May 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1154






સૃષ્ટિ અને સૃષ્ટિમાં દેખાતા આકારો,વસ્તુતઃ તો ચિદાકાશ-રૂપ જ છે,એટલે તે બંનેને 'તે જુદા છે' એમ
કહી શકાતું નથી.બાકી એટલો તો ચોક્કસ નિયમ છે કે-તે ચિદાકાશ જયારે જેવા પ્રકારે વિવર્તભાવને પામે છે,
ત્યારે તે,વ્યવહારિક,પારમાર્થિક કે પ્રાતિભાસિક રૂપે તેની પ્રતીતિ થાય છે,પણ તેમાં કોઈ બીજો તફાવત થતો નથી.
સ્વપ્નમાં કોઈ સમયે સત્યતા તો કોઈ સમયે અસત્યતા જોવામાં આવે,તો તેમાં કશો ચોક્કસ નિયમ નથી.
તેથી કાકતાલીય ન્યાય મુજબ થયેલ,તે સ્વપ્નની ગતિ માત્ર તર્ક કરીને સમજી શકાતી નથી.

કોઈ સમયે પુરુષના પોતાના પ્રયત્ન વડે અને મણિ-મંત્ર-ઔષધિ-આદિના પ્રભાવથી, 'સ્વપ્ન સત્ય છે' એમ
સ્વપ્નની સત્યતાનો નિયમ દેખવામાં આવે છે અને તે જાગ્રતમાં પણ અનુભવમાં આવે છે,
પણ વસ્તુતઃ જોતાં,જો જાગ્રત અને સ્વપ્ન એ બંને જો ચિદાકાશનો વિવર્ત જ હોય તો પછી,તે સ્વપ્ન અને જાગ્રત-
એ બંનેમાં ભિન્નતા શી રીતે હોઈ શકે? જાગ્રત અને સ્વપ્નમાં દૃશ્યનો સરખો જ અનુભવ થવાથી બંને સરખાં જ છે.

વસ્તુતઃ તો જાગ્રત સંભવતું જ નથી,કેમ કે જે જાગ્રત શબ્દ વડે કહેવામાં આવે છે-તે પણ સુષુપ્તિથી રહિત આત્માનું સ્વ
પ્ન જ છે અને તે જ જગત-રૂપે કહેવાય છે. એવી જ રીતે સ્વપ્ન પણ સંભવતું નથી કેમ કે જે કંઈ સ્વપ્નના જેવું કહેવાય છે
તે પણ સુષુપ્તિ,જાગ્રત અને સ્વપ્નમાં સદા એક-રૂપ રહેનાર બ્રહ્મનું ચિન્મય-સ્વરૂપ જ છે.
આ રીતે જાગ્રત-સ્વપ્ન-આદિ કશું છે જ નહિ,પણ અવિનાશી ચિત્ત-સત્તા જ દેહધ્યાસને લીધે,
મરણની ભ્રાંતિ અનુભવે છે અને પછી દૃશ્યને પણ ભ્રાંતિ વડે અનુભવે છે.

આ આત્મા (પરમાત્મા) નિરાકાર છે છતાં, (અનિર્વચનીય રીતે) જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અને તુરીય એવી ચારે અવસ્થા-રૂપી
શરીરને ધારણ કરે છે.પંચમહાભૂતોથી બનેલ આ દૃશ્ય જગત,સૃષ્ટિના આદિકાળમાં કારણનો અનુભવ નહિ થવાથી
કેવળ હિરણ્યગર્ભના ચિત્ત-રૂપ છે,અને અંતે મનનો (ચિત્તનો) લય થઇ જતાં,
શુદ્ધ ચિદ-રૂપ (ચૈતન્ય) જ અનુભવમાં આવે છે-એટલે કોઈ પણ વસ્તુ તેનાથી જુદી છે જ નહિ.

(૧૪૯) સ્વપ્ન-વૃતાંત

વ્યાધ કહે છે કે-હે મહારાજ,તમે તે મનુષ્યના દેહની અંદર સેંકડો વિસ્તીર્ણ વૃતાંતોની સાથે પ્રલય અને
સંસારને અનુભવતા હતા.તમને તમારા એ ઘરની અંદર સ્ત્રી,પુત્ર,બંધુ-આદિ સાથે સહવાસ થયા બાદ,
જગત સંબંધી કોના વૃતાંતનો અનુભવ થયો? તેનું તત્વ કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE