Jun 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1171

વિપશ્ચિત (દશરથ રાજાને)કહે છે કે-ત્યારે મને ઇન્દ્રે આવીને કહ્યું કે-'ચિત્ત-રૂપી-આકાશની અંદર હજી આપણે બંનેને
(દ્વૈવયોગે) બીજી કોઈ એક મૃગ-યોનિ પ્રાપ્ત થવાની છે,એટલે આપણો હજી આત્મ-વિચારનો આ સમય નથી.
પૂર્વે મને દુર્વાસા-મુનિના શાપથી મૂર્ગયોનિનો ભોગ પ્રાપ્ત થયો છે'
ત્યારે મેં ઇન્દ્રને કહ્યું કે-હું આ સંસારથી બહુ ખેદ પામ્યો છું,તેમાંથી હું તરત મુક્ત થાઉં એવો ઉપાય બતાવો.
ઇન્દ્રે મને કહ્યું કે-'હું નિરાકાર શુદ્ધ આત્મા-રૂપ છું' એવું જ્ઞાન થવાથી જ તરત મુક્તિ મળે છે.
અને આ વાત તમે વ્યાધ તથા મુનિના સંવાદના પ્રસંગમાં અગ્નિ દ્વારા સાંભળેલી છે.'
ઇન્દ્રે આ પ્રમાણે કહ્યું એટલે મેં "મૃગ-યોનિ આવ્યા પછી મારું શું થશે?" એ વિષે પૂછ્યું.

ઇન્દ્ર કહે છે કે-તમારું પોતાનું આત્મ-ચૈતન્ય જ મૃગ-યોનિની અંદર જવા ઈચ્છે છે.તમે મૃગરૂપ થઇ દશરથ-રાજાની
સભામાં જશો,ત્યારે તમારું જ્ઞાન કોઈ અડચણ વિના પ્રગટ થઇ જશે.તે સભામાં વશિષ્ઠજીની કૃપા વડે તમને તમારા
નિષ્ફળ એવા સર્વ વૃતાંતનું સ્મરણ (આભાસ) થશે.જયારે તમે મૃગભાવથી રહિત થઈને પુરુષ-રૂપ થઇ જશો ત્યારે,
જ્ઞાનાગ્નિ વડે તે મૃગદેહ બળી જશે.અને તમને હૃદયમાં રહેલા આત્મ-તત્વનું સ્ફુરણ થશે કે જેથી,
ઘણા કાળથી રૂઢ થયેલી અવિદ્યાને મૂકી દઈ તમે (ચપળતા વગરના) શાંત પવનની જેમ મુક્ત થઇ જશો.

વિપશ્ચિત (દશરથ રાજાને) કહે છે કે-ઇન્દ્રે જયારે મને ઉપર પ્રમાણે કહ્યું ત્યારે 'હું મૃગ છું' એવી પ્રતિભાવાળો નિશ્ચય
મારામાં ઉદય થયો અને તે દિવસથી મંદારવનમાં દુર્વાઓનું ભક્ષણ કરનાર મૃગ-રૂપ થઇ રહ્યો.
પછી એક દિવસ એક સામંત મને પકડીને તેના ઘેર લઇ ગયો જ્યાં ત્રણ દિવસ કાઢ્યા પછી આપે મને અહીં સભામાં
બોલાવ્યો છે.હે મહારાજ,આશ્ચર્યો અને રસો વડે યુક્ત મારો વૃતાંત મેં આપને કહી સંભળાવ્યો.
શાખા-પ્રશાખા-આદિ વિસ્તારવળી આ અવિદ્યા અનંત છે અને આત્મજ્ઞાન વિના તે શાંત થતી નથી.

વાલ્મીકિ કહે છે કે-જયારે વિપશ્ચિત રાજાએ ઉપર પ્રમાણે કશી ક્ષણવાર મૌનને ધારણ કર્યું ત્યારે
શ્રી રામચંદ્રજીએ તેને નીચે પ્રમાણે કહ્યું.

રામ કહે છે કે-હે મહારાજ,આ મૃગ બીજા કોઈના સંકલ્પરૂપ છે.હવે જો તે આપણા જોવામાં આવ્યો,તો પછી
પોતે કે જેનો પોતાનો સંકલ્પ નથી તેવો પુરુષ બીજાની સંકલ્પ-સૃષ્ટિમાં રહેલી વસ્તુને પોતાના આત્મામાં
દેખી શકે છે એવો સમ-અર્થ સિદ્ધ થાય છે,તો આ વાત કેમ ઘટી શકે? તે વિષે કહો.

વિપશ્ચિત કહે છે કે-જેમ,દુર્વાસામુનિએ ઇન્દ્રને મૃગપણાનો શાપ આપ્યો હતો તેમ મારું મન-કલ્પિત મૃગપણું પણ
બીજાઓને સત્ય-રૂપે પ્રતીતિમાં આવે તેવો મુનિનો શાપ હતો.તેથી તે ઇન્દ્રની શાપની કથાથી અને મુનિના વાક્યના
પ્રભાવથી જ મારો સંકલ્પમય મૃગભાવ તમારા દેખવામાં આવ્યો.
બાકી વાસ્તવિક દૃષ્ટિથી જોઈએ તો વ્યવહારિક સત્તાવાળું જગત સત્ય છે અને પ્રાતિભાસિક સત્તાવાળું જગત અસત્ય છે
એમ કહી શકાતું નથી.કેમ કે બંનેની પ્રતિભા એક સમાન-રૂપે જ ઉદય પામે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE