Aug 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-240


આમ,વ્યવહાર ની ગતિમાં અધિષ્ઠાન ચૈતન્યની સત્તાથી જ,”પ્રતિભાસ” ને લીધે,સર્વ વસ્તુ ની સત્તા છે.
અને “સંવેદન” વિના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સર્વ પદાર્થ ની કોઈ સત્તા પણ નથી જ.

જેમ,જળમાં તરંગ અને બીજમાં વૃક્ષ –એ એક છતાં ભિન્ન-રૂપે જણાય છે,
તેમ,આ જગત,ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં, સંવેદનની સત્તાથી જ સંવેદનથી ભિન્ન-રૂપે જણાય છે.પણ,
તેનું "સત્-પણું કે અસત્-પણું" એ- સત્ નથી તેમ અસત્ પણ નથી.
સત્ય દૃષ્ટિ થી સંવેદન નું સત્-પણું એ સત્ય છે અને અસત્ય દૃષ્ટિ થી તેનું અસત્-પણું અસત્ય છે.
અવિદ્યા થી આત્મ-તત્વ સાથે સંબંધ થતો નથી,કારણકે તે બંને માં સમાન-પણું નથી.
વિષમ પદાર્થ નો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી,પણ સંબંધ (જેમકે-લાકડું અને લાખ) થયા વિના,
પરસ્પર નો અનુભવ થતો નથી.(પરસ્પર છૂટા પાડી શકાતા નથી)

વળી,સમાન વસ્તુ,બીજી સમાન વસ્તુમાં સંપૂર્ણ-પણે એકતા પામીને એકત્વ થઈને રૂપમાં વૃદ્ધિ કરે છે.
પણ,ચૈતન્ય અને જડ-એ બેમાં પોતાની વિલક્ષણતા હોવાથી,તેમની એકતા થતી નથી.
તદુપરાંત,"સર્વ ચૈતન્ય-મય છે,માટે સર્વ સ્થળે ચૈતન્ય નો જ અનુભવ થાય છે"-એવું માનીએ તો-તે
ચૈતન્ય ના અનુભવમાં “હું જાણું છું” એમ અનુભવ થવો જોઈએ નહિ.
કારણકે ચૈતન્ય તો એક જ છે તો પછી,બે ચૈતન્ય નો અનુભવ કેવી રીતે થાય?
લાકડું,પથ્થર અને માટી એ બધાં જડ-રૂપે સમાન છે,તેથી એ બધાં સાથે મળવાથી ઘર-રૂપી - જડ પદાર્થનો અનુભવ થાય છે,પણ,તેમાં ચૈતન્યનો અનુભવ થતો નથી.જયારે,
જીભ અને રસ એ બંને જળ-રૂપે સમાન હોવાથી,તેમના સમાગમથી જળ-રૂપ રસનો અનુભવ થાય છે.
વસ્તુતઃ (ખરું જોતાં) તો સર્વ અનંત-બ્રહ્મ નું સ્વ-રૂપ છે,અને તે સર્વ પ્રકાશ-મય છે.માટે,
હે,રામ,આ વિશ્વ બ્રહ્મ-મય છે તેમ તમે જાણો.
"આ જગત મિથ્યા છે"  એમ માનવું એ જ ચૈતન્ય નો ચમત્કાર છે.

તે અવિદ્યા (માયા) ના લીધે જ આ વિશ્વ એ ભ્રમ થી ભરપૂર નથી તો પણ,લાખો ભ્રમ થી ભરપૂર જણાય છે.
જયારે,મનુષ્ય ના કલ્પેલા,પુરુષો,પરસ્પર સ્ફૂરતા નથી,અને દેશ-કાળનો અટકાવ કરતા નથી.
આ જ પ્રમાણે સર્ગો વિશેની એવી જ સ્થિતિ છે.
જ્યાં સુધી ભેદ-બુદ્ધિ છે-ત્યાં સુધી સર્ગ-પણું,અહંતા વગેરે ભ્રમ નો ઉદય થાય છે.
પરમ-સત્ય નો અનુભવ થાય પછી,તેનું જ્ઞાન થયા પછી આ સર્ગ અસત્ય છે તેમ જાણવામાં આવે છે.
જયારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એટલે કે બીજા દેશમાં ગયા પહેલાં,
જડતા વિનાનું તથા જ્ઞાન-રૂપ -તેવા તે  ચિત્ત નું સ્વરૂપ થઈને તમે સર્વદા રહો.
જાગ્રત-સ્વપ્ન-અને નિંદ્રા થી રહિત તમારું જે સનાતન-ચિત્ત-વૃત્તિ થી રહિત અને અજડ-રૂપ છે-
તે રૂપ થઈને તમે સર્વદા રહો.
તમે સમાધિમાં હો કે વ્યવહાર કરતા હો-ત્યારે પથ્થરનું જે ચૈતન્ય-ઘન-રૂપ-હૃદય છે તેવા થઈને
તમે સર્વદા રહો.
કોઈ પણ મનુષ્ય કે  કોઈ પણ વસ્તુનો ઉદય થતો  નથી કે લય થતો નથી,
માટે સમાધિ કે વ્યવહાર દશામાં સ્વસ્થ પણે પરમાર્થ (પરમ-અર્થ) દ્રષ્ટિને અનુસરો.
દેહમાં,કોઈ પણ આત્મા કોઈ પણ ઈચ્છા કરતો નથી,કે દ્વેષ કરતો નથી,
માટે તમે શંકાનો ત્યાગ કરીને,સ્વસ્થ-પણે રહો અને દેહની વૃત્તિમાં પડો નહિ.
જેવી રીતે “ભવિષ્યમાં થનારા સંસારિક વ્યવહાર” માટે કોઈ પ્રવૃત્તિ  થઇ શકતી નથી,
તેવી રીતે “વર્તમાન માં થતા વ્યવહારમાં” મિથ્યાત્વદૃષ્ટિ રાખો.
અને સત્ય-સ્વ-રૂપ-બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થઇને ચિત્ત-વૃત્તિમાં રહો નહિ.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE