Feb 16, 2024

એક દુઃખી જનને-By અનિલ શુક્લ

 

વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,

વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?


વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,

હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?


દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,

ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?


સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ  સુખી બની,

દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?


અનિલ 

ઑગસ્ટ-1-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com