More Labels

Jan 12, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-387

જે પુરુષના હ્રદય-રૂપી-દરમાં તૃષ્ણા-રૂપી કાળોતરી નાગણ ન રહી હોય,
તે પુરુષ નો જ પ્રાણવાયુ (પ્રાણ) સ્વસ્થ રહે છે.નહિતર-તે-તૃષ્ણા-રૂપી હિંસક ભીલડી,એ સર્વે લોકોને દોરાઓથી બાંધેલ પક્ષીઓની જેમ ભ્રમણ કરાવે છે,વીંખી નાખે છે,અને અંતે ઘણું કરીને (મોટા ભાગે) મારી નાખે છે.
તે તૃષ્ણા-રૂપી-કુહાડા ની ધાર જ્ઞાન-રૂપી-વૃક્ષ નાં વિવેક-રૂપી મૂળો ને કાપી નાખે છે,અને મૂઢ મનુષ્ય તે તૃષ્ણા ને અનુસરીને નરક-રૂપી-ઊંડા-ખાડામાં પડે છે.

વૃદ્ધિ પામેલી જરાવસ્થા (વૃદ્ધાવસ્થા) પણ આંખને એવી આંધળી કરતી નથી-
જેવી,તૃષ્ણા-રૂપી ચુડેલ ક્ષણ માત્રમાં આંધળી કરી નાખે છે.
મન-રૂપી-માળામાં રહેલ તૃષ્ણા-રૂપી-ઘુવડ પક્ષીણી-ના-માથે ચડી બેસવા-રૂપ અપશુકન થવાથી જ,
ભગવાન વિષ્ણુ ને પણ વામન-પણું પ્રાપ્ત થયું હતું અને તેમને ભીખ માગવી પડી હતી.
હૃદયમાં ગૂંથાઈ ગયેલી-સ્વર્ગ-લોકનાં સુખ ભોગવવાની તૃષ્ણા ને લીધે
સૂર્ય પણ જાણે દોરડાથી બંધાઈને આકાશમાં નિત્ય ભ્રમણ કર્યા કરે છે.

તેથી સઘળાં દુઃખો ને આપનાર આકાર-વાળી અને લોકો ના જીવન ને છેડી નાખનારી,
તે તૃષ્ણા-રૂપી-નાગણને દૂર જ મૂકી દેવી જોઈએ.
વાયુઓ પણ તૃષ્ણા થી વાય છે,પર્વતો તૃષ્ણા થી સ્થિર બની રહે છે,અને
આ ધરતી પણ તૃષ્ણાથી જ પ્રાણીઓને ધારણ કરીને રહી છે.આમ સઘળું તૃષ્ણા થી જ ટકી રહ્યું છે.
તૃષ્ણા-રૂપી-ચામડા ની દોર ના બંધનમાંથી કોઈ છૂટી શકતું નથી.

આથી હે,રામ,તમે એ "સંકલ્પો ને ત્યજી-દેવા રૂપ ઉપાય"  થી તૃષ્ણા ને ત્યજી દો.કારણકે-
સંકલ્પ વિના મન હોતું નથી અને મન વિના તૃષ્ણા હોતી નથી.એવો યુક્તિ-પૂર્વક નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રથમ તો તમે "દેહ હું છું" એવા અભિમાન નો મનમાં સંકલ્પ જ કરો નહિ.કારણકે-
તે સંકલ્પ જ સઘળી અજ્ઞાન-મય દુષ્ટ તૃષ્ણાઓનું મૂળ છે.
દેહમાં "હું છું" એ "ભાવના" સઘળાં દુઃખોને ઉત્પન્ન કરનારી છે માટે તમે તે ભાવના કરો નહિ,
તો તમે તત્વવેત્તાઓ માં ગણાશો.
તે ભાવના અતિ અપવિત્ર છે,અને તેને તમે ત્યાગ-રૂપી-છરીથી કાપી નાખો.
અને સંસાર ની નિવૃત્તિ (ઉપશમ) ની ભૂમિકા માં સઘળી રીતે નિર્ભયપણા થી રહો.

(૧૬) વાસના-ક્ષય ના "ધ્યેય" અને જ્ઞેય" એ બે ભેદ અને જીવનમુક્ત તથા વિદેહમુક્ત નું લક્ષણ

રામ કહે છે કે-હે,ભગવન,આપ મને કહો છો કે-તમે અહંકાર  અને તૃષ્ણા ને ત્યજી દો.
તો આપનું એ વચન સ્વભાવિક રીતે ગંભીર લાગે છે.
જો અહંકાર ના હોય તો શરીર જીવતું રહેવાનો સંભવ જ નથી.
જેમ મૂળમાં બાંધેલ ઓટલો ઝાડ ને ધારણ કરી રાખે છે-તેમ,અહંકાર જ દેહને ધારણ કરી રાખે છે.
જેમ કરવત થી મૂળ કપાઈ જાય તો મોટાં વૃક્ષો પણ નાશ પામે છે
તેમ,અહંકાર નો વિનાશ થાય તો દેહ પણ અવશ્ય વિનાશ પામે.
તો, હે,મુનિ,તો પછી મારે આ અહંકાર ને કેવી રીતે છોડવો?
અને છોડ્યા પછી હું કેવી રીતે જીવું? એ વિષય નું આપ નિશ્ચય-પૂર્વક મારી પાસે નિરૂપણ કરો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE