પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે.
Jan 10, 2020
Jan 9, 2020
ભાગવત રહસ્ય-૧૫૩
કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.
Jan 8, 2020
ભાગવત રહસ્ય-૧૫૨
એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા.તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.

Subscribe to:
Posts (Atom)