલ્પમાં સુખ-દુઃખ ભોગવ્યા બાદ -
હજારો જન્મ પછી જેનો મોક્ષ થાય છે-તેને “અધમ-સસત્વા” કહે છે.
આવી –અધમ-સસત્વા જાતિને અધ્યાત્મ-જ્ઞાન ના વિમુખ હોવાને લીધે,ઘણા જન્મ થયા પછી,પણ,
જો મોક્ષમાં "સંદેહ" હોય છે ત્યારે,તેને “અત્યંત-તામસી” કહે છે.
પૂર્વ-કલ્પની વાસનાને અનુસરીને ચરિત્ર કરનારને –બે ત્રણ જન્મ થયા પછી,મનુષ્ય-જન્મ આવે છે-
ત્યારે તે સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય તેવા અને મોક્ષમાં સંદેહ થાય તેવા કર્મો કરે તેને “રાજસી” કહે છે.
રાજસ દુઃખ નો અનુભવ થાય પછી,વૈરાગ્ય થવાને લીધે,જેને જ્ઞાન થાય છે,તથા મરણ માત્રથી જ
મોક્ષને યોગ્ય થાય છે,તેવા સાત્વિક (વૈરાગ્ય ને લીધે) કર્મોને લીધે તેને “રાજસ-સાત્વિકી” કહે છે.
પણ જો આવા રાજસ-સાત્વિકી કર્મો કરે (અને વૈરાગ્ય ના થાય) તો તેને-યક્ષ-ગંધર્વ નો જન્મ મળે છે,
અને ક્રમે કરીને વૈરાગ્ય થઈને જ્ઞાન-પ્રાપ્તિ થવાથી મોક્ષ નો અધિકારી થાય તેને “રાજસ-રાજસી” કહે છે.
આવા રાજસ-રાજસીને પોતે કરેલાં તામસ કર્મો ના ફળ ભોગવવા પડે છે,અને સેંકડો જન્મ થયા
પછી મોક્ષ નો અધિકારી થાય છે તેને “રાજસ-તામસી” કહે છે.
એ રાજસ-તામસી-એવા કર્મો નો પ્રારંભ કરે કે જેનાથી તેને હજારો જન્મ સુધી મોક્ષમાં સંદેહ રહે,
ત્યારે તેને “રાજસાત્યંતતામસી” કહે છે.
એક કલ્પ-માં હજારો જન્મ ભોગવ્યા પછી,કલ્પાંતર માં જેનો મોક્ષ થાય-તેને “તામસી” કહે છે.
આ તામસી એવા કર્મો નો આરંભ કરે કે જેથી તેનો એક જ જન્મ માં મોક્ષ થાય તેને”તામસ-સત્વા” કહે છે.
(કોઈ ટીકાઓમાં ”તમો-રાજસી”  “અત્યન્તા-તામસી”અને –આ બે વધારાના ઉમેરેલા છે,કે જેનો
“રાજસ-તામસી અને “અત્યંત-તામસી” માં સમાવેશ થઇ જાય છે)
આ પ્રમાણે સર્વ જાતિ (બાર) એ બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થઇ છે.કંઈક ચલાયમાન થયેલા સમુદ્રમાંથી મોજાં ઉત્પન્ન થાય તેમ –આ સર્વ જીવ-રાશિ (જાતિઓ) બ્રહ્મમાંથી ઉત્પન્ન થઇ છે.
પરમાત્મા અજન્મા છે અને સાર ભૂત-સમૂહ ની કલ્પના તે પરમાત્મા ની જ કરેલી છે.
ઘટાકાશ (ઘડા ની અંદર રહેલું આકાશ) તથા સ્થાલીરંઘ્રાકાશ (ઘડાની અંદરના છિદ્રમાં રહેલું આકાશ)
એ જેમ આકાશનો ભાગ છે,તેવી રીતે સર્વ લોક ની કલ્પના બ્રહ્મના પદ થી જ છે.

જેમ,જળમાંથી શીતળ કણ,ઘૂમરી,મોજાં ઉત્પન્ન થાય છે,તેવી રીતે,બ્રહ્મમાંથી સર્વ દૃશ્ય-સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. જેમ,સૂર્યના તેજમાંથી મૃગજળ ઉત્પન્ન થાય છે,અને જેમ તેજમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે-અને તેમ છતાં.તે તેનાથી જુદાં નથી,તેમ,બ્રહ્મ થી ઉત્પન્ન થયેલ સર્વ પ્રાણીમાત્રનો સમુહ બ્રહ્મથી ભિન્ન નથી.
આ પ્રમાણે,જ,વિવિધ પ્રકારની પ્રાણીમાત્રની જાતિ –એ પાછી જે (બ્રહ્મ) માંથી ઉત્પન્ન થઇ હતી,  
તેમાં જ લય પામે છે. કોઈ જાતિ હજારો જન્મ ભોગવ્યા પછી તો કોઈ જાતિ થોડાક જન્મ ભોગવ્યા પછી
બ્રહ્મ માં જ લય પામે છે.
આ પ્રમાણે,અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખા ની પેઠે,વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઈચ્છા થી.
પરમાત્મા ના વ્યવહાર-વાળી,ઉપર લખેલી-પ્રાણીમાત્ર ની જાતિ આવે છે,જાય છે,પડે છે અને ઉંચે ચડે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE