निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥३१॥
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥३२॥
હે કેશવ,મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ
કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું,હે કૃષ્ણ,મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે,
ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. (૩૧-૩૨)
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च । त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥३३॥
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः । मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥३४॥
હે ગોવિંદ,સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે ?
અરે,તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે ?
જેને માટે(મારા ગુરુજન,પિતા,પુત્ર,પૌત્રો,શ્વસુરપક્ષના સગાસંબંધીઓ) આ વૈભવ,રાજ્ય અને ભોગની
કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે.(૩૩-૩૪)
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन । अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥३५॥
निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन । पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥३६॥
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् । स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥३७॥
આ બધાને,ત્રિભુવનના રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી,તો ધરતીના ટુકડા માટે
એમને શા માટે મારવા ? ભલેને તેઓ અમને મારી નાખે.ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને
શું પ્રસન્નતા મળશે? હે જનાર્દન,સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે.
એટલે એમને મારવા ઉચિત નથી.એમને મારી ને હું કેવી રીતે સુખી થઈશ? (૩૭)
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः । कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥३८॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् । कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥३९॥
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः । धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥४०॥
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः । स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ॥४१॥
હે માધવ,એમની(કૌરવોની) મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે.પોતાના કુળનો વિનાશ
કરવામાં તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી.પરંતુ હે જનાર્દન,
અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ.એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ.
કુળનો વિનાશ થતાં કુળધર્મોનો નાશ થાય છે. અને કુળધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે.અધર્મ વ્યાપવાથી
કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે.અને હે વાષ્ણેય(કૃષ્ણ),એવું થવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે.
વર્ણધર્મનો નાશ થતાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. (૪૧)
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च । पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥४२॥
दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः । उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥४३॥
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन । नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥४४॥
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् । यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥४५॥
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः । धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥४६॥
એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતા નથી.એથી પિતૃઓની દુર્ગતિ થાય છે.તેમનો ઉદ્ધાર
ન થવાથી તેઓ નરકમાં જાય છે.કુલધર્મ અને વર્ણધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય
સુધી નરકમાં વાસ કરવો પડે છે,એવું મેં સાંભળ્યું છે.એથી હે કેશવ, મને સમજાતું નથી કે અમે આવું
પાપકર્મ કરવા માટે શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ?રાજ્ય અને સુખ મેળવવા માટે અમારા જ
સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ ? મને લાગે છે કે યુદ્ધ કરવા કરતાં તો બહેતર છે કે
હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં.ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિઃશસ્ત્ર અવસ્થામાં યુદ્ધભૂમિમાં મારી નાખે.(૪૬)
संजय उवाच--एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् । विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥ ४७॥
સંજય બોલ્યો-એમ કહી,ઉદ્વિગ્ન મનથી ભરેલ અર્જુન.ગાંડિવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો.(૪૭)
અધ્યાય-25-સમાપ્ત