Aug 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-246


ધાન્ય-વગેરે જે બીજ જોવામાં આવે છે,તે ચિત્ત અને ઇન્દ્રિયોથી ગોચર (જોઈ શકાય તેવા) છે,
માટે તેમાંથી પાન-અંકુર ની ઉત્પત્તિ થવી ઘટે છે.પણ,

પરમાત્મા તો,પાંચ ઇન્દ્રિયો-અને છઠ્ઠા મન થી પણ અતીત છે.અણુંરૂપ છે,સ્વયંભુ છે,
તો,તેમાં જગતનું બીજ-પણું કેવી રીતે રહી શકે?
આકાશ થી પણ સૂક્ષ્મ,કોઈ પણ નામથી અપ્રાપ્ય અને "પર થી યે પર"
એવા પરમાત્મા ને બીજ-પણું કેમ અને કેવી રીતે ઘટે?

પરમાત્મા વસ્તુતઃ સત્ય છે,તો પણ અતિ સૂક્ષ્મ હોવાથી અજ્ઞાની ની દ્રષ્ટિએ અસત્-રૂપ જણાય છે.
તેને બીજપણું નથી તો અંકુર-પણું કેવી રીતે ઘટે?
જે પોતે (પરમાત્મા) પણ કોઈ વસ્તુ  નથી-તો પછી, તેમાં બીજી વસ્તુ (જગત) કેવી રીતે રહી શકે?
અને જો વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ના દેખાય?
આ પ્રમાણે આત્મા (પરમાત્મા) નું કોઈ પણ જાતનું "સ્વ-રૂપ" નથી,
માટે તેમાંથી જગત કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું?
"શૂન્ય-રૂપ ઘટાકાશ" (પરમાત્મા-રૂપ) માંથી પર્વત (જગત) ક્યાં કેવી રીતે ઉત્પન્ન થાય?

જેમ,તડકામાં છાયા રહી શકે નહિ,તેમ સત્ય પરમાત્મામાં જડ-સત્તા વાળું જગત કેમ રહી શકે?
સૂર્યમાં અંધકાર કેમ રહે?અગ્નિમાં હિમ કેમ રહે?અણુંમાં મેરુ પર્વત કેમ રહે?
નિરાકાર વસ્તુમાં સાકાર કેમ રહે?

જેમ,છાયા ને તડકાની એકતા થઇ શકતી નથી તેમ,ચૈતન્ય અને જડ-જગત ની એકતા કેમ થઈ શકે?
બીજા દેશમાં અને બીજા મનુષ્યોમાં,બુદ્ધિ-વગેરે ઇન્દ્રિયોની શક્તિ થી,
પ્રત્યક્ષ અનુમાન વગેરે બુદ્ધિના જ્ઞાન વડે,જે આ વાસ્તવિક જગત જોવામાં આવે છે,
તે વાસ્તવિક રીતે છે જ નહિ.(સર્વ પરમાત્મા-મય કે બ્રહ્મ-મય છે)
પરમાત્મા "જગત-રૂપી કાર્ય" માં “કારણ-પણા” ને પામેલા છે,એમ કહેનારા મૂઢ બુદ્ધિ વાળા છે.
જો પરમાત્મા માંથી જ જગતઉત્પન્ન  થયું
તો પછી કયા સહકારી કારણ (એક વસ્તુ ને ઉત્પન્ન કરવામાં કારણરૂપે રહેલાં બીજાં સાધન)
સહિત તે ઉદય પામ્યું? તે કહો.

માટે દુર્બુદ્ધિ વાળાઓએ કલ્પેલા “કાર્ય-કારણ-ભાવ” ને દૂર રાખો.અને,
આદિ-મધ્ય-અને અંત થી રહિત,જે “બ્રહ્મ” છે-તે જ આ જગત-રૂપે રહેલું છે તેમ તમે જાણો.

(નોંધ-અહીં "જગત-રૂપી ચિત્ર" નું "સામાન્ય પ્રસિદ્ધ ચિત્ર"થી અવળા-પણું (વૈધર્મ્ય) વર્ણવેલું છે.
અને સાંખ્ય-વગેરેના મતો નું ખંડન  કરીને બ્રહ્મ-માત્ર ની સિદ્ધિ કરેલી છે.
સાંખ્યો કહે છે-તે પ્રમાણે તેઓ પુરુષ અને પ્રકૃતિ ને જુદા પાડે છે તે દ્વૈત-વાદ છે
જયારે અહીં અદ્વૈત (એક બ્રહ્મ) સિદ્ધ કરવાનો ભાવ છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE