Dec 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-683

આત્મા મર્યાદા (માપ) થી રહિત છે,સર્વદા એક-રૂપ છે,આકાશથી પણ સુક્ષ્મ છે,
અને સર્વ-વ્યાપક છે.માટે તેનું,શું-શાથી અને શી રીતે નાશ પામે?
એ અવ્યક્ત અને આદિ-મધ્ય-અંતથી રહિત આત્માનું અવલોકન કરો.
મર્યાદાઓથી રહિત અને નિર્દોષ જે આત્મ-ચૈતન્ય છે-તે જ તમે છો.
તમે અજન્મા છો,નિત્ય  છો અને દોષો-રૂપી રોગોથી રહિત છો.

(૫૩) અહંકાર અને સંગ ના ત્યાગ વિષે

શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે (કહેશે) કે-તમે જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ-આદિ છ વિકારોથી રહિત છો,નિત્ય છો.
અને સઘળાં પ્રાણીઓના આત્મા છો,માટે "હું હણનાર છું"એવા અભિમાન-રૂપી મેલને બિલકુલ છોડી દો.
જે પુરુષને,ક્રોધ-વગેરે થતાં "હું અમુકને મારું છું" એવો અહંકાર થાય નહિ,
અને જેની બુદ્ધિ, ક્રોધ કર્યા પછી પણ,હર્ષ કે શોકથી લેપાય નહિ,
તે પુરુષ સઘળાં પ્રાણીઓને મારી નાખે તો પણ-કોઈને મારતો નથી અને
તેથી થતા પાપ-રૂપી ફળથી બંધાતો નથી-કેમ કે આત્મા નિત્ય છે.તેથી તેનો વધ થવો સંભવિત નથી.
અને,દેહાદિક પદાર્થો મિથ્યાભૂત જ છે,તેથી તેઓનો વધ થવો પણ સંભવતો નથી.

દેહાદિક ના એક-પણાની ભ્રાન્તિને લીધે જ,દેહાદિકના ધર્મ-રૂપ,હણનારપણા વગેરેનો આત્મામાં પ્રતિભાસ થાય છે,એટલા માટે "આ દેહાદિકહું છું અને આ સંબંધીઓ વગેરે મારાં જ છે" એવા ભ્રમજનક વિચારોને છોડી દો.
"હું મારું છું અને તેથી થતાં પાપોથી દુઃખી થવાનો છું" એવી ભ્રાન્તિને લીધે જ પરવશ થઈને,
તમે સુખ-દુઃખોથી પરિતાપ પામો છો.

અહંકારથી મૂઢ બનેલો પુરુષ,આત્માના અંશ સમાન, અને સત્વાદિક ગુણોના વિકાર-રૂપ દેહનાં,
ઇન્દ્રિયો-આદિથી,પોતપોતાના વિભાગ પ્રમાણે કરાતાં કર્મોને "હું કરું છું" એમ માની લે છે.
પણ,મન-આદિ ઇન્દ્રિયો,સંકલ્પ-વગેરે પોતપોતાનાં કામો માં લાગે,તો પણ "એમાંનો હું કોઈ નથી"
એમ મહાત્માઓનો નિશ્ચય હોય છે,તમે પણ આવો નિશ્ચય રાખો,એટલે શોક કરવું પડે એવું કશું રહેશે નહિ.

જે કામ,ઘણા જણાએ મળીને કર્યું હોય-તે કામમાં તેમાંનો એક જણ જો અભિમાનથી થયેલા દુઃખથી શોક ધરે,
તો તેની મશ્કરી થાય,તો પછી તેઓથી બહારનો,કોઈ જણ તે કામનો શોક ધરે,તો તેની પણ મશ્કરી જ થાય ને?
મુમુક્ષુ પુરુષો,ફળની આસક્તિ છોડી દઈને,કેવળ ચિત્ત-શુદ્ધિને માટે જ કાયા,મન,ઇન્દ્રિયો અને બુદ્ધિથી કર્મ કરે છે,એટલે તેઓને તે કર્મ ચિત્ત-શુદ્ધિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ મેળવી,પરમ પુરુષાર્થ અપાવે છે.

જેઓના દેહને,અહંતા-રૂપી-ઝેરનું-ચૂર્ણ મારી નાખતું નથી (ભોગમાં લંપટ કરતુ નથી)
તેઓ,રાગ-આદિ રોગોથી રહિત હોવાને લીધે,લૌકિક કે વૈદિક કર્મ કરતા હોય અને સહજ પ્રાપ્ત થયેલાં,
તે કર્મોના ફળ ભોગવતા હોય,તો પણ કશું કરતા નથી અને ભોગવતા પણ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE