Dec 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1025


વસ્તુતઃ તો તે (ચિદ-સત્તા) પોતાના સ્વરૂપમાં જ યથાસ્થિત-પણે રહેલ છે છતાં તે દૃષ્ટા-દૃશ્ય-રૂપે પણ થઇ
રહેલ હોય એવી જણાય છે.તે પોતે શૂન્ય અને અતિ નિરાકાર છે,છતાં પોતાના સૂક્ષ્મ-સ્વરૂપને
અણુ (જીવ)રૂપે દેખે છે,ત્યારે કેમ જાણે દૃશ્ય-દૃષ્ટા-રૂપે પોતે ઉદય પામતી હોય તેમ તે દ્વૈતભાવને ધારણ કરી લે છે.
એ દૃષ્ટા જયારે પોતાના પ્રકાશમય સ્વરૂપને "માયાના બળ (શક્તિ)થી" અણુરૂપ અને
પરિચ્છિન્ન (જુદી કે પરિણામ-વાળી) દેખે છે,ત્યારે ભાવનાના પ્રભાવથી જેમ બીજ અંકુરપણાને પ્રાપ્ત થાય છે,
તેમ ક્રમે કરી પોતાના સ્વરૂપને વિશાળ દેખે છે.ત્યારે તેની અંદર દેશ-કાળ-ક્રિયા-દૃષ્ટા-દર્શન-દૃશ્ય-આદિ જુદેજુદે-રૂપે
હોય છે,છતાં તે વખતે વાણી-આદિની 'અભિવ્યક્તિ' ના હોવાથી તેમના 'નામની કલ્પના' હોતી નથી.

જે પ્રદેશમાં એ સૂક્ષ્મ-ચિદાત્માનું ભાન થાય છે-તેને 'દેશ' કહેવામાં આવે છે.
જયારે (જે સમયે) તેનું ભાન થાય થાય છે,તેને 'કાળ' કહેવામાં આવે છે,
અને જેનું ભાન (અનુભવ) થાય છે તેને 'ક્રિયા' કહેવામાં આવે છે.
જે કંઈ ગુણ-ક્રિયા (કલ્પનાના આધારે) અનુભવમાં આવે છે,તેને 'દૃશ્ય' કહેવામાં આવે છે.
જે તેનો (દૃશ્યનો) પ્રત્યક્ષ અનુભવ કરનાર (જોનાર) છે -તે 'દૃષ્ટા' કહેવાય છે,
અને,તે દૃષ્ટાને દૃશ્યનો અનુભવ કરાવવામાં જે કારણભૂત છે તેને 'દર્શન' કહે છે.
એ દર્શન પોતે 'સાધન'રૂપ થઇ,દ્રષ્ટાને દૃશ્યનો અનુભવ કરાવે છે.

આમ ચિદાકાશની અંદર,અસત્ય છતાં અનેક સ્થૂળ-ભાવોની 'કલ્પના' ખડી થઇ ક્રમે કરીને 'દેખાય' છે.
કે જે દેશ-કાળ-વસ્તુ આદિના પરિચ્છેદ (પરિણામ) વાળી છે.પણ વસ્તુતઃ તો તે અનંત જ છે.કેમ કે,
તે,ચિદાકાશની અંદર ચિદાકાશ-રૂપે જ રહેલ છે ને તે અભેદમાં દેશ-કાળ-આદિનો ભેદ સંભવતો નથી.

પ્રતીતિમાં આવતો સૂર્ય-આદિનો પ્રકાશ,જે વડે ચિદ્રુપ-જીવને અનુભવમાં આવે છે,તે ચક્ષુ-ઇન્દ્રિય કહેવાય છે,
એવી જ રીતે બીજી (શ્રોત્ર-આદિ ઈન્દ્રિયોનું સમજી લેવું,આ વાત મેં તમને અહી સંક્ષેપમાં (ફરી) કહી છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE