Aug 3, 2019

ભાગવત રહસ્ય-૨૬

ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં-
પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.

Aug 2, 2019

Dongrji Maharaj-Life-Audio Book-ડોંગરેજી મહારાજ-જીવન-ઓડીઓ બુક

સ્વર-ડૉ.પ્રકાશભાઈ શુકલ.----એડીટીંગ-અનિલ પ્રવીણભાઈ શુક્લ(ઓડીઓ બુક -ફ્રી ડાઉનલોડ)


-----------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૨૫

ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.