Mar 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-761

(૮૩) કિરાટની કથા
વસિષ્ઠ કહે છે કે-શિખીધ્વજ રાજાની રાણી ચૂડાલાએ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાણાયામ-આદિ યોગનો દૃઢ અભ્યાસ કરીને અણિમાદિ-સિદ્ધિઓનું ઐશ્વર્ય મેળવ્યું.મોહની નિવૃત્તિ થઇ જવાને લીધે,અને તાપોનો નાશ થઇ જવાથી,ગંગાના જેવી નિર્મળ અને શીતળ એ ચૂડાલાએ,આકાશ-માર્ગ વડે ગમન કરવા માંડ્યું.જે રાણી પોતાના પતિના ચિત્તમાંથી (અને પતિથી) એક ક્ષણમાત્ર દુર થતી નહોતી,તે જ રાણી,હવે યોગ-સામર્થ્યથી,લક્ષ્મીની જેમ રાજ્યોમાં અને જગતમાં ફરતી હતી.
એ ચૂડાલાએ,પોતાના પતિને આત્મ-જ્ઞાન-રૂપ-અમૃતનો લાભ થવા માટે ઘણી વાર બોધ કર્યો,
પરંતુ રાજાને તેથીં કશું થયું નહિ.(તેની કોઈ અસર થઇ નહિ)
જેમ,બાળક વિદ્યાના ખરા સ્વરૂપને સમજી શકે નહિ,તેમ ઉપર જણાવ્યા મુજબ,યોગ-ઐશ્વર્ય-આદિ ગુણો-વાળી ચૂડાલાનું ખરું સ્વરૂપ,આટલા સમય સુધી શિખીધ્વજ રાજાના સમજવામાં આવ્યું નહિ.
તે તો માત્ર એટલું જ સમજતો હતો કે-મારી રાણી અનેક કળાઓમાં કુશળ છે અને રમણીય છે.


રામ કહે છે કે-હે મહારાજ,ચૂડાલા રાણી મહા સિદ્ધ અને પૂર્ણ યોગાભ્યાસ વળી હતી,છતાં તેના યત્નથી પણ
રાજાને બોધ થયો નહિ,તો પછી બીજાઓને તો બોધ શી રીતે થાય?


વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,(ગુરુનો) ઉપદેશનો જે ક્રમ બાંધવામાં આવ્યો છે-તે શાસ્ત્રમાં કહેલી મર્યાદાને
પાળવા માટે છે.બાકી શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ જ્ઞાન મેળવવામાં મુખ્ય કારણ-રૂપ છે.
કેવળ શાસ્ત્રથી કે કેવળ પુણ્યથી જ -પોતાનું ખરું તત્વ જણાતું (સમજાતું) નથી,
પરંતુ,નિદિધ્યાસન વડે,(સ્વ-નો) સાક્ષાત્કાર થવાથી,પોતે જ પોતાના સ્વ-રૂપને ઓળખી શકે છે.

રામ કહે છે કે-હે મહારાજ,જેમ આપ કહો છો-તેમ જ હોય તો,આ જગતની મર્યાદામાં ગુરુ-ઉપદેશને પણ આત્મ-જ્ઞાનમાં કારણ-રૂપ બતાવ્યા છે-તે કેમ અને ક્યારે ઉપકારક છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE