Jul 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-876

અધ્યાય-૨૬-સાંખ્યયોગ 


संजय उवाच--तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥१॥

સંજય કહે છે-આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને,મધુસૂદને આમ કહ્યું.(૧)


कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् । अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२॥

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥ ३॥

હે અર્જુન,યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે?કારણ કે જેને લીધે 

ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી.(૨)

હે પાર્થ,તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)

अर्जुन उवाच--कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन । इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥ ४॥

गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके । हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥ ५॥

અર્જુન કહે છે-હે મધુસૂદન,હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ? 

હે અરિસૂદન,મારે માટે બંને પૂજનીય છે.ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં 

ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે.વળી એમને મારીને મને શું મળશે?ધન અને ભોગ-વૈભવ જ ને?(૫)


न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः । यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥ ६॥

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः । यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥७॥

न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥

મને તો એ પણ ખબર નથી પડતી કે-યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ 

અમારે માટે યોગ્ય રહેશે-અમારી જીત કે કૌરવોની?કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે એવા 

ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે.મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે,

મારે શું કરવું જોઈએ? એ મારી સમજમાં નથી આવતું.એથી હે કેશવ,હું આપને પૂછું છું કે -મારે માટે જે સર્વપ્રકારે 

યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો.હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું.

સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.(૮)


संजय उवाच--एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप । न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥ ९॥

तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत । सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥ १०॥

સંજય કહે છે- હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત(ચૂપ) થયો.

ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મિત કરતાં હૃષિકેશે આમ કહ્યું. (૧0)


अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे । गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥११॥

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः । न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥ १२॥

હે અર્જુન,તું જેનો શોક કરવો યોગ્ય નથી,તેનો શોક કરે છે,અને વિદ્વતાનાં વચનો બોલે છે.પંડિતો જીવતાં હોય કે મૃત્યુ 

પામ્યા હોય-એ બંને માટે આંસુ નથી વહાવતા.જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે.

અને વળી એવું થોડું છે કે-ભૂતકાળમાં, મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય,

અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ ન હોય? (૧૨)


देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा । तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥१३॥

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः । आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥ १४॥

જેવી રીતે મનુષ્ય નોદેહ (શરીર) બાળક બને છે,યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે તેવી જ રીતે જીવનનો 

અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા.

હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે.

તે કાયમ માટે રહેતા નથી.એથી હે ભારત,એને સહન કરતા શીખ. (૧૪)