More Labels

Showing posts with label બારીકાઈથી નિરિક્ષણ. Show all posts
Showing posts with label બારીકાઈથી નિરિક્ષણ. Show all posts

Sep 11, 2011

બારીકાઈ થી નિરિક્ષણ-૧


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


અત્યારની ભાગદોડ ની જિંદગીમાં કોઈને કશા માટે સમય નથી .....
અને જયારે સમય જ સમય હોય તેવી પરિસ્થિતિ માં
માનવ પહોચે ત્યારે તે સમય ને --સમજીને-- વિચારી શકે-- તેવી સ્થિતિ રહેતી નથી.

માનવ ને જો જરા બેસવાનું કહેવામાં આવે તો તે તરત જ પૂછે છે કે--
બેસીને શું કરવાનું?
કૈક કરવાનું ,-જેમકે માળા ફેરવવાનું આપો તો કદાચ માનવી બેસે!!!!!!!
પણ
જો એમ કહીએ કે કશું જ કરવાનું નથી --બસ બેસો ---
તો મોટા ભાગ ના માનવો બેસવા તૈયાર નહી થાય .......

વિપાસના એ પાલી  ભાષા નો શબ્દ છે (-વિપસ્યના એ સંસ્કૃત શબ્દ છે ..)

પાલી ભાષા માં વિપાસના નો અર્થ થાય છે ---જુઓ ----

થોડો ઊંડાણ થી અર્થ જોઈએ તો -
બારીકાઈ થી નિરિક્ષણ કરો --ધ્યાન કરીને અવલોકન કરો --અને સાક્ષી બનો.

બુદ્ધ ની આ રીત છે -જેનાથી તે પ્રબુદ્ધ થયેલા........

ફક્ત ત્રણ પગથિયા છે --ચોથું ભેટ રૂપે મળે છે

પહેલું પગથિયું  છે કે-           શરીર ને જુઓ અને સાક્ષી બનો
બીજું પગથિયું  છે કે -           મન ને (વિચારોને ) જુઓ અને સાક્ષી બનો
ત્રીજું પગથિયું છે કે -             હૃદયને (લાગણી ઓને )જુઓ અને સાક્ષી બનો

આ ત્રણ ને જો સંપૂર્ણ રીતે -પરફેક્ટ રીતે કરવામાં આવે તો એ
મંદિરના દ્વારે પહોંચી જવાય છે ...કે જે

ચોથું અને છેલ્લું પગથિયું છે અને તે પ્રભુ ની" ભેટ" છે ...
આપણી હયાતિ ની એ પરિસીમા છે -જેમાં આપણે ખુદ ને
ઓળખી જઈએ છીએ --
તેના માટે કશું  એ કરવાનું નથી  ...

આને આપણે પ્રબુદ્ધતા કહીએ-કે મુક્તિ કહીએ કે આત્મ ની ઓળખ કહીએ --
કે સત્ય ની પ્રાપ્તિ કહીએ ........


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   

Sep 10, 2011

બારીકાઈ થી નિરિક્ષણ-૨ Go to Page---  1  ---  2   ---  3  ---   4   


સહુ થી સરળ રીતે શરીર નું બારીકાઈ થી નિરિક્ષણ થઇ શકે છે.

૧---શરૂઆત કરવાની છે -
    શરીર ને જોવાની -સતર્કતાથી -સભાનતાથી-
    અને
    સાક્ષી ભાવ રાખવાનો છે ........

કોઈ જ જાતનું અનુમાન નહી કરવાનું-
કોઇજ જાત નો નિર્ણય નહી  લેવાનો  ......

શરીર નું હલન ચલન જેવુંકે --
ચાલવાની ક્રિયા ,જમવાની ક્રિયા અને
શ્વાસ લેવાની પ્રક્રિયા --આવી
બધી જ જાતની પ્રક્રિયા ઓ નું માત્ર અવલોકન કરવાનું છે ......

શરૂઆત માં અઘરું લાગે  છે --
થોડા જ સમય માં બીજે ધ્યાન જતું રહે છે -એવું લાગે ...
પણ ધીરજતા  થી પ્રયાસ અને અભ્યાસ થી સફળતા મળે છે .....

અને થોડાક સમય માં જ
એક એવી આશ્ચર્ય ચકિત સ્થિતિ આવી જાય છે કે ...

ઉપરની કોઈ પણ પ્રક્રિયા---- એવું લાગે છે કે જાણે કોઈ ગુરુરતા થી થતી હોય.....
અને
એક શાંત પરિસ્થિતિ નો ભાસ થાય છે ..

એક જાતની એલર્ટનેસ અને કોન્સીયસનેસ આવવા માંડે છે .......

ભગવાન બુદ્ધ બહુ ધીમે ચાલતા ---
તે કહેતા કે ----
ધીમે ચાલવું એ મારા "ધ્યાન" એક ભાગ  છે.
એવી રીતે ચાલવું જોઈએ કે જાણે --
શિયાળા માં કોઈ ઠંડા પાણીના વહેળા માં ચાલી રહ્યા છીએ ..
પાણી ખુબ ઠંડું છે અને વહેળા નો પ્રવાહ તેજ છે -પથરાળો છે--
સહેજ પણ ખોટો કદમ મુકો તો લપસી જવાની સંભવતા  છે --

ખુબ ધીમેથી -સતર્કતા થી -સભાનતાથી-સાક્ષીભાવથી
જેમ એ પાણીની અંદર કદમ મુકીએ છીએ
તેમ ચાલવાનું છે .
અને એથી જ તે "ધ્યાન" નો એક ભાગ બની જાય છે .......... Go to Page---  1  ---  2   ---  3  ---   4   Sep 8, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૩ Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨ માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર છે તેમ
હવે
વધુ નાજુક વિષય "મન" પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
મન નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

અહીં મન=વિચારો એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ વિચારો એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હવે એવી વસ્તુ (વિચારો ના તરંગો)ને જોવાની છે જે જોઈ શકાય તેમ નથી

---વિચારોને જોવાના છે-
    શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારા વિચારો છે કે આ ખોટા વિચારો છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ વિચાર" છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે વિચારને જોવાનું બંધ કર્યું છે
    --આપણે વિચારો વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે વિચારો જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---વિચારો જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ વિચારો ને જોવાના છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ વિચારોને જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો વિચારોને કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- વિચારો ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --
---આશ્ચર્ય જનક રીતે ધીરે ધીરે વિચારો ના તરંગો સમવા માંડે છે ----
   અને જોવામાં આવે છે કે વિચારો ધીરે ધીરે ઓછા થવા માંડે છે --
---જો ૫૦% વિચારો જોવામાં સફળતા મળે તો ૫૦% વિચારો ઓછા થઇ જાય છે

---આમ કરતા કરતા જયારે ૧૦૦% વિચારો ને સાક્ષી ભાવ થી બારીકાઈથી નિરિક્ષણ
   કરીને જોઈ શકાય તો ૧૦૦% વિચારો સમી જાય છે.

---વિચારો-મન બિલકુલ તરંગ વિહીન થઇ જાય છે
    અને આપણે એક સ્વચ્છ દર્પણ જેવા થઇ જઈએ છીએ

 "ધ્યાન"ની પ્રક્રિયા માં  આપણે ૫૦% સફળતા હાંસલ કરી લીધી છે એમ કહી શકાય .
અડધો રસ્તો પસાર કરી લીધો છે તેમ કહી શકાય .
"રહસ્ય"ને 'જાણી' લીધું છે એમ પણ કહી શકાય .

પણ હજુ "રહસ્ય" ને "પામવાનું" બાકી છે ................

.

 Go to Page---  1  ---  2   ---  3  ---   4   

Sep 6, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૪ Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨-૩  માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર અને મન  છે તેમ
હવે
વધુ વધુ નાજુક વિષય "હૃદય " પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર અને મન નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
હૃદય નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

બારીકાઈ થી નિરિક્ષણ કરવાનું રહસ્ય પામી લીધું છે તેને હવે અહીં આગળ
ધપાવવાનું છે ....

મન થી હૃદય સુધી જવાનું છે

અહીં હૃદય=લાગણીઓ (Feeling,Mood) એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ લાગણીઓ પણ  એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હજુ એ એવી વસ્તુ ને જોવાની છે જે નરી આંખે જોઈ શકાય તેમ નથી

---આ લાગણીઓ ને જોવાની છે -
    ફરીથી શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારી લાગણી છે કે આ ખોટી લાગણી છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ લાગણી " છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે લાગણીઓ ને જોવાનું બંધ કર્યું છે
    --આપણે લાગણીઓ  વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે લાગણીઓ  જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---લાગણીઓ  જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ લાગણીઓ  ને જોવાની  છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ લાગણીઓ  જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો લાગણીઓ  કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- લાગણીઓ  ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --અને જયારે ૧૦૦% સફળતા મળે
     ત્યારે આપણે "માસ્ટર" થઇ ગયા કહેવાઈએ .
---આ પરિસ્થિતિ માં આશ્ચર્ય જનક રીતે જોવામાં આવે છે કે
   કોઈ પણ લાગણીઓ હૃદય ને અસર કરી શકતી નથી
---દુઃખ -સુખ-ગુસ્સો  આવે તો પણ તે હૃદય ને દુઃખી -સુખી કે ગુસ્સે કરી શકતી નથી .
---કશું પણ હૃદય ને હચમચાવી શકતું નથી કે કશું પણ તેના પર રાજ કરી શકતું નથી .
---બધું ખુબ દૂર ખીણ માં રહે છે અને આપણે ડુંગર ની ટોચ પર પહોંચી જઈએ છીએ ..

-------------------------------------------------------------------

ઉપર મુજબ "વિપાસના" ના ત્રણ પગથિયા

૧-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ----------શરીર ના
૨-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ------------મન ના
૩-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો -----------હૃદય ના

નો પૂર્ણતા થી અભ્યાસ પુરો થાય તો
એ મંદિર ના દ્વારે પહોંચી જવાય છે કે જે સદા ખુલ્લું છે .

હવે કશુંય કરવાનું નથી કે કશુંય કરી શકાતું નથી ............
એના માટે પ્રયત્ન પણ નથી કરવાનો ---
અને જો પ્રયત્ન કર્યો તો જરૂરથી નાપાસ થવાય છે .......

માત્ર રાહ જોવાની છે ......

એ એની મેળે આવે છે ભેટ રૂપે.........

આ હૃદય થી આત્મ સુધી નો એવો કૂદકો છે કે જે ......

આપણને આત્મા ની નજીક લાવી "હોવું" કે હોવાનો
આત્મ સાક્ષાત્કાર કરાવે છે .જાણે આપણે આપણા ઘેર આવી ગયા છીએ ........

આપણે એને
"પરમ મુક્તિ"--"પ્રબુદ્ધતા "-"આત્મ સાક્ષાત્કાર"-"પરમાત્મા ની પ્રાપ્તિ"
એમાંનું કશુંય પણ કહી શકીએ છીએ ..

આનાથી વધુ કશુંય નથી ..

સત્ય ની શોધ નો  અંત થાય છે.

---------------------------------------------------------------------------------------

જેમ જેમ ઊંડાણ માં જઈએ તેમ તેમ
--"પ્રકાશ"થી ભરપુર અતિ સુંદર જગ્યાઓ આવે છે
   જે ખજાના ઓ છે .....
--ઊંડાણ માં એક અવાજ વગર નું સંગીત છે --જીવંત ,નાચતું અને કુદતું .......
--અને એક પરમ -અનંત ની પ્રાપ્તિ થાય છે કે

કે જેને આપણે પરમાત્મા ને ખોળી કાઢ્યા એમ કહી શકીએ ....
કે જે કોઈ "વ્યક્તિ"રૂપે નથી ....
પણ
એક "પ્રકાશ" ---એક "સત્ય" એક "સુંદરતા"
રૂપે હાજર છે --
કે જે માનવ જાત હજારો વરસ થી એક સ્વપ્ન તરીકે જોઈ રહી છે ........

આ સ્વપ્ના નો ખજાનો
ક્યોંય નહી પણ
"આત્મા" માં સંતાયેલો છે .

------------------------------------------------------------------------------------------
બુદ્ધ નો આત્મ સાક્ષાત્કાર કરવાનો એક રસ્તો છે -સાધન છે --

કે જેમાં કોઈ મુશ્કેલ પ્રક્રિયાઓ નથી ..
પણ જાણે એક કવિતામય ,સંગીતમય,સુંદર અનુભૂતિ
કરાવતા કરાવતા એક પરમાનંદ ને ધામે પહોચાડી દે છે.

આ કોઈ પ્રક્રિયા નથી પણ પ્રાર્થના છે ...
કે જે
આપણને આપણી હયાતિ નો અનુભવ કરાવી ,
આપણને "હોવા"નો --અને
આત્મા ની મીઠી  સુગંધ નો અહેસાસ કરાવે છે ...

----------------------------------
આનંદ ---આનંદ ---પરમાનંદ

અનિલ શુક્લ
સપ્ટેમ્બર -૨૦૧૧


 Go to Page---  1  ---  2   ---  3  ---   4