Aug 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-247


(૨) જગતની સ્થિતિ નું ખંડન તથા સત્ય-સ્વ-રૂપ ની સ્થિતિ નું મંડન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,.જો,પરમાત્મા માં જગત વગેરે અંકુર રહેલા હોય તો-
તે કયાં સહકારી કારણો (એક વસ્તુ ને ઉત્પન્ન કરવામાં કારણરૂપે રહેલાં બીજાં સાધન)
સહિત ઉત્પન્ન થાય છે તે તમે કહો.
માટે જ,સહકારી કારણ વિના અંકુરની ઉત્પત્તિ કહેવી તે વંધ્યા સ્ત્રીના પુત્ર જેવું છે.
હવે,જો સહકારી કારણ વિના પણ જગત ઉત્પન્ન થયું છે એમ માનતા હો ,તો,
મૂળ "કારણ" પોતે જ,“જગત ના સ્વ-ભાવ” થી "સ્થિતિ" પામેલું છે.
સર્ગ ના આરંભમાં.”બ્રહ્મ” એ નિરાકાર પણે,”સર્ગ-રૂપે” “આત્મા” (પોતાના) માં રહેલું છે.
માટે તેમાં,ઉત્પન્ન થવા યોગ્ય (જન્ય) અને ઉત્પન્ન કરનાર (જનક) નો ક્રમ કેવી રીતે હોઈ શકે?

કદાચ કોઈ એમ કહે કે-પરમાત્મામાં પૃથ્વી-વગેરે સહકારી કારણ-રૂપ રહેલાં છે,
તો પૃથ્વી,ઉત્પન્ન  થયા પહેલા જ -તે પોતે  સહકારી કારણ કેમ બની શકે?
એટલે કે (પૃથ્વી-વગેરેની) ઉત્પત્તિ થયા વિના તેમનું, સહકારી-કારણ-પણું ના ઘટે,
અને સહકારી કારણ વિના ઉત્પત્તિ ના  થઇ શકે.
“એટલા માટે સહકારી કારણ સહિત જગત પ્રલય કાળમાં “પરમ-પદ”બ્રહ્મ માં શાંત થાય છે.
અને,તેમાંથી (પરમ-પદમાંથી) પાછો તેનો (જગતનો) વિસ્તાર થાય છે”
એમ કહેવું તે બાળકના કહેવા (અજ્ઞાન) બરાબર છે,
પણ વિદ્વાન (જ્ઞાની) મનુષ્યો આમ કહેતા નથી.
હે,રામચંદ્રજી,આ જગત પ્રથમ હતું નહિ,વર્તમાન માં છે નહિ અને ભવિષ્યમાં થશે નહિ.
માત્ર,”ચેતન-આકાશ” (ચેતાનાકાશ) પરમાત્મા માં પ્રકાશ પામે છે.
જયારે જગતનો અભાવ છે-ત્યારે અખિલ જગત બ્રહ્મ નું જ સ્વ-રૂપ છે.અને તેમાં અન્યથા-પણું નથી.

કામ-કર્મ વગેરે,વાસનાનાં બીજ સહિત જો,જગતની શાંતિ થતી હોય,
તો તે તેનો અત્યંત "અભાવ" થયો કહેવાય,
પણ ચિત્ત ની શાંતિ થયા વિના કામ-કર્મ વગેરેની શાંતિ થતી નથી.
ત્યારે દ્રશ્યતા (જગત) શાંત કેવી રીતે થાય?
માટે જ -"આ દ્રશ્ય-જગતનો અત્યંત અભાવ છે" એમ માન્યા વિના –
એ અનર્થ (જગત) નો ક્ષય કરવા માટે બીજી કોઈ યુક્તિ નથી.
“આ હું છું” અને “આ હું નથી” એ લોક પ્રસિદ્ધ વ્યવહાર –એ ચિત્ર-કથા જેવો છે.
આ પર્વત,પૃથ્વી,વર્ષ,ક્ષણ,કલ્પ,જન્મ-મરણ,કલ્પ નો અંત (કલ્પાંત),સર્ગ નો આરંભ,
આકાશ વગેરે સૃષ્ટિ નો ક્રમ,કલ્પનાં લક્ષણ,કોટિ બ્રહ્માંડ,ચાલ્યા ગયેલા સર્ગો,ફરી આવેલા સર્ગો,
દેવ તથા મનુષ્યના સ્થાનક ના ભેદ,સાત દ્વીપ અને ત્રેતા કાળ ની કલ્પના-વગેરે----
અનેક પ્રકારના "ભેદો" માં  “મહા-ચૈતન્ય-રૂપી-પરમ-આકાશ” અનંત-રૂપે તેમને વીંટળાઈને રહેલું છે.
જેવી રીતે આકાશમાં વિસ્તાર પામેલા,સુર્યના પ્રકાશ વડે,પરમાણુ ના ભેદ જણાય છે,
તેવી રીતે,પ્રથમ,શાંત-રૂપે રહેલું,આ જગત,મહા-ચિત્ત પરમ-આકાશ (પરમાકાશ) માં પ્રકાશ પામે છે.
“ચૈતન્ય” પોતે પોતાની અંદર રહેલા ચમત્કારનું જે વમન કરે છે,તે જ સર્ગ-રૂપે જણાય છે.

પણ તે સર્ગ -એ રૂપ-રહિત અને નિરાધાર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE