Jan 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-728

જેમાં એવી એવી હજારો "શાખા"ઓ છે-એવું અને નજરે પડે નહિ એવું અને-
અનંત શાખાઓના સમુદાય-વાળું,એક મોટું "વૃક્ષ" (ગંધ તન્માત્રા) છે.
જે અનંત વૃક્ષોના સમુદાય જેમાં આવેલા છે-તેવું અત્યંત મોટું "વન" (રસ-તન્માત્રા) છે.
જેમાં અનંત વનો છે-એવો સર્વત્ર ભૂરા આકારનો એક મોટો "પર્વત" (રૂપ-તન્માત્રા) છે.
જેમાં અનંત પર્વતો છે એવો અને મોટી મોટી કોતરો વાળો વિશાલ "દેશ" (સ્પર્શ-તન્માત્રા) છે.
જેમાં અનંત દેશો છે એવો અને એક નદીઓથી ભરપૂર મોટો "દ્વીપ" (શબ્દ-તન્માત્રા) છે.

જેમાં અનંત દ્વીપો છે એવું અને વિચિત્ર રચનાઓ વાળું એક મોટું પૃથ્વીનું "પીઠ" (હિરણ્યગર્ભ) છે.
જેમાં એવા હજારો પીઠો છે,એવું અને ભારે આડંબરવાળું એક અતિ વિશાલ "ભુવન" છે.
(ભૂત-ભવિષ્ય અને અનંત હિરણ્યગર્ભો-વાળી તન્માત્રાઓનો સમૂહ)
જેમાં એવાં હજારો ભુવનો છે-એવું આકાશના પીઠના જેવું એક મોટું "અંડ" છે.(કલ્પોના કાળોમો સમૂહ)

જેમાં એવાં હજારો અંડો-જે કરંડિયામાં  છે-એવો એક ગતિ વિનાનો ઘણા જળ-વાળો "સમુદ્ર" છે (મહા-બ્રહ્મા)
જેમાં એવા લાખો સમુદ્ર,નાના તરંગ જેવડા લાગે,એવો વિલાસોથી ભરપૂર "મહા-સાગર" છે (મહા-વિષ્ણુ)
જેમાં,એવા હજારો મહાસાગર સમાઈ ગયા છે એવો  ભરપૂર આકાર-વાળો કોઈ "પુરુષ" છે.(મહા-રુદ્ર)
જેમાં એવા લાખો પુરુષ સમાયેલા છે,એવો સઘળી સત્તાઓમાં પ્રધાન "પરમ-પુરુષ" છે (શબલ-બ્રહ્મ)
એવા હજારો મહા-પુરુષ,જેના મંડળમાં રૂવાંટાના સમુહોની પેઠે સ્ફુરે છે,એવો એક "સૂર્ય" છે (પરમાત્મા)

આત્મ-દ્રષ્ટિ વગરની બીજી દ્રષ્ટિઓમાં જે કોઈ આ અસંખ્ય કલ્પનાઓ છે-એ સઘળી તે "સૂર્યના કિરણો" છે.
એ સૂર્યનાં (પરમાત્માના) કિરણોમાં (કલ્પનાઓમાં)  બ્રહ્માંડો ત્રસરેણુંઓ-રૂપ છે.
તે ચૈતન્ય-રૂપી સૂર્ય,આ સઘળા દ્વૈતનો પ્રકાશ કરે છે.જ્ઞાન-માત્ર સ્વ-રૂપ-વાળો અને સર્વને સત્તા તથા પ્રેરણા
આપનારો એ જ પરમ-સૂર્ય (પરમાત્મા) છે,તેનાં કિરણોમાં આ સઘળા બ્રહ્માંડોના દેખાવો ત્રસરેણુંઓ-રૂપ છે.
જેમ,સૂર્યની પ્રભાથી આ "દિવસો"ની લક્ષ્મીઓ થાય છે અને પ્રકાશે છે,
તેમ એ જ્ઞાન-માત્ર પરમ-સૂર્ય (પરમાત્મા)ની સત્તાથી આ "જગત"ની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે.

હે વેતાલ,શબલ-બ્રહ્મ-રૂપ,ત્રૈલોક્ય-પ્રકાશક-સૂર્યના વાસ્તવિક તત્વ-રૂપ ,જગતોની સત્તાના અને
કર્તૃત્વ તથા ભોક્તૃત્વ -આદિ અનેક ભ્રમોના અનેક દેખાવો થયા કરે છે.
એ સઘળા દેખાવો પરમાર્થ દ્રષ્ટિથી જોતાં જરા પણ નથી,
માટે તું પ્રશ્નોઓ કરવાની પંચાત કરવી છોડી દઈ ચુપ બેસી રહે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE