Nov 3, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-331


મનુષ્ય ને જે પણ ગમે -તે  (માફક આવે તે) "યુક્તિ" (કે સાધન) થી -
દ્રશ્યો (જગત) ના અનર્થ-પણાને સિદ્ધ કરનારી "બુદ્ધિ" પ્રાપ્ત કરીને,
તે બુદ્ધિ થી દ્રશ્યો (જગત) ની  નિવૃત્તિ કરી હોય,તો-તેવો નિર્મળ બુદ્ધિ-વાળો  પુરુષ,પરમ અર્થ (પરમાર્થ કે તત્વ) નો આગ્રહ વાળો હોવાને લીધે,મોહ-રૂપી સમુદ્રમાં ડૂબતો નથી."આ સઘળું જગત ખોટું (મિથ્યા) છે" એવા નિશ્ચયને લીધે,
જેને જગત-સંબંધી,કોઈ પણ વસ્તુમાં આસક્તિ હોય નહિ,
તે સર્વજ્ઞ પુરુષને ખોટી અવિદ્યા (માયા) પોતાની બાથમાં લઇ શકતી નથી.

આ જગતમાં "રુચિ અને અરુચિ" એ બંને ને છોડી દઈને જેની બુદ્ધિ "હું અને સઘળું જગત એક જ છે"
એવા વિચારમાં રહે છે,તે પુરુષ મોહ-રૂપી સમુદ્રમાં ડૂબતો નથી.
માટે હે,રામ, "કાર્યોમાં અને કારણોમાં વ્યાપ્ત થઈને રહેલું જે સત્તા-માત્ર પદ (બ્રહ્મ) છે તે હું જ છું"
એમ બુદ્ધિથી નિશ્ચય-પૂર્વક સમજીને તમે બહારનાં તથા અંદરનાં-દ્રશ્યો (જગત કે પદાર્થો)ને -
તમે ત્યજો પણ નહિ (તેની ઉપેક્ષા કરી શકાય) અને ગ્રહણ પર કરો નહિ.(તેનાથી અનાસક્ત રહી શકાય)

હે,રામ,તમે સઘળાં કામો (કર્મો) કરવા છતાં,પણ અત્યંત વૈરાગ્ય-વાળા,સ્વસ્થ,સઘળા નિવાસો થી રહિત,
અને આકાશની જેમ નિર્લેપ (અનાસકત) રહો.
જે વિદ્વાન ને પ્રવૃત્તિ કરવા છતાં પણ પ્રવૃત્તિ પ્રત્યે અનાસક્ત  રહીને,
કોઈ વધુ,પ્રવૃત્તિ ની ઈચ્છા પણ ના કરે  અને પ્રવૃત્તિ ની અનિચ્છા પણ ના કરે,
તેની બુદ્ધિ કોઈ વિષયો થી લેપાતી (આસક્ત થતી) નથી (જેમ કમળ-પત્ર જળ થી લેપાતું નથી તેમ)
હે,રામ, તમે આત્મ-જ્ઞાન સંપાદન કરીને આસક્તિથી રહિત થઇ જાઓ,પછી તમારાં-પાતળાં થઇ ગયેલાં
'મન અને ઇંદ્રિયો' ભલે પોતાની ક્રિયાઓ કરે અથવા ના કરે -તો તેની કોઈ ચિંતા કરવી નહિ.

"આ મારું છે-આ મારું છે"
એમ કરીને વિષયોમાં દોડતા તમારા મિથ્યા-ભૂત મન ને તમે મૂર્ખ થઈને વિષયોમાં ડુબાડો  નહિ,
તો-પછી ભલે ને તે મન દૃશ્ય (જગત) નું દર્શન-વગેરે ક્રિયાઓ કરે કે ના કરે (તેની ચિંતા કરવી નહિ)
હે,રામ,જયારે આ વિષયોની શોભા તમારા હૃદયમાં તમને પોતાને રુચશે નહિ,ત્યારે તમે,
"જાણવાનું જાણી ચુકેલા અને સંસાર-રૂપી સમુદ્ર ને તરી ગયેલા -જીવનમુક્ત" જેવા થશો.
તમને જયારે વિષયો ની રુચિ રહેશે નહિ,
ત્યારે તમે સમાધિ કરો કે ન કરો,તો પણ તમને અનાયાસે મુક્તિ પ્રાપ્ત થયા વગર રહેશે નહિ.

હે,રામ,જેમ,પુષ્પ માંથી સુગંધ ને છૂટી પાડવામાં આવે તેમ,જીવનમુક્ત નું પદ પામવાને માટે,
તમારા વિવેકી મનને,"ઉત્તમ વિચારો" થી વાસનાના સમૂહોમાંથી જુદું પાડો.
"વાસનાઓ-રૂપી-જળ" થી ભરેલા આ "સંસાર-રૂપી-સમુદ્ર"માં જેઓ "વિચાર-રૂપી-વહાણ" માં ચડે છે-
તેઓ તરી જાય છે-અને બીજા લોકો ડૂબી જાય છે.(એટલે કે ઉત્તમ વિચાર થી વાસના-મુક્ત થઇ શકાય છે)

વિવેક -વૈરાગ્ય -વગેરે સાધનો થી તીક્ષ્ણ કરેલી અને
સુખ-દુઃખ સહન કરવામાં ધીરજ-વાળી બુદ્ધિ થી તમે
આત્મા ના તત્વ નો સારી રીતે "વિચાર" કરો.અને પછી પોતાના "સ્વ-રૂપ" માં પ્રવેશ કરો.

હે,રામ,તત્વ ને જાણનારા ને જ્ઞાનથી સંપન્ન ચિત્ત વાળા વિદ્વાન પુરુષો જેમ વિચાર કરે છે -
તેમ વિચાર કરવો યોગ્ય છે,પણ મૂઢ પુરુષો ની જેમ વિચાર  કરવો યોગ્ય નથી.
નિરંતર તૃપ્ત રહેનારા,અને મહાન બુદ્ધિવાળા,મહાત્માઓએ જીવનમુક્ત પુરુષો ના આચારો ને અનુસરવું જોઈએ,પણ ભોગો ભોગવવાની લંપટતા ધરાવનારા બીજા પામરો ના આચારો ને અનુસરવું જોઈએ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE