Nov 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-658

(૪૪) જ્ઞાનની દૃઢતા ના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,રાગ (આસક્તિ) વગેરેથી રહિત ઇન્દ્રિયોની સાથે ચાલુ વિષયોમાં જ રહેનારા,પણ ભૂત-ભવિષ્યનું ચિંતન નહિ કરનારા અને કર્તા-પણા-ના અભિમાન વગરના-મન-થી તમે જે કરો -તે કર્યું ના જ કહેવાય.


કોઈ પણ  વસ્તુ જયારે મળે છે-ત્યારે તે વસ્તુ મળતાં જ (તરત જ) જેવો સંતોષ આપે છે-
તેવો સંતોષ તે પછી (તે સમય ગયા પછી) આપતી નથી-તેવો અનુભવ કોને નથી થયો?
પ્રત્યેક વસ્તુ લાભના સમયમાં જેવો સંતોષ આપે છે-તેવો સંતોષ બીજા સમયમાં આપતી નથી,
એટલા માટે ક્ષણિક-સુખ આપનારી વસ્તુમાં -મૂર્ખ જ રાગ (આસક્તિ) બાંધે,જ્ઞાની નહિ.

લાભના સમયમાં સંતોષ થાય છે-તેનું કારણ-"ઈચ્છાની સમાપ્તિ થઇ" એ જ છે,
સંતોષ પછી અસંતોષ તો છે જ-એટલા માટે વાંછના ને છોડી દો.
કોઈ સમયે કાળના ફેરફારના લીધે-તમને કોઈ વસ્તુની ઈચ્છા થાય,
તો પણ તમારે,અહંભાવ-રૂપી કાદવમાં ડૂબવું નહિ.

હે રામચંદ્રજી,આત્મ-જ્ઞાન-રૂપી પર્વતના શિખર પર તમને શાંતિ મળી છે-
તો હવે,અહંભાવ-રૂપી મોટા ખાડામાં પડવું જોઈએ નહિ.જેને પોતાના અખંડ-સ્વ-રૂપનું સ્મરણ થયું હોય-
અને બ્રહ્મવેત્તા-પણા-રૂપ-મેરુ પર્વતના-શિખર પર જેની સ્થિતિ થઇ હોય-
તેને માતાના ગર્ભાશય જેવા અહંભાવ-રૂપી-પાતાળમાં પડવું (ફરી જન્મ લેવું) સંભવે જ નહિ.

તમારો સ્વભાવ,સમતા-મય અને આત્મ-મય જોવામાં આવે છે-તે ઉપરથી ધારું છું કે-
તમારા વિકલ્પો ક્ષીણ થઇ ગયા છે અને અવિદ્યા હણાઈ ગઈ છે.
સૌમ્ય તથા પૂર્ણ-સમુદ્ર જેવી તમારી નિર્મળ સમતા "તમે સ્વરૂપમાં સ્થિતિ પામ્યા છો" એમ મને જણાવે છે.
તમે આસક્તિ-રહિત થઈને જીવો,નિરતિશય આનંદના લાભને લીધે-તમારી આશા-એ નિરાશા બનો,
અને વિષયોની ભાવના-અભાવને પ્રાપ્ત થાઓ.

તમે જે જે વસ્તુઓને દેખો,તે તે વસ્તુઓમાં,પરિપૂર્ણ-ચૈતન્યઘન-પર-બ્રહ્મ,સત્તા-સામાન્ય-રૂપથી રહેલું છે-
એમ સમજો.જો તમને સ્વ-રૂપનું અજ્ઞાન હોય તો -તમે બંધાયા છો અને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો બંધાયા નથી.એટલા માટે મનનાદિ-દૃઢતાથી તમે પોતે જ પોતાના આત્માને જાણો.
ભોગનું સુખ પ્રિય લાગે-ન લાગે,અને પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલું દુઃખ પણ પ્રિય લાગે-ન લાગે-
એવી આકાશના જેવી કોમળ  જે "સમતા"  છે-તે જ વાસના-રહિત-પણું છે એમ સમજો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE