Nov 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-666

જગતમાં દેખાતા સર્વ સ્થૂળ પદાર્થો પાંચ મહાભૂત (આકાશ-વાયુ-તેજ-જળ-પૃથ્વી) ના પંચીકરણથી બનેલા છે,
એટલે જે આ અપંચીકૃત ભૂતો (પંચીકરણ પહેલાના) છે-તે જ ચિત્ત છે,અને જે ચિત્ત છે-તે જ બ્રહ્મ છે.
આ રીતે,ક્રમથી સ્થૂળ પદાર્થોનો ક્રમેક્રમે (તેના પાછળનો) વિચાર કરતાં અંતે જે રૂપ બાકી રહે છે-તે બ્રહ્મ છે.

જેમ,સૂક્ષ્મ-પણામાં,પદાર્થનું જે મૂળ તત્વ હોય છે-તે,મૂળ-તત્વ,
તે પદાર્થના સ્થૂળ-પણામાં વધારે સ્પષ્ટ રીતે દેખાય છે,
તેમ,જગત-ચિત્ત-રૂપ-સૂક્ષ્મ-પણામાં,જે બ્રહ્મ-મૂળ-તત્વ છે,
તે વિદ્વાનો ને તે (જગત)ના સ્થૂળ-પણામાં વધારે સ્પષ્ટ રીતે  દેખાય છે.

જેમ,પરમાણુ-રૂપે રહેલી રસ-શક્તિ,સ્થૂળ જળમાં સ્પષ્ટ જણાય છે,
તેમ,અતિ-સૂક્ષ્મ-બ્રહ્મ-શક્તિ,સ્થૂળ જગતમાં અતિ સ્પષ્ટ જણાય છે.
જેમ,રસ-શક્તિ,એક જ હોવા છતાં,અનેક પ્રકારે (ખડ-છોડ-લતા-વગેરે) થી ઉદય પામે છે,
તેમ,બ્રહ્મ-પણું એક જ હોવા છતાં જગત-સંબંધી પદાર્થો-રૂપે અનેક પ્રકારથી ઉદય પામે છે.
શબ્દ-આદિ-ગુણોમાં અતિ સૂક્ષ્મ-પણા-વાળી બ્રહ્મ-સત્તા એક જ છે.

જેમ,મોરના ઇંડાના રસમાં વિચિત્ર પીંછાઓનો સમૂહ છે,તેમ,મૂળ-તત્વ-બ્રહ્મમાં આ સઘળું જગત છે.
જેમ ઇંડાનો રસ અને મોર-ભેદ દૃષ્ટિથી જુદા છે-પણ વિચાર દૃષ્ટિથી જોતાં એક જ છે,
તેમ જગત અને બ્રહ્મ ભેદ-દૃષ્ટિથી જુદા છે-પણ વિચાર-દૃષ્ટિથી એક જ છે.

બ્રહ્મની "અદ્વૈત-સત્તા" પારમાર્થિક છે,તો જગત-રૂપ બ્રહ્મની "દ્વૈત-સત્તા" પ્રાતિભાસિક છે.
જો બ્રહ્મ અને જગતની સત્તા સરખી હોય તો વિરોધ આવે છે,પણ,
બ્રહ્મની પારમાર્થિક અને પ્રાતિભાસિક સત્તાને -સરખી-માનવાથી કશો વિરોધ આવતો નથી.
"કાર્યો તથા કારણો" નું જે મૂળ તત્વ છે તે "ભાવ-રૂપ" છે,અને જે ભાવ છે તે બ્રહ્મ-રૂપ સમજો.

જેમ ઇંડા ના રસમાં મોર લીન છે-તેમ,ચૈતન્ય,જગતમાં લીન છે એમ વિચારો.અનેક પ્રકારના પદાર્થોના ભ્રમ-રૂપી-પીંછાઓથી પૂર્ણ-આદિ-ચૈતન્ય-રૂપ-ઇંડાનો રસ જગત-રૂપી મોર ને ઉત્પન્ન કરે છે!!
માટે જગત-રૂપી-મોર નું જે રૂપ છે -તે કંઈ જ નથી.(મિથ્યા છે) પણ,ચૈતન્ય-રૂપ-ઇંડાના રસ-નું જ રૂપ છે.
જેમ,મોર,વાસ્તવિક રીતે ઇંડાના રસની સત્તાથી ભિન્ન સત્તા-વાળો નથી,
તેમ જગત,વાસ્તવિક રીતે બ્રહ્મની સત્તાથી ભિન્ન સત્તા-વાળું નથી,
માટે જગતનો અને બ્રહ્મનો ભેદ સંભવે જ કેમ?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE