Aug 21, 2019

ભાગવત રહસ્ય-૩૯

વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.
શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.

Aug 20, 2019

ભાગવત રહસ્ય-૩૮

ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.

Aug 19, 2019

ભાગવત રહસ્ય-૩૭

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી.