Jul 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-564

દેશ અને કાળના ક્રમનો ઉદય થાય છે,ત્યારે જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે છે (સુર્યમાંથી કિરણો નીકળે છે) તેમ, ચકચકિત થયેલા એ બ્રહ્મ-રૂપ-ચૈતન્યમાંથી જીવો-રૂપ-ચૈતન્ય નીકળે છે.

જેમ સમુદ્ર એ તરંગોના ભંડાર-રૂપ છે તેમ,બ્રહ્મ અનંત જીવોના ભંડાર-રૂપ છે.બહારના તથા અંદરના પદાર્થો સહિત આ સઘળું બ્રહ્મમાં જ છે.
કેમ કે-જગતની સત્તા -એ બ્રહ્મની સત્તાને આધીન છે.

જેમ ઘડાનો નાશ થતાં,ઘડાકાશ નો (ઘડાની અંદર રહેલા આકાશનો) નાશ થતો નથી,
તેમ,ઉપાધિઓનો વિનાશ થતાં,બ્રહ્મ નો વિનાશ  થતો જ નથી.બ્રહ્મ સર્વદા અવિનાશી જ છે.
જેમ,લોઢાના ચલનમાં લોહચુંબક -એ અકર્તા જ છે-તો પણ તેનું કર્તા-પણું કહેવામાં આવે છે,
તેમ,જગતની ઉત્પત્તિ-વગેરેમાં બ્રહ્મ અકર્તા હોવા છતાં તેનું કર્તા-પણું કહેવામાં આવે છે.

જેમ,લોઢું,જડ હોવા છતાં,લોહચુંબકના સાનિધ્ય-માત્રથી ચલાયમાન થાય છે-
તેમ,આ દેહ,જડ હોવા છતાં આત્મા (ચૈતન્ય) ની  સત્તાથી ક્રિયાઓ કરે છે.

આકાશ કરતાં પણ અધિક નિરાકારપણા વાળા,અને જગતના મુખ્ય-બીજ-રૂપ -એ બ્રહ્મ-તત્વમાં,
આ "જગત"-જળના તરંગો ની જાળ-પેઠે-
પૂર્વ-પૂર્વની અનેક વાસનાઓથી થયેલી-ઉત્તરોત્તર કલ્પનાથી રહેલું છે-
એ "તત્વ" જાણવામાં આવતાં-(ચૈતન્ય સિવાય) બીજું કંઈ પણ પ્રતીતિ થતું નથી.

(૧૦) સ્થાવર જીવનું વર્ણન અને મોક્ષ-પ્રાપ્તિના ઉપાયનું નિરૂપણ

વસિષ્ઠ કહે છે કે-આ પ્રમાણે છે એટલે સ્થાવર-જંગમ કંઈ પણ થાય છે-અને કંઈ થયું પણ નથી.
પરંતુ કેવળ તુચ્છ જ છે-એમ સમજો.
દેહમાં અને બાહ્ય-ભોગોમાં "અહંતા-મમતા-રૂપ"  જે "સંબંધ" કહેવામાં આવે છે-તે વિષે વિચાર કરતાં-
જેમ,દોરડામાં સર્પની ઉલટી બુદ્ધિ થવાથી -સર્પને લેવા જતાં સર્પ હાથ આવતો જ નથી,
તેમ તે- "અહંતા-મમતા-રૂપ" "સંબંધ" હાથ આવતો જ નથી.

નહિ જણાયેલો આત્મા જ "જગત-રૂપ-ભ્રાંતિ-પણા"ને પામેલો છે,
પણ જો તે આત્માને જાણવામાં આવે-તો જે જગત છે-તે આત્મા-રૂપ જ થઇ જાય છે.
કે જે આત્મા સઘળાં "દૃશ્યો ની મર્યાદા"ની છેલ્લી સીમા-રૂપ છે.
જે ચૈતન્ય છે તે જ -દૃશ્યો-રૂપ-કલ્પિત મેલના સંબંધની અવિદ્યા કહેવાય છે.
પણ જો -બાધ દ્વારા તેને સઘળી ઉપાધિઓથી રહિત જોવામાં આવે તો-
તે વાસ્તવિક રીતે સર્વ દ્રશ્યોથી (અવિદ્યાથી) રહિત જ થઇ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE