Aug 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-585

કોઈ એક સૃષ્ટિમાં બ્રાહ્મણો,મદિરા પાન કરતા હતા,શુદ્રો,દેવોની નિંદા કરતા હતા,
અને જે સ્ત્રીઓ ઘણા પતિઓ કરે તે સ્ત્રીઓ જ સતી કહેવાતી હતી-તેનું પણ મને સ્મરણ છે.કોઈ એક સૃષ્ટિમાં મહાસાગરો મુદ્દલે હતા નહિ અને માણસો પણ સ્ત્રી-પુરુષોના સંગ વિના પોતાની મેળે જ ઉત્પન્ન  થતા હતા-તેનું પણ મને સ્મરણ છે.

કોઈ એક સૃષ્ટિમાં પૃથ્વી-સૂર્ય કે ચંદ્ર નહોતો અને દેવતાઓ તથા મનુષ્યો આકાશમાં જ રહેતા હતા- તેનું મને સ્મરણ છે.કોઈ સૃષ્ટિમાં ઇન્દ્ર  પણ નહોતો,રાજાઓ નહોતા,ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ એવા કોઈ વિભાગો નહોતા,અને સઘળી દિશાઓ ચારે બાજુ અંધકારથી ભરપૂર હતી-તેનું પણ મને સ્મરણ છે.

સૃષ્ટિના પ્રારંભને માટે,પ્રજાપતિનો જે સંકલ્પ થયો,
તેથી ત્રૈલોક્યમાં દ્વીપ આદિ જુદા જુદા પ્રદેશોના વિભાગો થયેલા.તે પછી,
જંબુ-દ્વીપ કે જે સહુથી નોખો હતો તેમાં પ્રવેશ કરીને બ્રાહ્મણ આદિ વર્ણોની-ધર્મોની  વ્યવસ્થા-કરવામાં આવી, ચંદ્ર-સૂર્ય આદિનો જન્મ થયો,ઇન્દ્ર (સ્વર્ગ નો રાજા) વગેરે દેવો તથા દાનવોની વ્યવસ્થા થઇ.

જયારે,હિરણ્યાક્ષે (દાનવે) પૃથ્વીનું હરણ કર્યું-ત્યારે-વરાહ (વિષ્ણુ-દેવ) પૃથ્વીને પાતાળમાંથી બહાર લાવ્યા
આમ,દેવો-દાનવો તથા મનુષ્યો વગેરે જાતિઓમાં રાજાઓની કલ્પના થઇ તે-
વિષ્ણુએ,મત્સ્યાવતાર (વગેરે અવતાર) ધારણ કર્યા તે, વેદોને પાછા લાવ્યા તે-
મંદરાચલ ઉખેડવામાં આવ્યો તે-વગેરે વૃતાંતો તો હમણાં થોડા કાળમાં જ થયા છે-
તેથી તમારા જેવાને પણ તેનું સ્મરણ હશે,માટે તે વિષે હું વધારે ભાર દઈને શું કહું?

કોઈ એક કાળ-માં વિષ્ણુ-બ્રહ્માનો અધિકાર ચલાવતા હતા,બ્રહ્મા,રૂદ્રનો અધિકાર ચલાવતા હતા,અને
રુદ્ર,વિષ્ણુનો અધિકાર ચલાવતા હતા,તે પણ લાંબા જીવનને આધારે મારા જોવામાં આવ્યું છે.

(૨૨) એક પછી એક-એમ અનેક સૃષ્ટિઓ થયા કરે છે-તેનું વર્ણન

ભુશુંડ કહે છે કે-હે મહામુનિ વસિષ્ઠ,જગતમાં પાછળથી ઉત્પન્ન થયેલા આપ અને બીજા મુનિઓ -વગેરેની
ઉત્પત્તિઓને થોડો ક જ કાળ વીત્યો છે,તથા કેટલાએકની ઉત્પત્તિ ને કંઇક વધારે કાળ થયો છે,
તેઓના સ્મરણનું તો શું જ કહેવું?
મે કે જે બ્રહ્માનો પુત્ર છો,તેમના આઠ જન્મોનું મને બરાબર સ્મરણ છે,આ આઠમાં જન્મમાં તમે મને મળ્યા છો.તમે કોઈ સમયે આકાશમાંથી,કોઈ સમયે જળમાંથી,કોઈ સમયે વાયુમાંથી,
કોઈ સમયે પર્વતમાંથી,કોઈ સમયે અગ્નિમાંથી-પણ જન્મ્યા હતા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE