Aug 9, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1188

 

અધ્યાય-૧૯૦-દ્રોણાચાર્યને અશ્વત્થામાના વધની શંકા 


II संजय उवाच II पंचालानां ततो द्रोनोप्यकरोत्कदनं महत् I यथा कृद्वो रणे शक्रो दानवानां क्षयं पुरा II १ II

સંજય બોલ્યો-જેમ,પૂર્વે દેવાસુરના રણમાં ક્રોધાયમાન થયેલા ઇન્દ્રે દાનવોનો મહાન ક્ષય કરી નાખ્યો હતો,તેમ ક્રોધાયમાન થયેલા દ્રોણાચાર્યે પણ પાંચાલોનો મહાન ક્ષય કરી નાખ્યો.જયારે તેમનાં અસ્ત્રો સંગ્રામમાં પ્રગટ થવા લાગ્યાં ત્યારે પાંડવોમાં ભયનો પેસારો દાખલ થયો.યુદ્ધમાં પોતાના ઘોડાઓ,હાથીઓ તથા યોદ્ધાઓનો મોટો સંહાર થઇ રહેલો જોઈને પાંડવોની વિજયની આશા નિરાશામાં બદલાઈ ગઈ.ત્યારે બુદ્ધિમાન શ્રીકૃષ્ણ મનમાં વિચારવા લાગ્યા કે-

Aug 8, 2026

ભાગવત રહસ્ય -૨૧૯-Bhgavat Rahasya-219

નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુના દોષનું શિષ્યે 
અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,
તેમની ભૂલનું નહિ.વડીલોના દોષનું અનુકરણ કરવું નહિ.
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની 
રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1187

 

અધ્યાય-૧૮૯-સંકુલ યુદ્ધ 


II संजय उवाच II तस्मिंस्तथा वर्तमाने गजाश्वनरसंक्षये I दुःशासनो महाराज ध्रुष्टध्युम्नंयोधयत II १ II

સંજય બોલ્યો-જયારે હાથી,ઘોડા ને મનુષ્યોનો એવી રીતે સંહાર ચાલી રહ્યો હતો ત્યારે દુઃશાસન,ધૃષ્ટદ્યુમ્ન સામે લડી રહયો હતો.ધૃષ્ટદ્યુમ્ને બાણોથી દુઃશાસનના રથને ઢાંકી દીધો ને તેને અત્યંત પીડયો.પીડાથી દુઃશાસનને તેની સામે ઉભા રહેવાની શક્તિ રહી નહિ ને ત્યાંથી તે નાઠો.ધૃષ્ટદ્યુમ્ને આમ દુઃશાસનને નસાડયો ને પછી તે દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ચાલ્યો.નકુલ અને સહદેવ તેના પૃષ્ઠરક્ષક થઈને તેની સાથે જતા હતા.ત્યારે તેમની સામે હાર્દિકય વંશનો કૃતવર્મા અને તેના ત્રણ ભાઈઓ ચઢી આવ્યા ને તેને અટકાવવા લાગ્યા.ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.

Aug 7, 2026

ભાગવત રહસ્ય -૨૧૮-Bhgavat Rahasya-218

શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.ચંદન અને પુષ્પ થી રામજીની સેવા કરીએ 
તેના કરતાં યે –રામજીની આજ્ઞાનું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-
પણ રામજીની ઉપર મુજબની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1186

 

અધ્યાય-૧૮૮-મોટામોટા યોદ્ધાઓની ભેટ 


II संजय उवाच II ततो दुःशासन क्रुद्धः सहदेवमुपाद्रवत I रथवेगेन तीव्रेण कंपयन्निव मेदिनीम II १ II

સંજય બોલ્યો-તે પછી,ક્રોધે ભરાયેલો દુઃશાસન તીવ્ર વેગથી પૃથ્વીને કંપાવતો સહદેવના રથ સામે ધસ્યો,કે તરત જ સહદેવે એક ભલ્લ બાણ મૂકીને તેના સારથિના મસ્તકને છેડી નાખ્યું.એ વેળા સહદેવે એ કાર્ય એટલી બધી ઝડપથી કર્યું હતું કે દુઃશાસનને પણ પોતાના સારથિના શિરચ્છેદની ખબર પડી નહિ.પણ છૂટી લગામવાળા ઘોડાઓ પોતાને ફાવે તેમ જવા લાગ્યા ત્યારે દુઃશાસને પોતે જ લગામ હાથમાં લીધી ને સહદેવ સામે યુદ્ધ કરવા લાગ્યો.ઘોડાઓની લગામ ને ધનુષ્ય એ બંનેને સંભાળતા તે દુઃશાસનને,સમયનો લાભ લઈને સહદેવ સંખ્યાબંધ બાણો મૂકીને તેને ઢાંકી દઈ રહ્યો હતો.

Aug 6, 2026

ભાગવત રહસ્ય -૨૧૭-Bhgavat Rahasya-217

રામ જન્મોત્સવમાં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે,ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.
રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!” 
અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય 
તો –ચંદ્રને દર્શન થાય ને ? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે-આ સૂર્યને આગળ જવાનું કહોને? 
મને તમારાં દર્શન કરવા દેતો નથી,