Aug 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-902

પરમ મોક્ષ-રૂપ-પરબ્રહ્મ,એ તે વિરાટ-પુરુષ (બ્રહ્મા)ના ખરા સાર-રૂપ-પરમ-તત્વ છે.
ચંદ્ર-મંડળ જ શરીર(અને કર્મ)-રૂપી-વૃક્ષ નું મૂળ છે અને વિવિધ પ્રકારના "ભાવો" થવાની જન્મ-ભૂમિ-રૂપ અને અન્ન-આદિ પોષણ આપવાથી થનારા 'આનંદ'ના કારણ-રૂપ પણ છે.
ચંદ્ર-મંડળ જ અન્ન-આદિ દ્વારા સર્વ-સમષ્ટિ પ્રાણને ધારણ કરનાર હોવાથી,વિરાટ-પુરુષમાં "જીવ-રૂપ" છે.
અને અન્નમય એવા વ્યષ્ટિ-દેહ (વ્યક્તિગત કે પ્રત્યેક દેહ)ના બીજ-રૂપ છે.

તે (ચંદ્ર-મંડળ-રૂપી વિરાટ સમષ્ટિ-જીવ) પ્રાણની સત્તા વડે થનારાં સર્વ 'કર્મો'ના મૂળ-રૂપે છે અને
વ્યષ્ટિ (પ્રત્યેક) મનનું કારણ પણ છે.એ વિરાટ-જીવમાંથી જ ત્રણે લોકમાં જીવો,કર્મો,મન,ભોગ.મોક્ષ વગેરે
સર્વ વિસ્તાર પામે છે.વિષ્ણુ-મહેશ-આદિ દેવતાઓ,તે ચંદ્ર-મંડળ-રૂપી વિરાટ જીવના 'સંકલ્પ-રૂપ' છે.
પક્ષીઓ.પ્રાણીઓ.મનુષ્યો,દૈત્યો-વગેરે સર્વ પણ એ વિરાટ-જીવના ચિત્તના ચમત્કારો જ છે.
ચંદ્ર-મંડળમાં સાક્ષી-પણાથી પોતાને અમૃત-કળા-રૂપે અનુભવ કરનાર,
એ વિરાટ જીવ,એક જાતનો ચેતન-તત્વનો વિવર્ત જ છે.

એ વિરાટનો દેહ,એક નહિ થયેલાં (અપંચીકૃત) પંચમહાભૂતો-રૂપી-અવયવ-વાળો છે,અને જાગ્રત-અવસ્થા-રૂપે સર્વના અનુભવમાં આવે છે.જયારે ચંદ્રની કળાઓ ઔષધિઓમાં પ્રવેશ કરે છે,ત્યારે તે જ દ્વારા,
આ વિરાટના જીવ-રૂપ-ચંદ્રમંડળમાંથી,સર્વ જીવો,પ્રાણીઓના જીવનના સાધન-રૂપ અન્નોમાં પ્રવેશ કરે છે.
અને તે જ અન્નો,જીવ-વાળા-પ્રાણીઓના દેહમાં,જીવ-રૂપ-ઉપાધિનો આશ્રય કરી,જીવનના સાધન-રૂપ થાય છે.
પછી એ જીવો,સૂક્ષ્મ-ભાવ-વડે મન-રૂપ થઇ જઈ ચેષ્ટા (કર્મ) કરે છે,કે જે કર્મ,જન્મના કારણ-રૂપ થાય છે.

આ રીતે અનેક વિરાટો અને અનેક કલ્પો ચાલ્યા ગયા છે અને હજી પણ થવાના છે.
બ્રહ્મથી અભેદ-ભાવે રહેલ,અને અનંત સમષ્ટિ તથા અનંત વ્યષ્ટિના દેહોના સંબંધ-વાળી,અધિષ્ઠાન-સત્તા વડે જ,
તેના વિવર્ત-રૂપે થઇ રહેલ,એ વિરાટ-પુરુષ,ઉપર જણાવ્યા મુજબ,સર્વ દેશમાં -સર્વ કાળમાં,
માયાના સંબંધથી સબળ રહે છે.

(૨૦) વ્યષ્ટિ-સમષ્ટિ વિચાર

વસિષ્ઠ કહે છે કે-(અપંચીકૃત) પંચમહાભૂત-રૂપે થઇ રહેલ એ 'વિરાટ-પુરુષ' (બ્રહ્મા) જેવી રીતે જેની કલ્પના
(કે સત્ય-સંકલ્પ) કરે છે,તેવી રીતે (જાણે ચિદાકાશ,જ તે રૂપ)  થઇ ગયેલ હોય તેમ જણાય છે.
જગતમાં,જે કંઈ ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે,તે સર્વ,વિરાટ-પુરુષના સંકલ્પ-રૂપ છે,એમ કહેવાય છે,
કેમ કે,'બ્રહ્મ' એ વિરાટની અંદરનું ચેતન-તત્વ છે.

પોતાની (વિરાટની) પૂર્વકાળની ઉપાસના વડે,ઉત્પન્ન થયેલી વાસનાના યોગથી,સૃષ્ટિના આરંભ-કાળમાં
(તે બ્રહ્મ) 'વિરાટ-રૂપ' થઇ જાય છે.આમ,તે વિરાટ-પુરુષ,પોતાની પ્રથમની ઉપાસનાના ફળ-રૂપે,
પંચમહાભૂતાત્મક એવી 'વિષય-સમષ્ટિ'ના ભોગમાં તત્પર થઈને રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE