અધ્યાય-૩૨-બીજો દિવસ સમાપ્ત-યુદ્ધનું ભયંકર સ્વરૂપ
II संजय उवाच II प्रतिघातं तु सैनस्य नामृष्यत वृकोदर I सोभ्याहनद गुरुं पष्टया कर्ण च दशभिः शरैः II १ II
સંજય બોલ્યો-દ્રોણાચાર્યથી થતો સૈન્યનો આ નાશ,ભીમસેન સહન કરી શક્યો નહિ,તેણે ગુરુને સાઠ બાણોથી અને કર્ણ પર દશ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે દ્રોણાચાર્યે સામે તીક્ષ્ણ બાણોથી તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો.વળી,કર્ણ,અશ્વત્થામા ને દુર્યોધને પણ સાથે મળીને ભીમ પર બાણોનો વરસાદ કરી તેને છાઈ દીધો.ભીમસેને સામો પ્રહાર કરીને તેમને વીંધ્યા.ક્રોધમાં આવી ગયેલા તે સર્વેએ બાણોના પ્રહારથી ભીમને મરણતુલ્ય અવસ્થાએ પહોંચાડી દીધો.તે જોઈને યુધિષ્ઠિરે પોતાના યોદ્ધાઓને આજ્ઞા આપી કે-'જાઓ ભીમને બચાવો' તેમની આજ્ઞાથી સાત્યકિ,નકુલ અને સહદેવ,ભીમ પાસે આવી પહોંચ્યા.


