સઘળા "શાસ્ત્રો ના સિદ્ધાંત-રૂપ" થયા,સર્વના હૃદયમાં "વ્યાપક" થયા,અને જે સર્વ-રૂપ,સર્વમાં રહેલ અને સર્વનું "તત્વ" કહેવાય છે તે થયા.જે અત્યંત "નિષ્ક્રિય" (ક્રિયાઓથી રહિત) છે,સૂર્ય-વગેરેને પણ પ્રકાશ આપે છે,અને "અખંડ અનુભવ-રૂપ" જ કહેવાય છે તે થયા.જે સ્વ-રૂપથી "એક" કહેવાય છે,અને માયાથી "અનેક" કહેવાય છે,
સ્વ-રૂપથી "નિરંજન" (અદ્વૈત) કહેવાય છે અને માયાથી "દ્વૈત"વાળું કહેવાય છે-તે થઈને રહ્યા.