Oct 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1277

વશિષ્ઠ : આ જે મેં ન્યાય કહ્યો-તે,સ્વપ્ન-સંકલ્પ-આદિમાં સિદ્ધ એવી કલ્પનાની અંદર થતા અનુભવને અનુસરીને કહ્યો છે.
અને જગતના સંબંધમાં પણ આ જ ન્યાયની યોજના કરવાની છે,કેમ કે જગત પણ હિરણ્યગર્ભના આકારે થઇ રહેલ
ચિદાકાશનો એક સંકલ્પ જ છે.અને એ હિરણ્યગર્ભના સંકલ્પમાં જે વસ્તુ જેવા પ્રકારની કલ્પાઈ છે તે
તેવા જ પ્રકારે ને આકારે પ્રલય-પર્યંત રહે છે તેમાં સેળભેળ કે ગોટાળો થતો નથી.દરેક કલ્પે હિરણ્યગર્ભના
સંકલ્પ-રૂપ એવું આ જગત પોતાની મેળે જ ખડું થઇ જાય છે,કે જેની અંદર ન સંભવે એવું કાંઇ પણ નથી,
એટલે સર્વ સંભવે છે.પણ,વસ્તુતઃ તો કલ્પના કરનાર પણ ચિદાત્માથી ભિન્ન નથી જ-એમ તમે સમજો.

(૨૧૦) સર્વ જગત બ્રહ્મ-રૂપ છે

વસિષ્ઠ કહે છે કે-'સેંકડો ધ્યાન કરનરાઓએ ચંદ્ર્ભાવ મેળવ્યા છતાં પણ આકાશ સેંકડો ચંદ્રો વડે
વ્યાપ્ત કેમ થઇ જતું નથી?' એ પ્રશ્નનો હવે હું જવાબ આપું છું તે તમે સાંભળો.
ચંદ્ર્ભાવને પ્રાપ્ત થનારા આ જ આકાશને પ્રાપ્ત થાય છે અને આ જ ચંદ્રનો આશ્રય કરીને રહે છે તેવું નથી,
કેમ કે બીજાના સંકલ્પનગરને બીજો શી રીતે પ્રાપ્ત થાય?
પોતાના સંકલ્પનગરમાં તે તે ચિંતિત અર્થની પ્રાપ્તિ તે સંકલ્પ કરનાર મનુષ્યને જ થાય છે,બીજાને થતી નથી.

સર્વ જીવો પૃથક પૃથક (જુદા જુદા) પોતાની સંકલ્પમય સૃષ્ટિના આકાશમાં જ રહેલા છે.અને (કળાઓના ક્ષયથી રહિત)
ચંદ્રો પણ ત્યાં જ રહેલા છે.'હું આ ચંદ્રમાં પ્રવેશ કરું અને ચંદ્ર-બિંબના સુખને પ્રાપ્ત થાઉં' એમ ધ્યાન કરનાર મનુષ્ય
આત્મ-બુદ્ધિના સુખથી રહિત બની,એ જ ચંદ્રની અંદર પ્રવેશ કરે છે ને ચંદ્રબિંબના સુખને ભોગવે છે,
એ વાત નિશ્ચિંત છે,કેમ કે અવિનાશી ચિદાત્મા જેવા પ્રકારે જેવા સ્વભાવનું અનુસંધાન કરે છે,
તેવા જ પ્રકારે જો દૃઢ નિશ્ચયવાળો હોય તો જરૂર અનુભવે છે.

જેમ (પોતાના ચંદ્રભાવનું) ધ્યાન કરનારા સર્વને પોતાના સંકલ્પ-બળથી જુદો જુદો ચંદ્રભાવનો અનુભવ થાય છે,
તેમ જ પોતાની મેળે જ કલ્પનાના બળથી થનારા વનિતા(સ્ત્રી) ના લાભ વિષે પણ સમજવાનું છે.
લાખો ધ્યાન કરનારાઓને એક જ સ્ત્રી  ધ્યાનની અંદર તેમની (દરેકની) ભાર્યા-રૂપ થઇ રહે છે.
ઘરની બહાર નહિ નીકળતો જીવ સાત-દ્વીપનો રાજા થઈને રહે છે,એ પણ એક તેની કલ્પનાથી ખડું થઇ ગયેલ
મનોરાજય છે.કે જે મનો રાજ્ય ચિદાકાશની અંદર કલ્પાયેલા પોતાના ચિત્તાકાશમાં જ રહેલું છે.
પણ,જો સર્વ પરબ્રહ્મ-રૂપ છે તો પછી ઉપાસકોના સંકલ્પથી કલ્પાયેલા જગતમાં સત્યતા કેવી રીતે હોય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE