More Labels

Sep 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1262

વાલ્મીકિ કહે છે કે-દશરથરાજા ઉપર પ્રમાણે વશિષ્ઠને કહેતા હતા,ત્યારે રામચંદ્રજીએ વસિષ્ઠના ચરણમાં
પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને કહેવા લાગ્યા કે-હે મહાસમર્થ વસિષ્ઠઋષિ,જેને આપનાં વાક્યને અનુસરી,
પ્રમાણ-માટે જ સાર-રૂપે અવશ્ય કર્તવ્ય છે તે હું રામ આપના ચરણમાં પ્રણામ કરું છું.
તે સમયે નીતિકુશળ રામચંદ્રજીનાં નેત્રો આનંદના આંસુઓથી ભરપુર થઇ ગયાં,ને પરમ ભક્તિ વડે ગુરુને
વારંવાર પ્રણામ કરવા લાગ્યા.ભરત,શત્રુઘ્ન,લક્ષ્મણ પણ તેમની પાસે બેઠા હતા,તે અ ને સર્વ મિત્રો તથા
સભામાં ઉપસ્થિત રહેલ સર્વ સભાજનો પણ વસિષ્ઠને પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.

હવે સભાનો સમૂહ પ્રણામો અને પુષ્પાંજલિ કરીને જયારે શાંત થયો ત્યારે માન્ય એવા મુનિઓની પાસે
પોતાનું બતાવેલું શાસ્ત્ર જાણે સત્ય વસ્તુના સંબંધમાં સદોષ કે નિર્દોષ હશે-એવા કાંઇક સંદેહવાળા હોય તેવા
વસિષ્ઠ મુનિ સર્વેને હાથ જોડીને કહેવા લાગ્યા કે-આપ સર્વેએ મારાં આ વચનો સાંભળ્યાં,કે જેમાં મારાથી
કંઇક કહેવાનું રહી ગયું હોય,કે કશું અનુચિત અર્થવાળું હોય કે વ્યર્થ હોય-તો તે વિષે મને કહો.

ત્યારે સભામાં રહેલ સર્વે કહેવા લાગ્યા કે-પરમાર્થ વડે જ સુશોભિત એવા આપના  વચનોમાં કોઈ
અનુચિત અર્થ કેવી રીતે હોઈ શકે? અમે આજ નવી જ વાણી સાંભળીએ છીએ.અનંત એવા જન્મના
દોષથી જે અમારી અંદર મેલ ભરાયો હતો તે મેલને આપે આજે બાળી નાખ્યો છે.બ્રહ્મની અંદર વિસ્તરી રહેલ
અને અમૃતના જેવી શીતળ એવી આપની વાણીથી અમે સર્વ વિકસિત થઇ રહ્યા છીએ,
ને આપને વારંવાર પ્રણામ કરીએ છીએ.

સિદ્ધો કહેવા લાગ્યા કે-જાણે બીજા સાક્ષાત નારાયણ હોય તેવા ચાર રૂપે (રામ-લક્ષ્મણ-ભારત-શત્રુઘ્ન) અવતરેલા,
જીવનમુક્ત ભાઈઓને,દશરથરાજાને,વાલ્મીકિ મુનિને અને સભામાં હાજર રહેલ સર્વને અમે નમન કરીએ છીએ.
એમના પ્રભાવથી જ વસિષ્ઠજીની ભ્રાંતિનો નાશ કરનાર અમરવાણી અમારા સાંભળવામાં આવી.

(૨૦૧) શ્રીરામની પૂર્ણાનંદ પદમાં વિશ્રાંતિ

વાલ્મીકી કહે છે કે-ત્યાર બાદ સભામાં પ્રસંશાના વાક્યો શાંત થઇ ગયાં અને જ્ઞાનોપદેશને મેળવીને
સર્વ જાણે પ્રફુલ્લ થઇ ગયા અને ભ્રાંતિથી શાંત થયેલા એવા સર્વ મનુષ્યો,સત્ય તરફ દોડતા એવા
પોતાના ચિત્ત વડે પોતાની મેળે જ પોતાના પૂર્વ ચરિત્રને હસવા લાગ્યા ને ચિત્તની વૃત્તિને અંતર્મુખ કરી
ધ્યાનાવસ્થિત થયા.

ત્યારે વસિષ્ઠ રામને કહેવા લાગ્યા કે-હે રામચંદ્રજી,પોતાની મનમાનતી ઈચ્છા વડે હવે તમે કંઈ બીજું સાંભળવા ઈચ્છો છો?
હવે આજે તમે કેવી સ્થિતિનો અનુભવ કરો છો? આ જગતના આભાસને તમે હવે કેવો દેખો છો?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE