More Labels

May 31, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1170

અગ્નિદેવ (વિપશ્ચિતને) કહે છે કે-હે રાજા,ઉપર પ્રમાણે તે મુનિનું વચન સંભાળીને વ્યાધ વિસ્મય પામી આકુળ બુદ્ધિવાળો
થઇ ગયો.પછી વ્યાધ અને મુનિ, શાસ્ત્ર-વિચાર વડે તપ કરવા લાગ્યા.થોડા કાળમાં તે મુનિ મહાનિર્વાણને પામ્યા.
સેંકડો યુગ સુધીનો કાળ વીતી ગયો ત્યારે વ્યાધની કામના પૂર્ણ કરવા બ્રહ્મા ત્યાં આવ્યા.
વ્યાધે પોતાના ભાવિનું વચન મુનિ પાસેથી સાંભળ્યું હતું તે મુજબ જ તે વરદાન માગવા લાગ્યો,અને
બ્રહ્મા 'તથાસ્તુ' કહીને પોતાની ઇચ્છિત દિશામાં ચાલ્યા ગયા.

ત્યાર બાદ વ્યાધ પોતાના તપનું ફળ ભોગવવા આકાશની અંદર ઉડ્યો.ઘણા લાંબા કાળે પણ તેને અવિદ્યા-રૂપી ભ્રમનો
અંત જોવામાં આવ્યો નહિ,એટલે તે ઉદ્વેગ પામ્યો અને ઉદ્વેગના લીધે તેણે પ્રાણનું રેચન કરનારી ધારણા બાંધી અને
પ્રાણને આકાશની અંદર છોડી દીધા એટલે તેનું શરીર શબ-રૂપ થઈને નીચે પડ્યું.
પછી,આકાશમાં રહેલું,પ્રાણની સાથેનું ચિત્ત,સિંધુરાજાના આકારે થયું.

હે વિપશ્ચિત રાજા,મેં તમને આમ મેં તમને એ (મહા) શબની હકીકત કહી બતાવી છે.જે જગતના ભૂમંડળની
અંદર એ શબ પડ્યું છે તે જગત આપણને સ્વપ્નનગરની જેમ આ દૃશ્યમાન જગત-રૂપે ભાસે છે.
ચંડિકાદેવી (શક્તિ)એ  શબનું ભક્ષણ કરીને રાતાં બની ગયાં.ને શબના મેદને ધારણ કરનારી પૃથ્વી 'મેદિની'
એવા સાર્થ નામને ધારણ કરવા લાગી.શબનો મોટો મેદ (ચરબી)નો ભાગ મૃતિકા(માટી) રૂપ થઇ ગયો.
વળી પાછાં જંગલો,પર્વતો,નગરો આદિ તૈયાર થઇ ગયાં અને વ્યવહારોની શોભા પ્રવૃત્ત થઈ ગઈ.

(૧૫૯) વિપશ્ચિત રાજાએ અનેક આશ્ચર્યો જોયાં

અગ્નિદેવ કહે છે કે-હે વિપશ્ચિત (ભાસ) રાજા,તમે પણ હવે ચાલુ વ્યવહારવાળા સ્થિર ભૂમંડળને ફરીવાર પ્રાપ્ત થઇ
પોતાની ઈચ્છેલી દિશા તરફ સુખથી જાઓ અને સ્વર્ગની અંદર ઇન્દ્રે યોજેલા યજ્ઞમાં જાઉં છું.

વિપશ્ચિત (દશરથ રાજાને)કહે છે કે-ઉપર પ્રમાણે કહી અગ્નિદેવ અંતર્ધાન થયા ત્યારે હું પોતે  પ્રથમની પોતાની અવિદ્યાનો
અંત જોવાના સંસ્કારો ધારણ કરી રહ્યો હતો અને મારા કર્તવ્યને સિદ્ધ કરવા આકાશની અંદર ફરીથી ભ્રમણ કરવા માંડ્યું.
ફરીવાર પણ એ આકાશની અંદર અસંખ્ય પ્રકારનાં જગતો જોવામાં આવ્યાં.
એ પ્રમાણે ઘણા લાંબા કાળ સુધી મેં જોયા કર્યું.મારો તે દેહ સ્વપ્નમય હતો તેથી વારંવાર તે નાશ પામતો હતો.
અવિદ્યા (દૃશ્ય)નો અંત નહિ દેખાવાથી હું ઉદ્વેગને પ્રાપ્ત થયોને અંતે મોક્ષ-સિદ્ધી માટે તપ કરવા લાગ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE