Sep 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-621

હે વસિષ્ઠ મુનિ,માયા-રૂપ કલંક-વાળું,એ બ્રહ્મ-ચૈતન્ય,ગંધર્વ-નગર જેવા આ સંસારને-
તે માયાનો વિચાર નહિ કરવાથી ઉત્પન્ન કરે છે અને માયાનો વિચાર કરીને તેને નષ્ટ કરે છે.
જો ચિત્ત-આદિ ના હોય તો-દેહ ભીંત ની જેમ મૂંગો રહે છે.પણ ચિત્ત-આદિ હોવાને લીધે જ
દેહ આકાશમાં ફેંકાયેલા પથ્થરોની જે, ચેષ્ટાઓ કરે છે.પણ,
જેમ ચુંબક નજીક હોવાને લીધે જ અત્યંત જડ લોઢું-ચેષ્ટા કરે છે-
તેમ,જીવ સર્વ-વ્યાપક બ્રહ્મના સામીપ્યથી જ-સર્વ વ્યાપારો કરે છે.

જેમ,અરીસો કેવળ દ્રવ્ય (પ્રવાહી) નું જ નહિ પણ,રૂપા-આદિ પદાર્થોનું જ પ્રતિબિંબ ગ્રહણ કરે છે,
તેમ લિંગ-શરીરે  ગ્રહણ કરેલું બ્રહ્મ પોતે,દ્રવ્ય ન હોવા છતાં,પણ તેના પ્રતિબિંબ થી જ આ જીવ સ્ફુરે છે.
જેમ,બ્રાહ્મણ,એ મોહથી પોતાના સ્વભાવને ભૂલી જવાને લીધે શુદ્ર-પણાને પ્રાપ્ત થાય છે,
તેમ,આ જીવ પોતાના બ્રહ્મ-સ્વ-ભાવ ભૂલી જવાને લીધે,જડ-પણાને પ્રાપ્ત થયો છે.

જેમ,હરિશ્ચંદ્ર-આદિ મહાત્માઓ પણ,મોહથી ચિત્ત ભ્રમિત થવાને લીધે દીન-પણાને પ્રાપ્ત થયા હતા,
તેમ, જીવ પોતાના બ્રહ્મ-સ્વ-ભાવને ભૂલી જવાથી મલિન-પણા આદિ-ને પ્રાપ્ત થયેલ છે.
જેમ તરંગોની પંક્તિ-એ જળને ગતિ આપે છે,
તેમ,પ્રાણના એક-પણાને પામીને,જડ તથા પરવશ થયેલો જીવ દેહાદિક ને ગતિ આપે છે.
જેમ,શઢ-રૂપ-ઉપાધિને પરવશ થયેલો,વાયુ,વહાણમાં રહેલા પથ્થરો ને ગતિ આપે છે,
તેમ,લિંગ શરીર-રૂપ-ઉપાધિને પરવશ થયેલો અને તેથી દીન ક્રિયાઓ કરનાર-એવો - બનેલો,
મન-શક્તિ-વાળો જીવ,દેહો-રૂપી-યંત્રો ને ગતિ આપે છે.

હે વસિષ્ઠ મુનિ,પરમાત્માએ શરીર રૂપી ગાડાને ખેંચવા માટે,મન અને પ્રાણ-રૂપી બે બળ (શક્તિ) બનાવેલા છે.ચૈતન્ય-એ- જડ-જીવ- બની મન-રૂપી રથમાં બેઠેલું છે,જે રથ ને પ્રાણ-રૂપી,ઘોડાઓ ખેંચે છે.

તે જીવ-જાગૃતિ અને સ્વપ્નમાં-અનેક પદાર્થોને પકડે છે,અને અવિદ્યા-રૂપ અંધકારમાં પડ્યો રહે છે,
તેમ છતાં,પણ,જેમ તરંગ જળ-પણા ને છોડતું નથી,તેમ પોતાના વાસ્તવિક-પણા (ચૈતન્ય) ને છોડતો નથી.
એ જીવ-ચૈતન્ય જ વ્યવહારિક તથા પ્રતિભાસિક-પદાર્થો-રૂપે ચારે બાજુ ઉદય પામે છે.
જેમ,દીવો હોવાથી ઘર પ્રકાશ-વાળું રહે છે,
તેમ,જીવ પોતાના સ્વ-રૂપ-ભૂત પરમ ચૈતન્યનો હોવાથી જ,વૃત્તિઓમાં સ્ફુરે છે,જીવન-વાળો રહે છે,

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE