 |
Photo by -Anil Shukla |
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ?
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)
સ્કંધ-૫-(સ્થિતિ લીલા)
સ્કંધ -૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?
જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરમાં યે બધાને રાજી કરવા મુશ્કેલ છે. સર્વ ને સદાકાળ રાજી કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે-તમે ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે.બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ –હું ચાલીશ. દીકરો હવે ઘોડા પર બેઠો.