Aug 9, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-245-સ્થિતિ પ્રકરણ


(૧) જગત રૂપી ચિત્ર નું અવળી રીતે વર્ણન અને સાંખ્ય મત નું ખંડન
વશિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી.આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું.
હવે હું તમને મોક્ષ પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું.
મારા આગળ કહેવા પ્રમાણે આ દૃશ્ય જગત –એ “અહંતા-યુક્ત” આકાર વિનાનું,ભ્રાંતિ-માત્ર ને અસત્ છે.
વળી તે કર્તા વિનાનું,આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્ર જેવું,સ્રષ્ટા વિનાનું,અનુભવ-રૂપ,નિંદ્રા વિનાનું અને
સ્વપ્ન જેવું છે.તે ચિત્તમાં રહીને ઉદય પામેલું છે.અને અર્થ ને સાધનારું છે.
બ્રહ્મથી તે અભિન્ન નથી છતાં તે જુદા ની પેઠે રહેલું છે.તે આકાશમાંના  સૂર્ય-પ્રકાશ ની જેમ શૂન્ય છે અને
આધાર વિનાનું છે.તે અસત્ય છતાં સત્યના જેમ પ્રતીત થાય છે.તે,કલ્પિત નગરની પેઠે તે અનુભવમાં આવે છે,
છતાં તે અસત્ય છે.તેની કોઈ સ્થળે સ્થિતિ નહિ હોવાથી તે અસ્થિત છે,તે,નિસાર છે છતાં દૃઢ છે.
તે વસ્તુ વિનાનું છે છતાં સ્વપ્નની  સ્ત્રીના સમાગમની જેમ ભોગ-ક્રીડા કરનારું અને અનર્થ-રૂપ છે.
અનુભવ કરેલા મનોરાજ્ય ની પેઠે,તે સ્વરૂપ તથા ફળ થી મિથ્યા છે.અને ચિત્રમાં રહેલા કમળ ની પેઠે,
સાર તથા સુગંધ વિનાનું છે.પરમાત્મા નો થોડો વિચાર કરીએ તો પણ આ જગત સ્તંભ જેવું,અસાર અને જડ છે,અને મિથ્યા પંચમહાભૂતો વડે રચેલું છે.એમ જણાય છે.
તે નેત્ર-દોષ થી દેખાતા અંધકાર જેવું મિથ્યા અને અત્યંત રૂપ-રહિત હોવા છતાં પ્રત્યક્ષ દેખાય છે.
તે પાણીના પરપોટા ના આકાર જેવું છે,શૂન્ય છતાં અંદરથી સ્ફૂરાયમન શરીર વાળું છે.
ઝાકળની પેઠે તે વિસ્તાર પામેલું છે,અને પકડવા જતા તે હાથમાં આવતું નથી.
તે જડ-રૂપ,અવિદ્યાના સ્થાનક-રૂપ અને શૂન્ય છે અને પરમાણુ જેવું છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન મતવાદીઓ ના મત છે.
રામ કહે છે કે-બીજમાં અંકુર રહે,તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મા માં રહે છે,તથા,
પાછું તેમાંથી જ ઉદય પામે છે.-તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે-
તે મારો સંશય મટાડવા તમે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-બીજમાં અંકુર રહે તેમ,આ દૃશ્ય-જગત પ્રલયકાળમાં પરમાત્મા માં રહે છે -
તેમ જે,માનનાર છે તેનું માત્ર અજ્ઞાન-પણું જ છે.

હે રામ તમે સાંભળો, "આ જગતનો કોઈની સાથે સંબંધ નથી-
એમ માનવાથી પણ કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાય છે અને કોઈ જગ્યાએ વાસ્તવ સંબંધ દેખાતો નથી.
એટલા માટે "બીજમાં અંકુરની પેઠે,પરમાત્મા માં જગત રહેલું છે"
તેવો બોધ વિપરીત છે,અને વક્તા તથા શ્રોતાને મોહ કરનારો છે.

"બીજમાં અંકુર ની જેમ પરમાત્મામાં જગત રહે છે"-એવા પ્રકારની જે બુદ્ધિ છે,
"તે પ્રલયકાળમાં જગતની સત્યતા જણાવવા માટે છે " પણ તેવી બુદ્ધિ રાખવી તે મૂઢ-પણું છે.

તેનું હું કારણ કહું છું તે તમે સાંભળો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE