Mar 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-776

થોડાક જ દિવસોમાં એ હાથી વનમાં ફરતાં ફરતાં એ ખાઈમાં જઈને પડ્યો.અને હજુ પણ એ ખાઈમાં દુઃખ વડે પોતાના દહાડા કાઢે છે.જો એ હાથીએ પોતાની પાસે પડેલા મહાવતને તે વખતે જ મારી નાખ્યો હોત તો,પોતાને ફરીવાર ખાઈમાં પડી જઈને,જે દુઃખ સહેવું પડ્યું,તે દુઃખ સહેવું પડત નહિ.
જે પુરુષ અજ્ઞાનના લીધે,વર્તમાન કાળના પુરુષ-પ્રયત્નના ક્રમ વડે ભવિષ્યકાળને સુધારતો નથી,એટલે કે,ભવિષ્યમાં પોતાને,પાછું દુઃખ આવી ના પડે,એવો વિચાર આગળથી જ નથી રાખતો,તે આ હાથીની જેમ દુઃખી થાય છે. "હું સાંકળોરૂપી બેડીમાંથી છતો થયો છું" એમ સમજી હાથી પ્રસન્ન થઈને દુર જતો રહ્યો હતો,
પણ,પાછો તે જ મહાવતના બંધનમાં સપડાઈ ગયો,કેમ કે,અજ્ઞાન સર્વત્ર બંધન-કારક જ છે.

હે શિખીધ્વજ રાજા,આત્મા પોતે સદા બંધ વગરનો અને મુક્ત જ છે,છતાં હું બંધાયેલો છું" એવું જે મનમાં આવવું તે અજ્ઞાન છે અને તે જ બંધનકારક છે.માટે આ પાશમાંથી છૂટવા સારું,
" ત્રણેય લોક આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા છે અને સઘળું આત્મમય જ છે " તેમ સમજો.
બાકી અજ્ઞાની પુરુષને તો આત્મા જ (પોતે જ) બધા દુઃખ-રૂપી બીજો ઉગવાનું ક્ષેત્ર થાય છે.

(૯૦) મૂર્ખના આખ્યાનનું તાત્પર્ય

હે દેવપુત્ર,ચિંતામણિ સાધનારની,અને વિન્ધ્યાચલના હાથીના બંધન આદિની કથાના સમુહથી,આપે મને જે સૂચના આપી તે,ફરીથી મને સ્પષ્ટ રીતે સમજાવો.
ચૂડાલા કહે છે કે-હે રાજા,શાસ્ત્રોના અર્થમાં કુશળ પણ તત્વજ્ઞાનને ના જાણનાર,એવો મેં જે ચિંતામણિ સાધનાર કહ્યો છે-તે તમે પોતે જ છો.તમે શાસ્ત્રનો પરિચય કરેલો છે,પરંતુ,જેમ જળમાં રહેલા પથ્થરને તેના અંદરના ભાગમાં જળની કંઈ અસર થતી નથી,તેમ તમે પણ તત્વજ્ઞાનમાં વિશ્રામ પામ્યા નથી.
હે શિખીધ્વજ રાજા,મેં જે ચિંતામણિ કહ્યો છે,તે સર્વ-ત્યાગ (સર્વને છોડી દેવું-તે) છે તેમ સમજો,
તે સર્વ-ત્યાગ (ચિંતામણિ) વડે સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે અને શુદ્ધ બુદ્ધિથી તમે તેને (ચિંતામણિને) સાધવાનો પ્રયત્ન કર્યો.

હે રાજા,શુદ્ધ સર્વ-ત્યાગ વડે બધું સિદ્ધ કરી શકાય છે.સર્વનો ત્યાગ કરવો એ જ ખરું (આત્યંતિક) કામ છે.
બાકી તેથી વધારે ચિંતામણિથી વધુ કશું થઇ શકે તેવું નથી.
તમામ ઐશ્વર્યોને તુચ્છ કરનારો અને જ્ઞાન-રૂપી નિરતિશય આત્માનંદને આપનારો-એ સર્વ-ત્યાગ,
તમે તે સાધનમાં માંડ્યા રહ્યા એટલે તમને સિદ્ધ થયો.તમે સ્ત્રી,બંધાવો,રાજ્ય-વગેરેનો ત્યાગ કર્યો
અને પોતાના દેશથી દૂર રહેલી આ ઝૂંપડીમાં શાંતિ માટે આવીને વસ્યા છો.

પણ,તમે બધું ત્યાગ કર્યા છતાં,માત્ર એક અહંકારનો ત્યાગ કરવાનો બાકી રાખ્યો છે.જો હૃદયમાંથી,મનની કલ્પનાવાળો અહંકાર છોડી દેવામાં આવે તો આ જગત પરમ આનંદ વડે પરિપૂર્ણ લાગે છે.
પરંતુ તમે બધું છોડી દેવાથી અને "હું બધું છોડનાર ત્યાગી છું" એવો અહંકાર (મનમાં બાકી) રાખવાથી,
(તે અહંકારનો) "ત્યાગ કરવો-કે-ત્યાગ ન કરવો"
એમ બે વિકલ્પોથી,આકાશ જેમ વાદળાંથી વીંટળાય,તેમ વીંટાયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE