Oct 12, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-309



(૩૭) બોધ-અકામતા-કર્મ રહિતતા થી આત્મા ની સ્વ-રૂપ સ્થિતિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આ રીતે અજ્ઞાન ની સ્થિતિ ને લીધે (આવી સ્થિતિ દરમ્યાન) ચારે બાજુ અત્યંત અસ્થિર આકારો-વાળી સંસારો ની સઘળી પંક્તિઓ પોતાના સ્વ-રૂપ-ભૂત-બ્રહ્મ માં જ ઉદય અને અસ્ત પણ પામે છે.આ સઘળું જગત વાસ્તવિક રીતે પોતાના અધિષ્ઠાન "ચૈતન્ય" માંથી જ ઉત્પન્ન થાય છે,અને પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામે છે.તેમાંથી સઘળી વસ્તુઓ એકએક થી ઉત્પન્ન થાય છે,અને એકએક થી નાશ પામે છે.

સર્વ-વ્યાપક-મહા-ચૈતન્ય માં જ જગત નો આકાર થવારૂપ જે ચલન જોવામાં આવે છે,તે વાસ્તવિક રીતે તો અચલન જ છે."કારણ-કે કાર્ય" રૂપ જે કંઈ જગત જોવામાં આવે છે,તે મહા-ચૈતન્યમાં જ જોવામાં આવે છે.
જેમ,નિરાકાર "આકાશ"માં સૂર્ય ની ગરમી ને લીધે,ઝાંઝવાની નદીઓ જોવામાં આવે છે,
તેમ,મહા-ચૈતન્ય ના "સ્વ-ભાવ" ને લીધે આ સઘળી સૃષ્ટિઓ (બ્રહ્માંડો ને જગત) જોવામાં આવે છે.
જેમ,દેહ ઘૂમતો ન હોવા છતાં,દારુ પીનાર ને તે ઘૂમતો હોય તેવો જણાય છે,
તેમ,જે મહા-ચૈતન્ય છે તે જ પોતાના "સ્વ-ભાવ" ને લીધે જગત જેવું જણાય છે.

આ જગત બ્રહ્મ ના જ વેષાંતર (વેશ બદલી ને થયેલું-પણ અંદર તો તેનું તે જ) જેવું છે,માટે તે અસત્ નથી
અને તે બાધિત થઇ  જાય છે એટલે સત્ નથી.

જેમ,સોનાના દાગીના એ સોનાથી ભિન્ન નહિ હોવાને લીધે તે સોના-રૂપ જ છે,પણ નામ-રૂપના ભેદને લીધે,
તે સોનાથી ભિન્ન જેવા જણાય છે,તેમ,સઘળું જગત બ્રહ્મ થી ભિન્ન નહિ હોવાને લીધે બ્રહ્મ-રૂપ જ છે,
પણ,કલ્પિત મન-રૂપ ના ભેદ ને લીધે તે બ્રહ્મ થી ભિન્ન હોય તેવું જણાય છે.

હે,રામ,જેમ,આ જગત બ્રહ્મ છે,તેમ,જેનાથી (જેના લીધે-કે જેના વડે) તમે શબ્દ-રૂપ-રસ-ગંધ ને જાણો છો,
તે તમારો આત્મા (જીવ) પણ બ્રહ્મ જ છે,અને તે સર્વમાં વ્યાપીને રહેલો છે.
નિર્મળ અને સર્વ-વ્યાપક પરમાત્મા (બ્રહ્મ) માં બે-પણું કે એક-પણું એવું કંઈ છે જ નહિ,માટે,
તે બ્રહ્મમાં બીજી કોઈ કલ્પનાનો અવકાશ જ નથી.

અન્ય વસ્તુઓ નું "હોવું-કે-નહિ હોવું" અને "સારી-કે-નરસી-સૃષ્ટિઓ" એ સઘળું વાસના થી જ કલ્પાય છે.
માટે તે સઘળું "માયા" માં જ છે (અથવા-આત્માથી ભિન્ન ના હોવાને લીધે આત્મામાં જ છે)
આત્માથી વધુ સારી (કે ન્યારી) કોઈ વસ્તુ જો સિદ્ધ હોય તો,તો,તેને ઉત્પન્ન કરવાની આત્માને ઈચ્છા થવાની સંભવે,પણ આત્મા થી વધુ સારી કોઈ વસ્તુ છે જ નહિ,એટલે તે આત્મા (પરમાત્મા) કઈ વસ્તુ ને ઇચ્છીને-કે-
કઈ વસ્તુનું સ્મરણ (કે કલ્પના) કરીને સૃષ્ટિ કરવા માટે દોડે? અને દોડે તો પણ શું ફળ પામે?

એટલા માટે,"આ સૃષ્ટિ (જગત) આત્માની ઇચ્છાથી થાય છે" એમ કહેવું સંભવતું જ નથી.
"આત્મા ને અમુક વસ્તુ જોઈએ છે કે અમુક વસ્તુ જોઈતી નથી"એવી રીતના કોઈ વિકલ્પો લાગુ પડતા નથી.
માટે આત્મા એ ઇચ્છાથી રહિત જ છે-એમ સિદ્ધ થાય છે.
"કરનાર-કરવાનાં સાધનો-કરવાનાં કાર્યો" એ સઘળું એક જ છે,માટે આત્માને કંઈ પણ કરવું સંભવતું નથી.
આધાર (શરીર) અને આધારમાં રહેનાર (આત્મા) પણ જુદા નથી,એટલે આત્માને ક્યાંય રહેવું પણ સંભવતું નથી.એ આત્મા 'ઈચ્છા; વગરનો છે,"તેને મોક્ષ જોઈએ છે" એમ પણ નથી,અને તેને કોઈ બંધન પણ નથી.
કારણકે,આત્મામાં બંધન-મોક્ષ ની કલ્પના જ સંભવતી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE