यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥१५॥
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥१६॥
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥१७॥
જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે.
અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે.
જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે,અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥१८॥
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् । उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥
આ દેહ તો ક્ષણભંગુર છે,વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે.એનો ન તો અંત આવે છે,કે ન
તેને કોઈ મારી શકે છે.એથી હે ભારત,તું યુદ્ધ કર.જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે,
તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. (૧૯)
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः।अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥२०॥
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२१॥
આત્મા તો અજન્મા,અવિનાશી અને અમર છે.શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી.
હે પાર્થ,જે વ્યક્તિ આત્માને અવિનાશી,નિત્ય અને અજન્મા માને છે
તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે? અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે? (૨૧)
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही॥२२॥
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२३॥
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२४॥
જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે,તેવી જ રીતે જીવાત્મા એક શરીરને
છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે,ન અગ્નિ બાળી શકે છે,
ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે.આત્મા તો અછેદ્ય,અદાહ્ય,અશોષ્ય
અને પલળે નહીં તેવો છે.આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે,અંતહીન છે,શાશ્વત છે.(૨૪)
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते । तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२५॥
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् । तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२६॥
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च । तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२७॥
આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે.આત્મા અવિકારી છે,
હંમેશ માટે એક સરખો રહેનાર છે.એથી હે પાર્થ,તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.(૨૫)
હે મહાબાહો,જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય,તો પણ તારે માટે શોક કરવાનું
કોઈ કારણ નથી કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ
એટલું જ નિશ્ચિત છે.એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે.એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી.(૨૭)
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२८॥
आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२९॥
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत । तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥३०॥
હે અર્જુન,દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી.આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને
જોઈ શકે છે.તો પછી એને માટે તું કેમ શોક કરે છે ?(૨૮)કોઈ આત્માને અચરજથી જુએ છે,કોઈ અચરજથી
એના વિશે વર્ણન કરે છે,પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે.(૨૯)
હે ભારત,આત્મા નિત્ય છે,અવિનાશી છે,એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.(૩૦}